આજે દેશ 74મો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે અને 75 વર્ષમાં પ્રવેશ કર્યો છે. દરેક ગલી મહોલ્લામાં, શાળાઓ, સોસાયટીઓ, જાહેર સ્થળોએ...
જાંબુઘોડા: બોડેલી તાલુકાના અને જાંબુઘોડા અભયારણ્યમાં ગીચ જંગલમાં આવેલ અને આજુબાજુ ડુંગરોની હારમાળા ઓની વચ્ચે બિરાજેલ હનુમાન દાદા ની અતિદુર્લભ એક જ...
ડભોઇ: ડભોઇથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત નીપજ્યું હતું.જાણવા મળતી માહિતી પ્રમાણે ડભોઇ થી કેવડિયા...
દાહોદ: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાકડખીલા ગામના ચેકપોસ્ટ ઉપરથી પોલીસે એક ટ્રકમાં ઠસોઠસ અને ક્રુરતા પુર્વક બાંધી રાખેલ અને કતલખાને લઈ જવાતી...
લીમખેડા: દાહોદના જિલ્લાના લીમખેડા ડીવાયએસપી કચેરીના તાબા હેઠળ આવેલા લીમખેડા, ધાનપુર, અને સીંગવડ સહિત ત્રણ તાલુકા માં છેલ્લા બે વર્ષ દરમિયાન ઝડપાયેલો...
મલેકપુર : મહીસાગર જિલ્લાના લુણાવાડા નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી ફોરેસ્ટ કેમ્પસના પટાંગણ ખાતે ૭૨માં જિલ્લા કક્ષાના વન મહોત્સવ-૨૦૨૧ની ઉજવણી ગુજરાત વિધાનસભાના મુખ્ય...
આણંદ : લુણાવાડાના ભાયાસર ગામે આવેલા મારુતિ સુઝુકી કારના શો રૂમની જગ્યા શ્રી સરકાર કરવા કલેક્ટરે હુકમ કરતાં ચકચાર મચી ગઈ છે....
નડિયાદ: નડિયાદ શહેરમાંથી પસાર થતી મોટી નહેરમાં શનિવારે બપોરના સમયે એકાએક જળસ્તર વધી ગયું હતું. રેલ્વે બ્રિજના પેરાફીટ સુધી પાણીનું સ્તર આવી...
વડોદરા: પાણીગેટ પોલીસ કસ્ટડીમાંથી એક માસ પૂર્વે નાસી છૂટનાર રીઢા આરોપીને ક્રાઈમબ્રાંચના પીએસઆઈ કે.જે.વસાવા, અમુલભાઈ કનકસિંહ રવિભાઈ સહિતની સતર્ક ટીમે આબાદ ઝડપી...
વડોદરા: શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં સ્થાનિક પોલીસે જુગારધામ પર દરોડા પાડી 6 જુગારીઓને પકડી પાડ્યા હતા. પોલીસે રૂ. 10,650ની મતાનો મુદ્દામાલ કબ્જે કરી...
વડોદરા : શહેરના કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સમાં આવેલ નંદલાલ જ્વેલર્સના પિતા, પુત્રની ત્રિપુટીએ કેટરિંગના અને લેબર કામના વેપારીને પ્રોફિટની લાલચ આપી સોનાના દાગીના...
વડોદરા: દેશનું સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર હવે સ્વચ્છ સર્વેક્ષણ 2021 માં દેશનું પ્રથમ વોટર પ્લસ સિટી જાહેર થઇ ચૂકયું છે ત્યારે વડોદરાને...
વડોદરા : પાલિકા આવાસ મકાનોમાં કરેલા ડ્રોની યાદી બદલી કૌભાંડના આચરવાનો મામલે વધુ વિવાદિત બની રહ્નાં છે.જોકે ભ્રષ્ટ અધિકારીઓને પરત લેવાનું પણ...
વડોદરા: પાલિકાની ઢોર પાર્ટીઍ ગાય સર્કલ પાસેથી ગાય સહિત ત્રણ ઢોરને પકડીને ગોપાલક વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. વડોદરા મહાનગર પાલિકાના ઢોર ડબ્બા...
શહેરની સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત છ ગ્રાન્ટેડ કોલેજને સરકારે પ્રાઇવેટ યુનિ. સાથે ભેળવી દેતાં વિતેલા કેટલાય દિવસથી સુરત સહિત સમસ્ત દક્ષિણ ગુજરાતમાં...
જિંગા ઉછેર માટેનો 4.74 કરોડનો માલ ખરીદી 2.59 કરોડ રૂપિયા નહીં ચૂકવતાં એક્વાકલ્ચરનો વેપાર કરતા વેપારીએ ક્રાઈમ બ્રાંચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી....
