Top News

More Posts

   The Latest

Most Popular

આણંદ : બોરસદના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા બે યુવકે 13 વર્ષની કિશોરીને હવસની શિકાર બનાવી હતી. આ બન્નેએ દોઢ વર્ષ પહેલા કિશોરી પર વારંવાર દૂષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દીધી હતી. બાદમાં તેનો ગર્ભપાત પણ કરાવી લીધો હતો. આ અંગે અજાણ માતા – પિતાને તાજેતરમાં સમગ્ર ઘટનાની જાણ થતાં તેઓ ચોંકી ગયા હતા અને બન્ને વિરૂદ્ધ પોલીસ ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

બોરસદના ગોરેલ ગામે રહેતા અર્જુન તળપદા નામના શખસે દોઢ વરસ પહેલા 13 વરસની કિશારી પર જાતિય અત્યાચાર ગુજાર્યો હતો. કિશોરીના માતા – પિતા સવારે મજુરી કરવા નિકળી ગયા બાદ ઘરે એકલી રહેલી કિશોરી પર નજર પડતાં ગયા વરસે ફેબ્રુઆરી મહિનામાં અર્જુન તેના ઘરમાં ઘુસી ગયો હતો અને તેનું મોઢું દબાવી દૂષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત કિશોરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જોકે, આ બનાવના બીજા દિવસે કાળીયો ઉર્ફે અલ્પેશ તળપદા નામના યુવકે પણ કિશોરી પર બળજબરી પૂર્વક જાતિય અત્યાચાર ગુજાર્યો હતો.

આ બન્ને શખસોએ વારાફરતી અનેક વખત કિશોરી પર દૂષ્કર્મ આચરતા તેને ગર્ભ રહી ગયો હતો. જોકે, આ બન્ને યુવકો તેને મજુરીના કામના બહાને સૌરાષ્ટ્ર તરફ લઇ ગયાં હતાં. જ્યાં ડોક્ટર પાસે ગર્ભપાત કરાવી નાંખ્યો હતો. જોકે, બાદમાં કિશોરી સતત બિમાર રહેતા પરિવારજનો પણ ચિંતિત બન્યાં હતાં. આખરે આ મામલે કિશોરીએ સમગ્ર વાત કરતાં પરિવારજનો ચોંકી ગયાં હતાં અને આ અંગે વિરસદ પોલીસ મથકે અર્જુન અને અલ્પેશ સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

To Top