Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા : રાષ્ટ્રીય આદિવાસી એકતા પરીષદ એ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં આદિવાસીઓ પર થતા અન્યાય અને અત્યાચારના વિરોધમાં રજૂઆત કરવામાં આવી હતી જેમાં આદિવાસીઓની જમીનને લઇને વિદેશી લોકોને આપવામાં આવે છે તેને લઈને આગામી સમયમાં 1 લાખ આદિવાસીઓ ભેગા થઈને સરકારની સામે  મોરચો કાઢી વિરોધ કરશે.

રાષ્ટ્રીય આદિવાસી એકતા પરીષદ દ્વારા આજે કલેકટર કચેરી ખાતે આદિવાસીઓ પર થતાં અન્યાય અને અત્યાચારના વિરોધમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી આદિવાસી સમાજ પર તેમની જળ જંગલ જમીન છીનવી લેવામાં આવે છે અને વિદેશી કંપનીઓ તેના પર કબજો કરી નાખે છે. 

આદિવાસીઓને બહુ ખરાબ હાલતમાં તેઓ અત્યારે જીવી રહ્યા છે. આદિવાસી સમાજ પર અન્યાય અને અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. આદિવાસીઓને મારી નાખવામાં આવે છે જેથી રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ ના અગ્રણીઓ દ્વારા 550 જિલ્લાઓમાં 3500 તાલુકા અને ત્રણ લાખ ગામડામાં જઈને તેમની હક અધિકાર માટે કે લડાઈ કરવી તેનું જનજાગૃતિ લાવવામાં આવી રહ્યું છે અને આગામી સમયમાં એક લાખ આદિવાસીઓ ભેગા થઈને સરકારની સામે મોરચો પણ કાઢશે.

To Top