SURAT : સુરત મનપાના ( SMC) વાહકજન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે વિવિધ મિલકતોમાં સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું...
વર્તમાન કેન્દ્ર અને રાજય સરકાર કોરોના રસીકરણ સંદર્ભે લોકો સાથે આઘાતક રમત રમી રહી છે. મન કી બાતમાં વડા પ્રધાન બધાને ડર...
વિત્યા થોડા મહિનામાં સુરતમાં બે વધુ યુનિવર્સિટી ઉમેરાઈ ગઇ, પણ તેનાથી કેટલા રાજી થવું તે તો ભવિષ્ય જ કહેશે. સામાન્યપણે આવી યુનિવર્સિટીના...
જાણે કેટકેટલા તર્કવિતર્કો. વિચારવા જેવું પણ શું? કેટલું ? કેવું? વિચારવું પણ તાર્કિક અને બૌદ્ધિક હોવું જોઇએ. તો જ તો એનો અમલ...
કોવિડ-૧૯ ની રસીને ભારતમાં આપાતકાલીન વપરાશની અનુમતિ મેળવવા માટે સૌ પ્રથમ અરજી ફાઇઝરે વર્ષ ૨૦૨૦ માં કરી હતી. સ્વાભાવિક છે કે તે...
પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ ( PNB SCAM) મામલામાં નીરવ મોદીની ( NIRAV MODI) બહેન અને સરકારી સાક્ષી પૂર્વીએ બ્રિટનના પોતાના બેન્ક ખાતામાં...
કેન્દ્ર સરકારે ફરી એક આર્થિક પેકેજ જાહેર કર્યું છે, જે હકીકતે ફકત શાસક પક્ષના લાભ પૂરતું જ મર્યાદિત થઇને રહેશે. લોકોને 6.29...
૪૮ વર્ષની રાગિણીની ઘર, પતિ, બાળકોને સાચવતી એક ઘરેડમાં બંધાયેલી જિંદગી હતી.પણ છેલ્લા થોડા દિવસથી તેનામાં ઘણા બદલાવ દેખાઈ રહ્યા હતા.તેના મોઢા...
દેશભરમાં વેક્સિન મહોત્સવ શરૂ થયાના બીજા જ દિવસથી વેક્સિનેશન સેન્ટર પર તાળાં લાગવા લાગ્યાં છે. કાં તો લોકોની લાઈનો લાગવા લાગી છે....
saputara : પ્રવાસીઓથી ઉભરાતા સાપુતારામાં પ્રવાસીઓની સુરક્ષા માટે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર સહિત પોલીસ વિભાગ ( police department ) ની ટીમ સજ્જ...
પ્રખ્યાત શાયર મુનવ્વર રાણાનાં ( MUNNAVAR RANA) પુત્ર તબરેજ ( TABREJ) પર હુમલાનાં કેસમાં એક નવો વળાંક આવ્યો છે. પોલીસની શોધમાં માલૂમ...
હજી ચાર વર્ષ અગાઉ સુધી ભારત સરકાર ‘સૌથી ઝડપથી વૃધ્ધિ પામતું અર્થતંત્ર એવો શબ્દસમૂહ વાપરતી હતી. વડા પ્રધાન એક શબ્દસમૂહ વારંવાર ઉચ્ચારતા!...
છેલ્લા કેટલાયે સપ્તાહોથી વિશ્વની અગ્રણી માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વીટર અને ભારતની મોદી સરકાર વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે અને આ સંઘર્ષ હવે વધુ...
વડોદરા: ઉત્તરપ્રદેશમાં઼઼ નાણાના જોરે મૌલવીઓ ધર્માતરણ કરાવતા સનસનાટી ભર્યા કૌભાંડમાં ગુજરાત એટીએસે ઝડપી પાડેલા શહેરના અલાઉદ્દીન શેખને આજે ડોદરા લવાા ખળભળાટ મચી...
છોટાઉદેપુર: છોટાઉદેપુર સીટી સરવે નંબર ૧૯૧૨ની જમીન ઉપર અલીરાજપુર છોટાઉદેપુર નેશનલ હાઇવે રોડને અડીને ગુરૂ ક્રૃપા સોસાયટી, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ,દવાખાના...
ગોધરા: ગોધરાના ઈસમના બેંક ખાતામાથી ૨૩ લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને છેતરપીંડી કરનારા ઠગ આકાશ દેયને ઈન્દોરથી ગોધરા સાયબર ક્રાઈમ પોલીસે...
