પૃથ્વી પર થઇ રહેલા હવામાન પરિવર્તનની સમસ્યાને હાથ ધરવા માટે વર્ષોથી વાર્ષિક ધોરણે હવામાન પરિષદો જુદા જુદા દેશોમાં યોજાય છે. આ વખતે...
એક શિક્ષકે આત્મહત્યા કરી છે અને ચાર શિક્ષકો કામના ભારણથી હાર્ટએટેકનો ભોગ બન્યા છે. આ જ સમયે ગુજરાતમાં લાલો ફિલ્મ ચાલી રહી...
તમે બાધા-આખડી રાખો કે, ભગત ભુવા પાસે પીંછી નંખાવી માંડળીયા બંધાવો, પઈણા એટલે વાઈફ્કો પંજેલના તો પડેગા..! છુટકારા નહિ..! wife હૈ તો...
શુક્રવાર 21 નવેમ્બરના પ્રવીણભાઈ પરમારના ચર્ચાપત્રે ખૂબ સાચી વિગત રજૂ કરી છે. વધતાં જતાં વાહનો સાથે અશિસ્તસભર વાહનવ્યવહાર સંકળાયેલો છે! સાંજના સમો...
સ્મશાનમાં જવાનો શોખ કોઈને પણ હોતો નથી. પરંતુ જ્યારે પોતાના કે લાગતા વળગતાના સ્વજનના મૃત્યુ થવાથી અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં જવાનું થાય...
હાલ થયેલી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને જનતાદળ યુનાઈટેડ અને અન્ય નાના પક્ષોનું રાષ્ટ્રીય લોકશાહી જોડાણ મહા ગઠ (?) બંધનને પ્રચંડ હાર...
ભૂતકાળમાં લગ્ન પ્રસંગમાં મહેમાનોને પંગતમાં બેસાડીને જમાડવામાં આવતા હતા. યજમાન અંગત ગણાતા વેવાઈ-બનેવી, જમાઈ, કૂવાને મોમા મીઠાઈ મુકીને જમાડતા હતા પંગતમાં ફરીને...
ઇથોપિયાના હેઇલ ગુબિન જ્વાળામુખીના વિસ્ફોટને કારણે વિશાળ રાખનું વાદળ 25,000-45,000 ફૂટની ઊંચાઈએ ભારત પહોંચ્યું છે, જેના કારણે દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર ભારતના...
વુડા અને VMCનો માસ્ટર પ્લાન: શહેરના પૂર્વ અને પશ્ચિમને મળશે સીધું જોડાણ; પ્રોજેક્ટનું કામ અંતિમ તબક્કામાં. વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા શહેરી વિકાસ...
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ની સ્થાયી સમિતિ ના સભ્ય પદેથી ભારતીય જનતા પાર્ટી ના મ્યુનિસિપલ કોર્પોરેટર બંદીશ શાહનું સભ્ય પદ રદ કરવામાં આવ્યું...
‘નેવાના પાણી મોભે ચઢાવવાનું કામ નહીં થવા દઈએ!’ પુષ્પા વાઘેલાની સત્તાપક્ષને લલકાર; ગોયાગેટમાં ગંદા પાણી મુદ્દે સુર્વેની રજૂઆત વડોદરા મહાનગરપાલિકા ની સોમવારે...
બાજવાડાની ખત્રી પોળમાં મૃતકના પરિવારને કલેક્ટર કચેરીની ટીમ દ્વારા જાણકારી અપાઈ : વહીવટી તંત્ર દ્વારા મૃતદેહ વડોદરા લાવવા તજવીજ હાથ ધરાઈ :...
ઢાકામાં યોજાયેલા મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025માં ભારતીય મહિલા ટીમે શાનદાર પ્રદર્શન સાથે ચાઇનીઝ તાઇપેઈને 35-28થી હરાવી સતત બીજા વર્ષે પણ ચેમ્પિયન...
વ્યાપાર અને ઔદ્યોગિક વર્ગના લોકો માટે “અનિશ્ચિતા બને અવસર” વિષય પર સેમિનાર યોજાયો બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોનની સેવાઓના 60 વર્ષ પૂર્ણ થયા એ...
રાજસ્થાનનો શ્રમિક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈડમાં મજૂરી કરતો હતો :( પ્રતિનિધિ )વડોદરા,તા.24 વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન અકસ્માતની ઘટના બની હતી....
શું તમે સસ્તા સોનાની લાલચમાં છો? સાવધાન! તાંદલજામાં PCB-SOGના સંયુક્ત દરોડા: કર્ણાટકની મહિલાને ‘સસ્તું સોનું’ આપવાના નામે છેતરી હતી.ભેજાબાજોએ વિશ્વાસઘાત કરવા માટે...
