જાંબુવા અને તરસાલી બાદ હવે અલકાપુરી: છેલ્લા કેટલાક દિવસોમાં 3 કામદારોના મૃત્યુએ સેફ્ટી કાયદાઓના અમલ સામે ગંભીર પ્રશ્નાર્થ મૂક્યો વડોદરા શહેરની કન્સ્ટ્રક્શન...
મહારાષ્ટ્રના નાસિકમાં એક મોટો અકસ્માત થયો છે. એક ઇનોવા કાર કોતરમાં પડી ગઈ જેમાં 5 લોકોના મોત થયા. સપ્તશ્રૃંગી દેવી મંદિરથી પરત...
ભરૂચ: તા.7‘નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન’ હેઠળ સક્રિય બનેલી ભરૂચ સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપ ટીમે ભરૂચના ચાવજ ગામની સીમમાં રેઇડ કરીને પ્રતિબંધિત મેફેડ્રોન...
( પ્રતિનિધિ )વડોદરા,તા.7 વડોદરા શહેરના આજવા રોડ ઉપર ભાગ્ય લક્ષ્મીનગરમાં એક મકાન તોડવાની કામગીરી દરમિયાન એક શ્રમજીવી નવ ફૂટ ઊંચેથી નીચે પટકાતા...
ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહને લોરેન્સ ગેંગ તરફથી ધમકી મળી છે. ફોન કરનારે ચેતવણી આપી છે કે જો તે સલમાન ખાન સાથે બિગ...
( પ્રતિનિધિ )વડોદરા,તા.7 આગામી 15 દિવસમાં ત્રણ જેટલા વેસ્ટન ડીસ્ટર્બન્સ આવતા ઠંડી નું જોર વધશે ત્યારે રવિવારે વડોદરા શહેરનું મહત્તમ તાપમાન 29.2...
ઇન્ડિગોમાં ઓપરેશનલ કટોકટીનો આ સતત છઠ્ઠો દિવસ છે. દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ આજે રવિવારે 650 ફ્લાઇટ્સ રદ કરી છે. જોકે કંપની...
રામપુરના સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન અચાનક બીમાર પડી ગયા છે. તેમની બગડતી તબિયતની માહિતી મળતાં જિલ્લા હોસ્પિટલના ત્રણ ડોકટરોની એક...
ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની રવિવારે મુંબઈ અને રાજસ્થાન પોલીસે ધરપકડ કરી હતી. તેમના પર ઉદયપુરના એક ઉદ્યોગપતિ સાથે ₹30 કરોડની છેતરપિંડી કરવાનો...
છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલા ઈન્ડિગો કટોકટીને કારણે, શનિવારે 800 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. આ વલણ છઠ્ઠા દિવસે પણ...
યુનાઇટેડ સ્ટેટ્સના હવાઇયન ટાપુઓમાં સ્થિત વિશ્વના સૌથી સક્રિય જ્વાળામુખીમાંનો એક કિલાયુઆ ફરીથી જાગી ગયો છે. આગ અને લાવા અને રાખની જ્વાળાઓ 400...
ભારતની સ્ટાર મહિલા ક્રિકેટર અને ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાનાએ આખરે પોતાના અંગત જીવન અંગે ચાલી રહેલી અફવાઓ પર મૌન તોડ્યું છે. મંધાનાએ પોતાના...
કાલોલ : પંચમહાલ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. હરેશ દુધાતની સૂચના અન્વયે, હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત...
શહેરાની લાલસરી પ્રાથમિક શાળામાં ‘કલા મહોત્સવ’ની ઉજવણી લાલસરી શાળામાં કલા ઉત્સવ યોજાયો, દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને કીટ વિતરણ કરાઈ પ્રતિનિધી ગોધરા તા.07 પંચમહાલ...
નાણાં વિભાગની મંજૂરી બાદ પણ ભરતી અટકતા ગોધરામાં ઉમેદવારોની રજૂઆત ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના શિક્ષણના હિતમાં શિક્ષકોની ભરતી કરવા માંગ પ્રતિનિધી...