ગોધરા: ગોધરા શહેર બી ડીવીઝન પોલીસે ઘરફોડ ચોરીના આરોપીને બકરા-બકરી સહિત ગુનામા વપરાયેલી કાર સાથે દરૂણિયા ખાતેથી ઝડપી પાડીને ૧,૩૫,૦૦૦ રૂપિયાનો મૂદ્દામાલ...
ગોધરા: બે વર્ષ પહેલા માતા અને કોરોના કાળમાં બે મહિના પહેલા પોતાના પિતા ગુમાવીને પંચમહાલ જિલ્લાના અંતરિયાળ ઘોઘંબા તાલુકાની 14 વર્ષની તેજલ...
જાંબુઘોડા/વડોદરા : પંચમહાલના શિવરાજપુર નજીક આવેલા રિસોર્ટમાં LCBએ અચાનક રેડ કરતા 7 મહિલા સિહત 26 જેટલા નબીરોઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા...
વડોદરા : સ્વચ્છતા ઝુંબેશના કાર્યક્રમમાં સફાઈ કર્મચારીઓએ સ્વચ્છતાના શપથ લીધા હતા. છાણી ગામ પાસે સેનેટરી વિભાગ ખાતે સ્થાનિક કોંગ્રેસ કોર્પોરેટર હરીશ પટેલ...
વડોદરા : કોરોનાના કપરાકાળ દરમિયાન દોઢ વર્ષ સુધી ધંધા રોજગાર ઠપ્પ બન્યા હતા.જે બાદ ધીમે ધીમે પાટા પર ગાડી આવી ત્યાંજ પેટ્રોલ...
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ બનાસ બલ્ક કેરિયરને પ્રદૂષણના મુદ્દે જીપીસીબી દ્વારા ક્લોઝર નોટિસ ફટકારવામાં આવ્યું છે. જ્યારે પર્યાવરણના નુકસાન વળતર સબબ રૂપિયા 25...
જૂન મહિનો પૂરો થયો હોવા છતાં ભરૂચ જિલ્લામાં ગયા વર્ષ કરતા આ વખતે પંદર દિવસમાં 7.39 ટકા વરસાદ વધારે પડ્યો હતો. ભરૂચ...
ઉમરપાડા તાલુકા કોંગ્રેસના વિવિધ મોરચા પ્રમુખોની નિમણૂક પક્ષ દ્વારા કરવામાં આવતાં નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન કરી અગ્રણી આગેવાનોએ અભિનંદન આપ્યાં હતાં. તાલુકા કોંગ્રેસ...
માંગરોળના વાંકલ ગામના વેરાવી ફળિયાના લોકો દ્વારા સરકારી સસ્તા અનાજની દુકાનમાં નકલી ચોખા મળતા હોવાની ફરિયાદને લઇ માંડવીના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી વાંકલ...
નિઝરના સાયલા ગામની સીમમાંથી પસાર થતા નિઝર-ઉચ્છલ હાઇવે પર ગુરુવારે સવારે ગેસના બાટલા ભરેલો એક ટેમ્પો પલટી ગયો હતો. ઉચ્છલ-નિઝર હાઇવે પર...
ભરૂચના મહાવીરનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં થોડા સમય પહેલાં એક મુસ્લિમ પરિવાર વસવાટ કરતો હતો. 32 વર્ષીય પરિણીતા નજમા રિફાકતઅલી સૈયદ સૂઈ ગઈ હોવાથી...
સાપુતારા : પ્રવાસીઓથી ઉભરાતા સાપુતારા (Saputara)માં પ્રવાસીઓ (Visitors)ની સુરક્ષા (safety) માટે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર સહિત પોલીસ વિભાગની ટીમ (Police team) સજ્જ...
સેલવાસ : સેલવાસ (selvas)ના ડોકમરડી આહીર ફળિયામાં સુએઝ લાઈન (suez line)ની સફાઈ કરવા અંદર ઉતારેલા 3 કામદારો (Worker)ના શ્વાસ ઘૂંટાતા મોત (death)...
ચીનને દબડાવવાનો પ્રયાસ કરનારાએ 140 કરોડ લોકોની પોલાદી દીવાલનો સામનો કરવો પડશે, એનું માથું ભાંગી જશે અને લોહિયાળ સંજોગોનો સામનો કરવો પડશે:...
