વડોદરા જિલ્લાના પાદરાની ઘટના: મતદાર યાદી સુધારણાની કામગીરીના અતિશય બોજ અને દબાણનો ગંભીર આક્ષેપ વડોદરા : રાજ્યભરમાં મતદાર યાદી સુધારણાની કામગીરી દરમિયાન...
વડોદરા : શહેરની પ્રતાપ સ્કૂલ ખાતે (BLO) સહાયક તરીકેની કામગીરીમાં જોડાયેલા એક મહિલા કર્મચારીનું આજે ફરજ દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. અચાનક...
તમે મને ઓળખતા નથી, મારી પાસે ખૂબ મોટું નેટવર્ક છે. વડોદરામાં રહેવું હોય તો મારી સાથે પંગો ન લેતા નહીં, તમારા હાથ-પગ...
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ આજે શનિવારથી ગુવાહાટી મેદાન પર શરૂ થઈ છે. શુભમન ગિલ ઈજાને કારણે બહાર હોવાથી...
( પ્રતિનિધિ )વડોદરા,તા.22 વડોદડા શહેરના ફતેગંજ મહારાણા પ્રતાપસિંહના સ્ટેચ્યુ સામે કોર્નર પર ડ્રેનેજમાં બ્લાસ્ટ બાદ આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે માર્ગ...
શુક્રવારે દુબઈ એર શોમાં યોજાયેલા ઉડાન પ્રદર્શન દરમિયાન ભારતીય તેજસ ફાઇટર જેટ અકસ્માતનો ભોગ બન્યું. વાયુસેનાએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું...
ભારત સરકારે ગઈકાલે શુક્રવારે નવા ચાર લેબર કોડ લાગુ કરવાની જાહેરાત કરી, જે દેશના કામદારો માટે એક મોટું પગલું છે. આ નિર્ણય...
દક્ષિણ આફ્રિકન દેશ નાઇજીરીયાથી મોટા સમાચાર આવી રહ્યા છે. શુક્રવારે સવારે પશ્ચિમ પ્રાંતમાં બંદૂકધારીઓએ એક કેથોલિક સ્કૂલ પર હુમલો કર્યો. અધિકારીઓએ જણાવ્યું...
ભ્રષ્ટાચાર તો રાજા રામના વખતમાં પણ હતો એમ કહીને લોકો જ આ ભ્રષ્ટાચારી કર્મચારીઓને છાવરતા હોય તો તે બિલકુલ ચલાવી ન લેવાય....
છેલ્લા ઘણા સમયથી ન્યૂઝ પેપરમાં રોજબરોજ થતા આપઘાત વિશે જાણવા મળે છે. ખૂબજ નજીવી બાબતમાં લોકો અમૂલ્ય જીવન ટૂંકાવી દેતા હોય છે....
જીવન જરૂરિયાતની ઘણી વસ્તુઓ હવે મોલમાં મળી રહે છે. અને મોલમાં જે રીતે દરેક સામગ્રીની ગોઠવણી હોય, તે જ રીતે નાની દુકાનોમાં...
ઉત્તર પ્રદેશના બીજનોરમાં એક વોટ્સએપ ગ્રુપ કે જેમાં અસંખ્ય સભ્ય હતા; આ ગ્રુપમાં પી.ડી.એફ રૂપે એક આકર્ષક આમંત્રણ પત્રિકા આવી. આતુરતા વશ...
ભારતમાં લોકશાહી જીવંત રાખવા માટે બધા નાગરિકો પોત પોતાના વિચારો અને પાર્ટીના નેતાઓ અલગ અલગ વાત વિચાર રજૂ કરતા હોય છે અને...
આશ્રમમાં એક નિયમ હતો. રોજ સાંજે ગુરુજી પ્રવચન આપતા અને ગુરુજીના પ્રવચન બાદ પ્રશ્નોત્તરીનો દોર શરૂ થતો. બધાં શિષ્યો પોતાના મનને મૂંઝવતા...