વડોદરા તારીખ 7 વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા પ્રધાન મંત્રી આવાસના મકાનો અપાવવાનું કહી ઠગ એજન્ટ દ્વારા ચાર લોકો પાસેથી રૂપિયા 1.78...
આસરસા ગામે સમુદ્રદેવ રૂઠ્યો,દરિયામાં ડૂબતો લાઈવ વિડીયો..!! દરિયામાં ભરતી આવતા હકડેઠઠ બેઠેલા શ્રમિકોની બોટ કિનારે ઊંઘી વળતા ભારે અફડાતફડી. સર્વે કરતી કંપનીએ...
ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર યોજના અંતર્ગત 900 કરોડના ખર્ચે હયાત રસ્તો ફોરલેન બનશે રાજસ્થાન અને માનગઢ જવું હવે થશે સરળ. પ્રતિનિધી ગોધરા...
ફાયરબ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો સદનસીબે જાનહાનિ થતા ટળી,તમામ સામાન બળીને ખાખ ( પ્રતિનિધિ )વડોદરા,તા.7 વડોદરા શહેરમાં આગ લાગવાના બનાવોમાં નોંધપાત્ર...
હાલોલ. નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા હાલોલ તાલુકાના ઊંડાણ વાળા વિસ્તારમાં બાપોટીયા ગામ ખાતે સ્વદેશી અપનાવો અને સંસ્કૃતિ બચાવો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો...
શિનોર. .શિનોર હોમગાર્ડ યુનિટ દ્વારા શિનોર નગરમાં માર્ચ રેલી અને વૃક્ષારોપણ કરી,હોમગાર્ડ સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. 6 ડિસેમ્બર ના...
દાહોદ : દાહોદના ભીટોડી ગામ નજીક નેશનલ હાઈવે પર બાઈક અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઈક પર સવાર ત્રણ યુવાનો...
ગુજરાતી સંગીત જગતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે હવે સગાઈના બંધનમાં બંધાઈ ગઈ છે. કિંજલ દવેએ ગઈ કાલે 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર...
અલાસ્કા અને કેનેડાની સરહદ નજીક ગઈ કાલે શનિવારે 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો. ભૂકંપના ઝટકા એટલા જોરદાર હતા કે આસપાસના વિસ્તારોમાં લોકો...
કાલોલ: કલા ઉત્સવ અંતર્ગત સંકુલ કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન શ્રી આર એંડ બી હાઇસ્કૂલ ડેરોલ ગામ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં શ્રીમતી...
કાલોલ: ભારતીય બંધારણના ઘડવૈયા, સામાજીક સમરસતાના મહાનાયક, ભારત રત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીની પુણ્યતિથિ નિમિતે બીજેપી પંચમહાલ જિલ્લા તેમજ કાલોલ નગર અનુસૂચિત...
ઇન્ડિગો એરલાઇન્સનું સંકટ સતત છઠ્ઠા દિવસે પણ યથાવત રહ્યું છે. આજે 7 ડિસેમ્બર રવિવારના રોજ દેશના મોટા એરપોર્ટ્સ પર ઇન્ડિગોની અનેક ફ્લાઇટ્સ...
ગોવાના આરાપોરા વિસ્તારમાં આવેલ બિર્ચ બાઈ રોમિયો લેન નાઇટ ક્લબમાં ગઈ કાલે મોડી રાત્રે ભીષણ આગ લાગી. આ ઘટનામાં કુલ 25 જેટલા...
ભારતે ત્રીજી વનડેમાં દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવીને ત્રણ મેચની વનડે શ્રેણી 2-1થી જીતી લીધી. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા ભારતને 271...
ગામલોકો અને અગ્નિશમન ટીમની મહેનતે આગ પર કાબુ મેળવ્યો ડાકોર: એક મિઠાઈની દુકાનમાં અજાણ્યા કારણોસર આગ લાગી હતી, જે ઝડપથી વિકરાળ સ્વરૂપ...