નવી સિવિલ હોસ્પિટલના ગેટ ઉપર બે દારૂડિયા મારામારી કરતા હોવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. આ બંને દારૂડિયા મોબાઈલ ચોર હોવાનું...
વીર નર્મદ યુનિવર્સિટીમાં સાડાત્રણ દાયકા દરમિયાન ભારે સન્માન સાથે નોકરી કરનારા વરિષ્ઠ સારસ્વત અને અર્થશાસ્ત્રી ડો.કિરણ પંડયાની વડોદરા ગ્લોબલ યુનિ.માં કુલપતિ તરીકે...
બોમ્બે હાઇકોર્ટે તાજેતરમાં જાહેર થયેલ માહિતી ટેકનોલોજી નિયમો, ૨૦૨૧ના એક ભાગના અમલીકરણ પર વચગાળાનો મનાઇ હુકમ આપ્યો છે જે ભાગ તમામ ઓનલાઇન...
દેશ આ વર્ષે કોરોના વાયરસની પુનરાવૃત્તિની વિનાશક અસરોમાંથી બહાર આવવાનો બાકી છે અને આ વધુ કાળજી અને સાવધાનીનો સમય છે. એમ રાષ્ટ્રપતિ...
સુરત: વેસુ વિસ્તારમાં ઓમકારસૂરિજી આરાધના ભવનમાં પંન્યાસ પ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજની પાવન નિશ્રામાં સાયણના સંગીતાબેન હિતેશકુમાર શાહની માસક્ષમણ (30 ઉપવાસ)ની તપશ્ર્વર્યા નિમિતે તપના...
આજે હૈતીમાં ૭.૨ મેગ્નીટ્યુડનો ભૂકંપ આવ્યો હતો જેનું ઉદગમબિંદુ રાજધાની પોર્ટ ઓફ પ્રિન્સના પશ્ચિમે ૧૨૫ કિમી દૂર હતું. હૈતીના નવા વડાપ્રધાન એરિઅલ...
શહેરમાં કોરોનાનું સંક્રમણ હાલ નહીવત પ્રમાણમાં છે. છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં પ્રતિદિન પાંચથી પણ ઓછા પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. શનિવારે શહેરમાં...
26 વર્ષ પહેલાં સુરતમાં 12 હજારની વિડીયો અને કેસેટ ભાડે લઇ જવાનું કહી ચોરી કરવાના કેસમાં વેશ બદલી રહેતા યુવકને ક્રાઇમ બ્રાન્ચે...
નવી દિલ્હી, તા.14 ભારત સરકાર બીમારીથી પીડિત હોય તેવા 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોનું રસીકરણ ટૂંક સમયમાં શરૂ કરી શકે છે. જો...
સુરત: વિતેલા દોઢ વર્ષથી કોરોનાની મહામારીને પગલે પાટા ઉપરથી ઉતરી ગયેલા શિક્ષણતંત્રને રાબેતા મુજબ કરવા મથામણ શરુ થઇ ગઇ છે. સરકારે તબક્કાવાર...
સુરત: કેન્દ્ર સરકાર દ્વારા દેશનું 2 મેગા ટેક્સટાઇલ પાર્ક અને ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં 7 નવા ટેક્સટાઇલ પાર્ક ઊભા કરવાની જાહેરાત પછી...
શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ખાસ સેનેટ સભાએ આજે તા.14મી ઓગસ્ટ 2021ના રોજ ઇતિહાસ રચ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની...
સુરત: શહેરના વેસુમાં આવેલા ટાઇટેનિયમ સ્કેવરમાં 2200 સ્કવેર ફિટ જગ્યામાં ભારતનું પ્રથમ ડાયમંડ ઓક્શન હાઉસ GJEPC દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જેનું...
સુરત શહેર સહિત સમસ્ત દક્ષિણ ગુજરાતના નર્સિંગ ક્ષેત્રે સંકળાયેલા બ્રધર, સિસ્ટર તેમજ સ્ટુડન્ટસ સહિત ટીચર્સ આલમમાં આજે ખુશીને લહેર ફરી વળી છે.આ...
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?

આજે દેશ 74મો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે અને 75 વર્ષમાં પ્રવેશ કર્યો છે. દરેક ગલી મહોલ્લામાં, શાળાઓ, સોસાયટીઓ, જાહેર સ્થળોએ તેમજ જુદી જુદી કચેરીઓમાં આન બાન અને શાન સાથે ત્રિરંગો ફરકાવીને તેને સલામી આપવામાં આવી. આ દિવસ દેશ માટે ખૂબ જ મહત્વનો છે અને તે એટલા માટે છે કે આજ દિવસે દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થઇને આઝાદ થયો હતો. હજારો યુવાનોએ કુરબાની આપીને દેશની ધરતી લાલ કરી ત્યારે આજે આપણે આકાશને આંબતા ત્રિરંગાને લહેરાતો જોઇ શકીએ છીએ. લાખો લોકોએ કુરબાની આપીને અંગ્રેજોને તો કાઢી મૂક્યા પરંતુ હકીકત એ છે કે, ગોરા અંગ્રેજ તો દેશ છોડીને ચાલ્યા ગયા પરંતુ દેશવાસીઓ હજું પણ કાળા અંગ્રેજોની ગુલામી કરી રહ્યાં છે.