કલાસરૂમનો અભાવ અને અનિયમિત લેક્ચર મુદ્દે એબીવીપીનો વિરોધ યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલરને આવેદનપત્ર પાઠવી રજૂઆત ( પ્રતિનિધિ )વડોદરા,તા.24 મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ચાલી રહેલા...
ભારતીય નૌકાદળમાં આજે સોમવારે સ્વદેશી રીતે બનેલું નવા યુગનું યુદ્ધ જહાજ INS માહે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું છે. છીછરા પાણીના ઓપરેશન...
જાહેર માર્ગને ખાનગી સંપત્તિ બનાવવાનો પ્રયાસ નિષ્ફળ; દબાણ શાખાની કાર્યવાહીથી સ્થાનિકોમાં ખુશી વડોદરા શહેરના ગોત્રી પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર 11ની કચેરીની આસપાસના...
તાંદલજા ગામમાં રહેતો યુવક પત્નીના પ્રેમમાં આડો આવતો હોય તેણીએ પ્રેમી સાથે મળી મોતને ઘાટ ઉતારી દીધો જે પી રોડ પોલીસ દ્વારા...
તમિલનાડુના તેનકાસી જિલ્લામાં આજે સોમવારે ભયાનક રોડ અકસ્માતની ઘટના સામે આવી છે. બે બસ વચ્ચે સામસામે ભયાનક ટક્કર થઈ હતી. આ જાનલેવ...
પગાર અને પીએફના પ્રશ્ને આંદોલના માર્ગે ઉતરવા ચીમકી ઉચ્ચારી પ્રશ્નોનું નિરાકરણ નહિ આવેતો 100થી વધુ સુરક્ષા કર્મીઓનું હડતાળ પર ઉતરવા એલાન (...
ફતેગંજ કલ્યાણ નગર એફોર્ડેબલ હાઉસિંગ યોજનામાં નિયમભંગ, તંત્રના ચેકિંગથી માલિકોમાં ફફડાટ વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા કલ્યાણ નગરમાં સરકારી યોજના હેઠળ બનેલા...
બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે અવસાન થતાં સમગ્ર દેશ શોકમાં ડૂબ્યો છે. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા....
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ગુવાહાટીમાં ચાલી રહેલી બીજી ટેસ્ટમાં ત્રીજા દિવસના અંતે દક્ષિણ આફ્રિકાએ મજબૂત પકડ બનાવી લીધી છે. ભારતીય ટીમ...
ભારતીય સિનેમાના સૌથી પ્રિય અને શક્તિશાળી અભિનેતાઓમાંના એક ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે અવસાન થયું છે. થોડા દિવસ પહેલા તેમને લાંબા સમયથી ચાલી...
એક મહાન અભિનેતા, સુંદર કલાકાર અને દયાળુ માનવી ધર્મેન્દ્ર હવે રહ્યા નથી. તેમનું નિધન સિનેમા જગત માટે એક આઘાતજનક ઘટના છે. ધર્મેન્દ્રની...
ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં કુંજાપુરી પાસે આજે તા.24 નવેમ્બરે એક ગંભીર બસ અકસ્માત થયો છે. કુંજાપુરી મંદિર નજીક એક શ્રદ્ધાળુથી ભરેલી બસ ખીણમાં...
બોલીવુડના હી-મેન ધર્મેન્દ્ર રહ્યાં નથી. 89ની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા. મુંબઈના વિલે પાર્લે સ્મશાન ઘાટ પર તેમના દેહના અંતિમ સંસ્કાર કરાયા....
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાનાના લગ્નને લઈને બનેલી અનિચ્છનિય પરિસ્થિતિએ સમગ્ર પરિવારને ચિંતા વચ્ચે મૂકી દીધા છે. ગત રોજ...