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
જાંબુવા અને તરસાલી બાદ હવે અલકાપુરી: છેલ્લા કેટલાક દિવસોમાં 3 કામદારોના મૃત્યુએ સેફ્ટી કાયદાઓના અમલ સામે ગંભીર પ્રશ્નાર્થ મૂક્યો
વડોદરા શહેરની કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર શ્રમજીવીઓની સલામતી માટે પૂરતી વ્યવસ્થાના અભાવે અકસ્માતો અને મોતની ઘટનાઓ સતત વધી રહી છે. રવિવારે અલકાપુરી વિસ્તારમાં વધુ એક શ્રમજીવીનું કામ દરમિયાન નીચે પટકાતા કરૂણ મોત નીપજ્યું છે, જેના કારણે શહેરના બાંધકામ ક્ષેત્રે સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ગણતરીના દિવસોમાં આ ત્રીજી ઘટના હોવાથી શ્રમજીવીઓની સુરક્ષાને લઈને વહીવટી તંત્રની નિષ્ક્રિયતા પર સખત ટીકા થઈ રહી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ દુઃખદ ઘટના રવિવારે સવારે આશરે 9:30 વાગ્યે અલકાપુરીની વિશ્વાસ કોલોની ખાતે આવેલી રામા સ્પેક્ટ્રા નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર બની હતી.
મૃતક શ્રમજીવીનું નામ રાજદેવ સુખદેવ રાય (ઉં.વ. 50) હતું, જેઓ મૂળ બિહાર રાજ્યના મુઝફ્ફરપુરના રહેવાસી હતા અને રોજીરોટી અર્થે વડોદરા આવ્યા હતા.
પ્રાથમિક વિગતો અનુસાર, રાજદેવ રાય ત્રીજા માળે સીડી મૂકીને કોઈ કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમનું સંતુલન ગુમાવ્યું હતું અને તેઓ નીચે જમીન પર પટકાયા હતા. આ અકસ્માતમાં તેમના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. સાઇટ પર હાજર અન્ય લોકો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે અટલાદરાની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ માથાની ગંભીર ઈજાને કારણે તેમનો જીવ બચાવી શકાયો નહોતો.
આ ઘટના અંગે અકોટા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સાઇટ પરના સુરક્ષાના ધોરણોની તપાસ શરૂ કરી છે.
નોંધનીય છે કે, વડોદરામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર સુરક્ષાના અભાવે થયેલા મોતની આ ગણતરીના દિવસોમાં ત્રીજી ઘટના છે, જે શહેરમાં સુરક્ષા પ્રત્યેની બેદરકારીની ગંભીરતા દર્શાવે છે:
ગઈકાલે (શનિવારે): શહેરના જાંબુવા ગામ નજીક આવેલી સહજ નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા એક શ્રમજીવીનું પહેલા માળે પાણી છાંટતી વખતે નીચે પટકાતા મોત થયું હતું.
તાજેતરમાં: તરસાલી બાયપાસ નજીક આવેલી કાન્હા નિર્મલ સાઇટના બીજા માળે પ્લમ્બિંગનું કામ કરતા અન્ય એક શ્રમજીવીને કરંટ લાગતા તેમનું પણ મોત નીપજ્યું હતું.
– નિયમ મુજબ કામ નહીં…
એક વાત ચોક્કસ છે કે પાલિકાની ગાઈડ લાઈન પ્રમાણે બિલ્ડરો કામ કરતા નથી. જે અધિકારીએ શહેરમાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઇડ નિયમ મુજબ થઈ રહ્યું છે કે નહીં તેનું નિરીક્ષણ કોઈ કરતું નથી. જેના કારણે શ્રમજીવીઓ ના જીવ જાય છે. સતત બની રહેલી આ ઘટનાઓ સ્પષ્ટપણે સૂચવે છે કે, વડોદરા શહેરની અનેક કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર સેફ્ટી હાર્નેસ, હેલ્મેટ, સેફ્ટી નેટ જેવા મૂળભૂત સલામતીના સાધનો અને નિયમોનું ગંભીરપણે ઉલ્લંઘન થઈ રહ્યું છે. ઊંચાઈ પર કામ કરતી વખતે શ્રમજીવીઓને પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવતી નથી, જેના કારણે તેમના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે.