સુરત : એચઆઇવી (HIV), કેન્સર (Cancer), બ્લડપ્રેશર, ડાયાબિટિસ સહિતની બિમારીઓને લઇને લોકો સતત ચિંતામાં રહેતા હોય છે, તેમાં પણ જ્યારે કોરોના (Corona)...
વડોદરા : રાજ્યના માધ્યિમક તેમજ ઉચ્ચતર માધ્યિમક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12ના રિપટર ખાનગી અને પૃથ્થક વિધાર્થીઓની લેખીત પરીક્ષા લેવાનું આયોજન...
વડોદરા: રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ૧પમી જૂલાઇથી પ૦ ટકા ક્ષમતા સાથે શૈક્ષણિક કાર્ય શરૂ કરવાના નિર્ણયને પગલે શાળાઓએ તૈયારી રાખી હતી. પરંતુ...
વડોદરા : રાષ્ટ્રીય આદિવાસી એકતા પરીષદ એ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં આદિવાસીઓ પર થતા અન્યાય અને અત્યાચારના વિરોધમાં...
સુરત: ગાર્નેટ કોઇન (Garnet coin)ના મુખ્ય આરોપીઓનાં જામીન થઇ ચૂક્યાં છે. તેમાં ગાર્નેટ કોઇનનો મુખ્ય માસ્ટર બ્રેઇન (Master mind) ભાવિક કોરાટ હાલમાં...
વડોદરા: રાજય સરકાર દ્વારા એકેડેમિક પ્રોગ્રેશનના આધારે માસ પ્રમોશન આપવાનો નિર્ણય બે વાત યુનિવર્સિટીના બધાજ વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં લઇ જવામાં આવ્યા છે....
વડોદરા: શહેરના ભૂતડીઝાંપા ખાતે શુક્રવારી બજાર ભરાય છે. છેલ્લા બે વર્ષથી શુક્રવારી બજાર કોરો ના કારણે બંધ કરવામાં આવ્યું હતું. આજે પથ્થરવાળા...
વડોદરા: વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં મહાનગરપાલિકા દ્વારા બ્યુટીફીકેશન કરવામાં આવ્યું હતું ત્યારબાદથી કાચબા મૃત હાલતમાં મળી આવવાનો સીલસીલો શરૂ થયૌ...
સુરત: સુરત મહાનગર પાલિકા (SMC)ની હદમાં અને શહેરી વિસ્તારમાં જીએસટી રજિસ્ટ્રેશન (GST Registration) વિના અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ની કોઇ પણ...
માંડવી નગરમાં ઉમિયા જ્વેલર્સની દુકાન ખત્રીવાડ ફળિયા ખાતે ધર્મવીર અમૃતલાલ અખિયાણીયાની આવેલી છે. જેમાં સોનાના દાગીના ખરીદવા માટે બે ઈસમ આવ્યા હતા....
માંડવીના રેસ્ટ હાઉસ ખાતે એક્સપ્રેસ હાઈવેની સંપાદિત જમીનનો કબજો મેળવવા જમીન સંપાદન અધિકારી મિતેશ પટેલની અધ્યક્ષતામાં માંડવી અને માંગરોળના અસરગ્રસ્ત ખેડૂતો સાથે...
બારડોલી સહિત તાલુકાની શાળાઓમાં ગુરુવારથી ધોરણ-12ના નિયમિત ઓફલાઇન વર્ગો શરૂ થયા હતા. લગભગ 80 ટકા વાલીઓએ મંજૂરી આપતાં પાંચ મહિના બાદ ફરીથી...
દેશમાં વધી રહેલી મોંઘવારી માટે વર્તમાન સરકારને જવાબદાર ગણાવી તેના વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્ટેશન સર્કલથી પાંચબત્તી સુધી સાઇકલયાત્રા કાઢી...
ગુજરાતની વડી અદાલતે પાલેજ જિલ્લા પંચાયત બેઠકના સભ્ય તરીકે સલીમખાં (મલંગભાઈ) પઠાણને બેથી વધારે સંતાન હોવાથી દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે....
ભરૂચ જિલ્લામાંથી રોજગારી માટે હજારો યુવાનો સાઉથ આફ્રિકાને સ્થાયી થયા છે. લગભગ ત્રણેક દિવસથી સાઉથ આફ્રિકામાં નીગ્રો પ્રજાતિના લોકોએ આતંક મચાવી દીધો...
શુક્રવારે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગરના નવનિર્મિત રેલવે મથક અને તેના પ્લેટફોર્મ પર નિર્માણ પામેલી ફાઈવ સ્ટાર હોટેલ તેમજ સાયન્સ સિટી ખાતે...
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી ઇજનેરી, ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે ગ્રુપ –એ, ગ્રુપ બી અને ગ્રુપ એ-બીના વિદ્યાર્થીઓની ગુજકેટ 6...
અરબી સમુદ્ર પરથી સરકીને ગુજરાત પર સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમને કારણે ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના રહેલી...
સુરત: (Surat) સુરત શહેરની જીવાદોરી સમાન તાપી નદી અત્યારે કતારગામ કોઝવેથી મગદલ્લા સુધી મૃતઃપ્રાય બની ચૂકી છે. હવે સુરત શહેર માટે અત્યંત...
ભરૂચ: (Bharuch) ભરૂચની ભવ્યતા વધારતા રૂ.430 કરોડના ખર્ચે સાકાર થયેલા નવા નર્મદા મૈયા બ્રિજના (Narmada Maiya Bridge) લોકાર્પણને 24 કલાક પણ થયા...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત હવે આયુર્વેદ ક્ષેત્રમાં વિશ્વ કક્ષાએ એક નવી દિશાનિર્માણ કરશે. ગુજરાતમાં (Gujarat) આયુર્વેદ (Ayurved) શિક્ષણ ચિકિત્સા અને શોધ પદ્ધતિનો વ્યાપ...
ગાંધીનગર: કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ના રીપિટર વિદ્યાર્થીઓની (Student) આજથી પરીક્ષા (Exam) શાંતિપૂર્ણ માહોલમાં શરૂ...
પશ્ચિમ બંગાળ (west Bengal) વિધાનસભાની ચૂંટણી (Election) બાદ રાજ્યના ઘણા વિસ્તારોમાં ઉગ્ર હિંસા થઈ હતી. સેંકડો લોકોને પલાયન કરવાની ફરજ પડી હતી....
સુરત: (Surat) વન નેશન-વન ટેક્સની ગણતરી સાથે જીએસટીનો (GST) કાયદો અમલમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ આ કાયદો શરૂઆતથી કાપડ વેપારીઓ (Textile Traders)...
સુરત: (Surat) નવસારી બાદ સુરતમાં પણ બોગસ ખેડૂત (Fake Farmer) બનીને જમીનની ખરીદી કરવાનો રેલો જે રીતે પોદ્દાર બંધુઓ પર આવ્યો છે...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચૂંટણી (Election) બાદથી શહેરના ઘણા વિસ્તારોમાં ભાજપ (BJP) વિરોધ (Protest) બેનરો લાગી રહ્યા છે. ખાસ કરીને જે વિસ્તારોમાં...
રાજસ્થાન (Rajsthan)ના હનુમાનગઢ (Hanumagadh) જિલ્લાના રાવતસરની ત્રણ સગી બહેનો (3 real sistes)એ સાથે મળીને આરએએસ (Rajasthan Administrative Service) અધિકારી બનીને ઇતિહાસ (History)...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) 16મી જુલાઇએ કેટલાંક મહત્વના પ્રોજેક્ટસનું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્ઘાટન કરનાર છે સાથે જ મહત્વની યોજનાઓ દેશને સમર્પિત...
સુરત: (Surat) સુરત ક્રાઈમ બ્રાંચમાં (Crime Branch) ફરજ બજાવતા એએસઆઈની પત્નીના (Wife) નામે જહાંગીરપુરા ખાતે ગ્રીનપાર્કમાં લીધેલો પ્લોટ નાનપુરા ખાતે રહેતી મહિલાએ...
પ્રભાસ હવે કદાચ એવા ઝનૂને ચડયો છે કે હિન્દી ફિલ્મના સ્ટાર થઇને જ રહેવું. થોડું કારણ ‘બાહુબલી’ની સફળતા હશે કારણ કે હિન્દી...
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
સુરત : એચઆઇવી (HIV), કેન્સર (Cancer), બ્લડપ્રેશર, ડાયાબિટિસ સહિતની બિમારીઓને લઇને લોકો સતત ચિંતામાં રહેતા હોય છે, તેમાં પણ જ્યારે કોરોના (Corona) જેવો નવો કોઇ રોગ આવે છે ત્યારે આવા દર્દીઓનું જોખમ વધી જતું હોય છે. ત્યારે હવે લોકોને ભવિષ્યમાં કોઇ રોગ (Future disease) થશે નહી તે માટે થઇને ડીએનએ રિપોર્ટ (DNA Report) કરાવતા થઇ ગયા છે. આ રિપોર્ટના આધારે લોકો ડાયટ પ્લાન તેમજ જરૂરી દવાઓ લઇને રોગને દૂર રાખવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ સમગ્ર રિપોર્ટ મુંબઇના લેબોરેટરી (Mumbai lab)માં કરવામાં આવી રહ્યો છે. આ રિપોર્ટ વ્યક્તિના ‘થુંક’થી કરવામાં આવે છે.

એક થૂંકના સેમ્પલથી અલગ અલગ 210 જેટલા રિપોર્ટ કરવામાં આવે છે. જેમાં વ્યક્તિના શરીરની અંદરના તમામ રક્તકણોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે. માત્ર સુરતમાં જ 2800થી વધુ લોકોએ આ રિપોર્ટ કરાવ્યો હોવાનું કહેવાય છે. ખાસ કરીને પ્રેશર અને ડાયાબિટિસની બિમારી ધરાવતા વ્યક્તિઓ આ રિપોર્ટ વધારે કરાવી રહ્યા છે. આવી બિમારી ધરાવતા લોકોને જ્યારે શરીરના અન્ય ભાગે નાની-મોટી કોઇ ઇજા થઇ હોય તેઓને ઓપરેશન કરવામાં ખુબ જ તકલીફ પડે છે. ત્યારે હવે ડાયાબિટિસ અને પ્રેશના દર્દીઓ ડીએનએ રિપોર્ટ કરાવીને પરિવારને પણ રોગોથી બચાવી રહ્યા છે.
સુરતના મોટાભાગના રાજકીય નેતાઓએ આ રિપોર્ટ કરાવ્યો
ચર્ચા પ્રમાણે સુરતના મોટાભાગના રાજકીય નેતાઓ તેમજ મોટા બિલ્ડરો અને બિઝનેસમેન વ્યક્તિઓએ આ રિપોર્ટ કરાવ્યો છે. આ રિપોર્ટની કિંમત જ ખુબ વધારે હોવાથી લોકો તે ઓછા કરાવી રહ્યા છે.સુરત સહિત રાજ્યના મોટાભાગના રાજકીય નેતાઓ તેમજ મોટા માથાઓએ પોતાના પરિવારને બચાવવા માટે થઇને થુંક મારફતે ડિએનએ રિપોર્ટ કરાવ્યો છે.
શરૂઆતમાં આ રિપોર્ટ 52 હજારમાં થતો હતો, અત્યારે 38 હજારમાં જ થાય છે
શરૂઆતમાં આ રિપોર્ટ બહુ ઓછા લોકો કરાવતા હતા, તેની માંગ પણ ઓછી હોવાથી શરૂઆતના સમયે આ રિપોર્ટ રૂા. 52 હજારમાં બનતો હતો. પરંતુ રિપોર્ટ કઢાવનારાની વધતી જતી સંખ્યાને ધ્યાને લઇને આ રિપોર્ટની કિંમત ઓછી કરી નાંખવામાં આવી છે. હાલમાં આ રિપોર્ટ 38 હજારમાં જ કરી શકાય છે.
પાંચ વર્ષથી ડાયાબિટિશ અને પ્રેશરની બિમારી હોય તેવા દર્દીઓ વધુ છે
આ રિપોર્ટ કરનાર મુંબઇના ડો. નિલેશ દવેએ માહિતી આપતા કહ્યું હતું કે, તેઓની લેબોરેટરીમાં પાંચ વર્ષથી વધુ ડાયાબિટિસ અને પ્રેશરની બિમારી હોય તેવા દર્દીઓ વધુ આવ્યા છે. આવા દર્દીઓને જરૂર પડ્યે મેડિસિન આપવામાં આવે છે. જો તેઓના પરિવારને કોઇ બિમારી ન હોય તો માત્ર ડાયટ પ્લાન આપીને જ તેઓને સ્વસ્થ રાખવાની સલાહ આપવામાં આવે છે. આ ડીએનએ રિપોર્ટ માત્ર એક મહિનામાં જ આવી જાય છે.