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
પૃથ્વી પર થઇ રહેલા હવામાન પરિવર્તનની સમસ્યાને હાથ ધરવા માટે વર્ષોથી વાર્ષિક ધોરણે હવામાન પરિષદો જુદા જુદા દેશોમાં યોજાય છે. આ વખતે તે બ્રાઝિલમાં યોજાઇ હતી. દર વખતની જેમ જ ખાસ કોઇ મોટી ફલશ્રુતી વિના આ બેઠક પુરી થઇ છે. બે અઠવાડિયાની વાટાઘાટો પછી, આ વર્ષની સંયુક્ત રાષ્ટ્રની આબોહવા વાટાઘાટો શનિવારે એક બાંધછોડ સાથે સમાપ્ત થઈ, જેને કેટલાક લોકોએ નબળાઇ ગણાવી અને કેટલાકે પ્રગતિ ગણાવી છે! COP30 પરિષદમાં અંતિમ સ્વરૂપ પામેલા કરારમાં દેશોને આબોહવા પરિવર્તનને અનુકૂલિત કરવામાં મદદ કરવા માટે વધુ નાણાંનું વચન આપવામાં આવ્યું છે, પરંતુ આપણા પૃથ્વી ગ્રહને ગરમ કરતા તેલ, કોલસો અને ગેસ જેવા અશ્મિભૂત ઇંધણથી દૂર જવાની સ્પષ્ટ યોજનાઓનો અભાવ છે. અને આ જ બાબત મહત્વની છે. જો પ્રદૂષણને કાબૂમાં લેવું હશે તો આ ઇધણોનો ઉપયોગ ઘટાડતા જવું પડશે, પરંતુ આ વખતે પણ તે અંગે કંઇ નક્કર નિર્ણય લઇ શકાયો નથી.
આ પરિષદે વિશ્વને જેટલું જોઈએ છે એવું વૈજ્ઞાનિકો માનતા હતા તેટલું કામ કર્યું નહીં. બહુ ઓછા દેશોને તેઓ જે ઇચ્છતા હતા તે બધું મળ્યું. અને આ વખતે તો વળી ખુદ કાર્યક્રમના સ્થળ પર આગ પણ લાગી! આ વખતની પરિષદની લાગણી થોડી જીત અને આગામી વર્ષે દેશો માટે વધુ પ્રગતિ કરવાની આશા સાથે મિશ્રિત છે. નેતાઓએ આબોહવા પરિવર્તન સામે લડવા માટેની સ્પષ્ટતાઓને સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે ખરો.
નેતાઓ એક દાયકાથી આબોહવા પરિવર્તનની અસરો, જેમ કે ભારે હવામાન અને સમુદ્ર સપાટીમાં વધારા સામે કેવી રીતે લડવું તે પર કામ કરી રહ્યા છે. તે કરવા માટે, દરેક દેશ પાસે પોતાની રાષ્ટ્રીય આબોહવા યોજનાઓ લખવાનું હોમવર્ક હતું. સંવેદનશીલ દેશોને આબોહવા પરિવર્તનનો સામનો કરવામાં મદદ કરવા માટે વચન આપેલા નાણાંની રકમ ત્રણ ગણી કરવા રાષ્ટ્રો સંમત થયા. પરંતુ તેમને તે કરવામાં વધુ પાંચ વર્ષ લાગશે. કેટલાક સંવેદનશીલ ટાપુ દેશોએ કહ્યું કે તેઓ નાણાકીય સહાયથી ખુશ છે. પરંતુ અંતિમ દસ્તાવેજમાં અશ્મિભૂત ઇંધણથી દૂરનો રોડ મેપ શામેલ નહોતો, જેના કારણે ઘણા લોકો સ્વાભાવિક રીતે નારાજ થયા છે.
ભારતે રવિવારે COP30 પ્રેસિડેન્સીના સમાવેશી નેતૃત્વ માટે બ્રાઝિલને ‘મજબૂત સમર્થન’ વ્યક્ત કર્યું અને તાજેતરમાં પૂર્ણ થયેલા આબોહવા સમિટમાં લેવામાં આવેલા અનેક નિર્ણયોનું સ્વાગત કર્યું હતું. નવી દિલ્હીએ ઘણા નિર્ણયો પર સંતોષ વ્યક્ત કર્યો હોવા છતાં, તેણે ખાસ કરીને COP30 ને આબોહવા પરિવર્તનના મુદ્દાઓને રોકવા માટે નીતિ ઘડવામાં સફળતા ગણાવી નથી. એક સત્તાવાર નિવેદનમાં, ભારતે શનિવારે અહીં સંયુક્ત રાષ્ટ્ર ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ (UNFCCC) COP30 ના સમાપન પૂર્ણાહુતિમાં “ઉચ્ચ-સ્તરીય નિવેદન” માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. ભારત વતી આ પરિષદમાં પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ભાગ લીધો હતો. ભારતના નિવેદનમાં COP પ્રમુખ આન્દ્રે કોરિયા દો લાગોના નેતૃત્વ પ્રત્યે ભારતનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. વધુ એક હવામાન શિખર પરિષદ કોઇ નક્કર અને મજબૂત ઢંઢેરા વિના સમાપ્ત થઇ છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે જો આવું જ ચાલતુ રહેશે તો માણસજાત હવામાન પરિવર્તનને કારણે વધુને વધુ મુશ્કેલીઓમાં સપડાતી જશે.