Top News

More Posts

   The Latest

Most Popular

સંસ્કૃતની એક સુભાષિતનો ભાવાર્થ કંઇક એવો થાય છે કે દરેક વસ્તુ કામની હોય છે, માત્ર એને કઇ રીતે કામમાં લેવી એની આવડત હોવી જોઈએ. માત્ર વસ્તુ નહીં, વ્યક્તિનું પણ એવુ જ છે. છેલ્લા કેટલાક સમયથી વડાપ્રધાનશ્રી વિશ્વ સ્તરે દેશનું નામ રોશન કરનાર ખેલાડીઓનું સન્માન તો કરે જ છે અને સૌની સાથે આત્મીયતાથી વાતો પણ કરે છે.  યુટ્યુબ પર આપણા એક ‘મલ્લ’ (રેસલર)નું બાવડુ પકડી ને એને પૂછેલુ કે પેલા એ તને અહીંયા બચકુ ભરેલુ (કરડેલો) ને? ચલો અહીં લગી સારી વાત છે. પણ એ મહાશયે એ ખેલાડીઓને ધંધે લગાડતા કહ્યું કે તમારે વિવિધ શાળાઓમાં જઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનું.

હવે મૂળ વાત પર આવીએ. દેશભરમાંથી પૂર્વસૈનિક, ભલે પછી એ સ્થળસેના, નૌસેના કે પછી વાયુસેનાના કેમ ના હોય, વિશાળ સંખ્યામાં તેઓને આપણા જીલ્લામાં ગયા શનિ-રવિ બોલાવી સૌનું સન્માન તો કર્યુ પણ સાથે સાથે લીંબુ પકડાવતા કહ્યું તમારે આટ-આટલા વિદ્યાલયોમાં જઈ સરદાર વલ્લભભાઈ વિશે ‘બે શબ્દ’ કહેવાના. જો કે આમાં જરીકે ય તે અતિશયોક્તિ નથી. અપેક્ષા એટલી જ રાખવાની કે આ મોહીમ દૂધ ના ઉભરા જેવી ના રહે. કેમ કે દેશની રક્ષા કરનાર નિવૃત સૈનિક હવે દેશને સજાવવા માટે કટીબદ્ધ થાય એ આનંદની વાત છે.
પાલણપોરગામ, સુરત      – ચેતન સુશીલ જોષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top