બિહાર વિધાનસભા ચૂંટણીનાં પરિણામને ત્યાં સુધી સાચાં માનવા પડશે જ્યાં સુધી આરોપ લગાવનારાઓ તેના ‘વ્યવસ્થિત ચૂંટણી પરિણામ’ના તેમના દાવાઓને સાબિત કરવા માટે...
બિહારમાં એનડીએની ઐતિહાસિક જીત બાદ ભાજપ સૌથી વધુ બેઠકો સાથે એનડીએમાં મોટા ભાઈની ભૂમિકામાં છે પણ નીતીશકુમાર ફરી મુખ્યમંત્રી બન્યા છે. દસમી...
મતદારોના ઘરે ઘરે જઈને ચકાસણી કરી મતદારયાદી સુધારણા માટેની કામગીરી હાલમાં ગુજરાતમાં ચાલી રહી છે. આ કામગીરી માટે 4 ડિસે. સુધીનો સમય...
વિધાનસભા ચૂંટણીમાં થયેલી કારમી હારમાંથી આરજેડી (રાષ્ટ્રીય જનતા દળ) હજુ બહાર પણ આવ્યું ન હતું કે પાર્ટીના પહેલા પરિવારમાં મતભેદના સમાચારો આવવા...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G20 સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ પહોંચ્યા. જ્યાં તેમનું પરંપરાગત અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આફ્રિકામાં યોજાતી...
ભારત સરકારે લગભગ ચાર વર્ષ બાદ ચીની નાગરિકોને પ્રવાસી વિઝા આપવાનું ફરી શરૂ કર્યું છે. 2020થી સ્થગિત આ સેવા હવે તાત્કાલિક અસરથી...
મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2025ની રોમાંચક સેમિફાઇનલમાં ભારત-A અને બાંગ્લાદેશ-A વચ્ચેનો મુકાબલો સુપર ઓવર સુધી ખેંચાયો હતો. બંને ટીમોએ 194-194 રન...
બિહાર સરકારે કેબિનેટમાં મોટા ફેરફારો સાથે મંત્રાલયોની નવી ફાળવણી જાહેર કરી છે. પહેલી વાર ગૃહ મંત્રાલય ભાજપને મળ્યું છે અને નાયબ મુખ્યમંત્રી...
ભારત સરકારે આજે તા. 21 નવેમ્બર શુક્રવારે એક ઐતિહાસિક જાહેરનામું બહાર પાડીને ચાર નવો લેબર કોડ તાત્કાલિક અસરથી અમલમાં મુક્યો છે. આ...
મુખ્યમંત્રી નીતિશ કુમારના શપથ ગ્રહણના એક દિવસ પછી આજે તા. 21 નવેમ્બરને શુક્રવારે બિહાર સરકારમાં વિભાગોની ફાળવણી કરવામાં આવી.ગુરુવારે નીતિશ કુમાર કેબિનેટમાં...
કર્ણાટકમાં સત્તા પરિવર્તનની અટકળો વચ્ચે નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે પહેલી વાર ખુલ્લેઆમ પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્યની કોંગ્રેસ...
રૂપિયો ઓલટાઈમ ડાઉન થતાં ભારતીય અર્થતંત્ર ચિંતાજનક સ્થિતિમાં મુકાયું છે. આજે તા. 21 નવેમ્બરના રોજ ડોલર સામે રૂપિયો એક તબક્કે 89.34ના સ્તર...
ક્રિપ્ટોકરન્સી માર્કેટ માટે વીતેલા 24 કલાક જોખમી સાબિત થયા છે. વિશ્વભરના કરોડો રોકાણકારો માટે આ સમય ‘ક્રિપ્ટો બ્લેક ડે’ જેવો રહ્યો છે....
દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન આજે એક તેજસ ફાઇટર જેટ ક્રેશ થયું. આ ઘટના બપોરે 2:10 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે વિમાન...
ભારતીય ટેસ્ટ ટીમના નિયમિત કેપ્ટન શુબમન ગિલની ડોક જકડાઈ જવાના લીધે તે મેચ માટે ફીટ નથી. આથી તે આવતીકાલે તા. 22 નવેમ્બરથી...
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ડુંગરપુર ઈન્ટર એક્સચેન્જ નજીક આજ રોજ તા. 21 નવેમ્બર શુક્રવારે સવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત થયો હતો. ઉન્નાવથી મુંબઈ...
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
વડોદરા જિલ્લાના પાદરાની ઘટના: મતદાર યાદી સુધારણાની કામગીરીના અતિશય બોજ અને દબાણનો ગંભીર આક્ષેપ
વડોદરા : રાજ્યભરમાં મતદાર યાદી સુધારણાની કામગીરી દરમિયાન (BLO) પરના અસહ્ય દબાણના કારણે તેમની તબિયત બગડવાના બનાવો સતત વધી રહ્યા છે, જે એક ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. આવી જ એક વધુ ચિંતાજનક ઘટના વડોદરા જિલ્લાના પાદરામાં સામે આવી છે, જ્યાં ભોજ પી. આર. પટેલ હાઈસ્કૂલમાં શિક્ષક અને બીએલઓ તરીકે ફરજ બજાવતા ઝુલ્ફીકાર પઠાણ ફરજ પર હતા ત્યારે અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સહકર્મીઓ દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપો અનુસાર, ઝુલ્ફીકાર પઠાણ છેલ્લા 10 દિવસથી મતદાર યાદી સુધારણાની કામગીરીમાં સતત કાર્યરત હતા. દિવસ-રાત ચાલતી કામગીરી, દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ, ઘર-ઘર તપાસ અને ત્યારબાદ સિસ્ટમમાં એન્ટ્રી કરવાના વધતા બોજાના કારણે તેમની હાલત કફોડી બની હતી. કામના અતિશય દબાણ હેઠળ તેઓ ઘણીવાર એક ટાઈમ જમવાનું પણ ચૂકી જતા હોવાનું તેમના સહકર્મીઓએ જણાવ્યું હતું.
આ સતત કામ અને દબાણને કારણે ઝુલ્ફીકાર પઠાણે અચાનક છાતીમાં દુખાવો અને ભારે બેચેની અનુભવવાનું શરૂ કર્યું અને સ્થળ પર જ બેભાન થઈને ઢળી પડ્યા હતા.
શિક્ષક ઝુલ્ફીકાર પઠાણ ઢળી પડતાં જ હાજર રહેલા સહકર્મીઓએ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવા બોલાવી હતી. તેમને સૌપ્રથમ વડુ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચાડવામાં આવ્યા જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી. જોકે, તેમની તબિયતની ગંભીરતા જોતાં તેમને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તેઓ ડોક્ટરોની સઘન દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે.
આ ઘટનાને પગલે સહકર્મીઓએ વહીવટી તંત્રની કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. એક સહકર્મીએ આક્ષેપ કર્યો કે, કામના ભારે દબાણ હેઠળ હોવા છતાં, જ્યારે મદદ માટે કલેકટરથી લઈને અન્ય ઉચ્ચ અધિકારીઓ સુધી ફોન કરવામાં આવ્યો, ત્યારે કોઈપણ અધિકારીઓએ ફોન સ્વીકાર્યો નહોતો. એટલું જ નહીં, ઘટનાની જાણ કરવા છતાં તંત્ર તરફથી કોઈ તાત્કાલિક મદદ ન મળ્યાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે.
રાજ્યમાં મતદાર યાદી સુધારણાની કામગીરી દરમિયાન BLOની તબિયત લથડવાના બનાવો સતત સામે આવતા હોવાથી આ શિક્ષકો અને સરકારી કર્મચારીઓ પરના અતિશય કામના બોજ અને માનસિક દબાણ અંગે ફરી વખત ચર્ચા જાગી છે.
શિક્ષકો તથા બીએલઓ સંકળાયેલા મંડળોએ તંત્રને સ્પષ્ટ માંગણી કરી છે કે, આ કામગીરીની કાર્યપદ્ધતિમાં તાત્કાલિક સુધારો લાવવામાં આવે, કર્મચારીઓ પ્રત્યે માનવીય અભિગમ અપનાવવામાં આવે અને BLOની કામગીરીનું યોગ્ય આયોજન કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવા ગંભીર બનાવો ન બને.