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
SURAT : સુરત મનપાના ( SMC) વાહકજન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે વિવિધ મિલકતોમાં સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. હાલમાં શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ ઘણો વધી રહ્યો છે. જેના કારણે રોગચાળો પણ વકરી રહ્યો છે. પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારની જ મિલકતોમાં મચ્છરોનો ઉપદ્રવ મળી આવતાં 37 મિલકતને નોટિસ ( NOTICE) ફટકારવામાં આવી છે. મનપા દ્વારા મોટા ઉપાડે શહેરીજનોને મચ્છરોનો ઉપદ્રવ ન થાય તે માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે પરંતુ સરકારી મિલકતોમાં જ મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાહકજન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે તા.1 જૂનથી વીબીડીસી વિભાગના કર્મચારીઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની મિલકતોના સરવેની કામગીરીમાં જોડીને સમગ્ર શહેરમાં આવેલા તમામ કેન્દ્ર અને રાજ્ય સરકારની મિલકતોનો સરવે કરવામાં આવ્યો હતો. જેમાં કુલ 220 પ્રિમાઈસીસ ચેક કરતાં 3402 સ્પોટ સરવે કરી કુલ 58 બ્રિડિંગનો નાશ કરાવવામાં આવ્યો હતો અને 37 પ્રિમાઈસીસોના જવાબદાર નોડલ ઓફિસરને નોટિસ ઈશ્યુ કરવામાં આવી હતી અને 4 સંબંધિત મિલકતદાર પાસેથી 19,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

કઈ કઈ મિલકતોને દંડ ફટકારાયો?
કતારગામ ઝોનમાં 35 પ્રિમાઈસીસ ચેક કરતાં 15 નોટિસ આપવામાં આવી હતી અને 2 ઈસમ પાસેથી જે.પી.સ્ટ્રક્ચર, સોલિડ વેસ્ટ ટ્રાન્સફર પ્લાન્ટ.,શ્રીરામ ચોકડી પાસેથી 10,000 અને પી.દાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસાડ વોટર વર્કશોપને 2000 એમ કુલ રૂા. 12,000નો દંડ, વરાછા-એ ઝોનમાંથી 19 પ્રિમાઈસીસ ચેક કરતાં 5 નોટિસ આપવામાં આવી હતી અને 2 ઈસમ પાસેથી પાણીની ટાંકી મગોબને અને ભંડેરી લેબોરેટરી, લેપ્રસી હોસ્પિટલની સામે ભંડેરી લેબને કુલ રૂ.7000નો દંડ ફટકારાયો હતો. તેમજ સેન્ટ્રલ ઝોનમાંથી 33 પ્રિમાઈસીસ ચેક કરતાં મહિધરપુરા પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન-મહિધરપુરા, જીલ્લા પંચાયત દરિયા મહેલ, ઈએસઆઈસી વીમા ક્વાટર્સ, ફોરેન્સિક લેબોરેટરી પોલીસ ચોકી– ઉધના દરવાજાને કુલ 6 નોટિસ આપવામાં આવી હતી. રાંદેર ઝોનમાં 29 પ્રિમાઈસીસ ચેક કરાતાં બી.એસ.એન.એલ.ઓફિસ, ચિલ્ડ્રન હોમ્સ ફોર ગર્લ્સ (રામનગર),ગવર્નમેન્ટ ક્વાર્ટસ (રામનગર), પાલ આરટીઓ ઓફિસ ,એસ.ટી.ડેપો એમ કુલ 5 નોટિસ આપવામાં આવી હતી. તેમજ ઉધના ઝોનમાંથી 16 પ્રિમાઈસીસ ચેક કરતાં ખટોદરા પોલીસ સ્ટેશન–ઉધના, જી.ઈ.બી.—બમરોલી, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન–ભેસ્તાન એમ કુલ 3 નોટિસ આપવામાં આવી હતી અને અઠવા ઝોનમાં 55 પ્રિમાઈસીસ ચેક કરતાં નવી સિવિલ, દક્ષિણ ગુજરાત યુનિ., સુડા ભવન એમ કુલ 3 નોટિસ આપવામાં આવી હતી. લિંબાયત ઝોનમાં ૧૩ અને વરાછા-બી ઝોનમાં 20 પ્રિમાઈસીસ ચેક કરવામાં આવી હતી. આમ, તમામ ઝોનમાંથી કુલ 220 પ્રિમાઈસીસ ચેક કરતાં 3402 સ્પોટ સરવે કરી કુલ 58 બ્રિડિંગનો નાશ કરાવવામાં આવ્યો હતો અને કુલ રૂ.19,000નો દંડ ફટકારાયો હતો.