Top News

More Posts

   The Latest

Most Popular

મુંબઇ (Mumbai): કોરોનાએ (Corona Virus/Covid-19) આખા વિશ્વની કાયાપલટ કરી નાંખી છે. વર્ષ 2020 લોકડાઉન અને કોરોનામાં જ પતી ગયુ. ઘણા લોકો માને છે કે આ વર્ષને તેઓ કદી પોતાના જીવનનો ભાગ ગણશે નહીં. બોલીવુડમાં પણ આ વર્ષે ઘણા ઉતાર ચઢાવ આવ્યા. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત પછી આપણે એવી ઘણી વાતો અને કિસ્સા સાભળ્યા જે આ પહેલા જાહેરમાં ઉચ્ચારાયા ન હોતા. ઘણી હસ્તીઓ માટે આ વર્ષ સારૂ રહ્યું તો ઘણા માટે આ વર્ષ સૌથી બેકાર રહ્યુ. સુશાંત કેસ પછી NCBએ એન્ટરટેઇનમેન્ટ બિઝનેસની લગભગ 92 હસ્તીઓ સામે કેસ નોંધ્યા હતા અને કાર્યવાહી કરી હતી.

દિગ્દર્શક રામ ગોપાલ વર્માએ (Ram Gopal Varma) હવે મુંબઇ છોડી દીધું છે. હા… આ સમાચાર હાલમાં જ એક મોટી સમાચાર કંપનીએ કન્ફર્મ કર્યા છે. માહિતી મુજબ રામ ગોપાલ વર્મા હવે મુંબઇમાં નહીં રહે. ના આનો અર્થ એ નથી કે તેઓ ફિલ્મો બનાવવાનું છોડી દેશે. તેઓ ફિલ્મો બનાવવાનું ચાલુ રાખશે. બસ તેઓ મુંબઇમાં રહીને ફિલ્મો નહીં બનાવે. મળતી માહિતી મુજબ રામ ગોપાલ વર્માએ હવે મુંબઇ છોડીને ગોવામાં (Goa) રહેવોનો નિર્ણય લીધો છે. તેમનું કહેવું છે કે હવે તેઓ જે ફિલ્મો બનાવવાના છે તેના માટે ગોવા એ સારી જગ્યા છે. ગોવામાં તેમની ફિલ્મને લગતા લોકેશન્સ મળી રહેશે.

રામ ગોપાલ વર્માએ કહ્યુ કે તેઓ લોકડાઉનમાં પણ હૈદરાબાદમાં હતા. રામ ગોપાલ વર્માએ કહ્યુ કે હવે બધુ પહેલા જેવુ રહ્યુ નથી. હવે તો ક્યાંય પણ બેસીને ફોન પર અને વિડીયો કોલ પર વાત કરીને કામ થઇ શકે છે. તો પછી તેના માટે મુંબઇમાં જ રહેવુ જરૂરી નથી. આવનારા સમયમાં રામ ગોપાલ વર્મા ’12 ‘o’Clock’ નામની હોરર ફિલ્મ લઇને આવાના છે. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, માનવ કોલ અને ફલોરા સૈની પણ દેખાશે. આ સિવાય રામુ એક વેબ સિરિઝ પર પણ કામ કરી રહ્યા છે.

To Top