એક સમયના દેશના વડા પ્રધાન અટલ બિહારી બાજપેયીના શબ્દ હતાં કે, દેશવાસીઓને ન્યાય, સ્વાસ્થય અને શિક્ષણ મફત મળવું જોઇએ તો જ દેશ પ્રગતિના પંથે આગળ વધશે પરંતુ આજે વાસ્તવિકતા જુદી છે, દેશવાસીઓ આઝાદીની ખુલ્લી હવા માણવાને બદલે કાળા અંગ્રેજોની ગુલામીની ગુંગળામણ સહન કરી રહ્યાં છે. ન્યાય મફતમાં મળવાની વાત તો દૂર રહી પરંતુ સસ્તો મળે તો પણ નસીબ કહેવાય, આજે નાની નાની વાતે દેશનો નાગરિક કોર્ટ કચેરીના ધક્કા ખાઇ રહ્યો છે. વાસ્તવિકતા એ છે કે, કોર્ટના ધક્કા ખાઇ ખાઇને માણસની અડધી જિંદગી પૂરી થઇ જાય છે અને ન્યાય મળતાં એટલા વર્ષ નીકળી જાય છે કે તેના ઘરબાર વેંચાઇ જાય છે.
હવે વાત કરીએ સ્વાસ્થયની તો તેમાં પણ એવી જ સ્થિતિ છે. સામાન્ય રોગમાં પણ હોસ્પિટલનું બિલ લાખોમાં થઇ જાય છે અને તબીબી વ્યવસાય જેને વ્યવસાય તો કહી શકાય તેમ નથી તબીબોનો ધંધો 25 થી 50 ટકાની કટ પ્રેક્ટિસ પર ચાલી રહ્યો છે અને છેલ્લે વાત કરીએ શિક્ષણની તો સરકારી શાળાઓમાં સારા શિક્ષણને અભાવે ખાનગી શાળાઓનો રાફડો ફાટી નીકળ્યો છે અને સીનિયર અને જૂનિયર કેજી જેવા શરૂઆતના તબક્કામાં પણ ખાનગી શાળાના સંચાલકો 50 થી 70 હજાર જેટલી ફી વસૂલી રહ્યાં છે અને દેશનો નાગરિક આ પદ્ધતિઓ સામે રીતસરનો ઘૂંટણિયે પડી ગયો છે.
આવી સ્થિતિનું નિર્માણ એટલા માટે થઇ રહ્યું છે કે, મફત ન્યાય, શિક્ષણ અને સ્વાસ્થ્ય અપાવવાની જેમની જવાબદારી છે તેવા સરકારી અધિકારીઓ અને નેતાઓ શિક્ષણ, ન્યાય અને સ્વાસ્થયની પ્રણાલીને તહસ નહસ કરી નાંખનારાઓના ઇશારે નાચી રહ્યાં છે. આ લોકો જ કાળા અંગ્રેજ છે જેઓ તેમની ફરજ ભૂલીને મૂડીપતિઓના ખોળામાં સૂઇ ગયા છે. દેશ તો આઝાદ થઇ ગયો પરંતુ દેશવાસીઓને આ કાળા અંગ્રેજોની ગુલામીમાંથી ક્યારે મુક્તિ મળશે તેની રાહ હજી પણ દેશ માટે ફના થઇ ગયેલા શહિદો જોઇ રહ્યાં છે.
આજે દેશના નાગરિકો એટલી હદે લાચાર બની ગયા છે કે, એક પણ કામ લાઇનમાં ઊભા રહ્યાં વગર થતાં નથી. કોરોનાકાળમાં વેક્સિન લેવા માટે પણ વલખાં મારવા પાડી રહ્યાં છે. નેતાઓ વેક્સિનેશનની મોટી મોટી વાત કરે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે જાન્યુઆરી 16 2021થી વેક્સિનેશન શરૂ થયું પરંતુ હજી ફ્રન્ટલાઇન વોરિયર્સ તેમજ આરોગ્ય કર્મચારીઓનું વેક્સિનેશન પણ પૂર્ણ થઇ શક્યું નથી અને આ જવાબદારી સરકાર અને સરકારી બાબુઓની છે. આ કાળા અંગ્રેજો સામે દેશનો નાગરિક બીચારો બની ગયો છે અને આ સિસ્ટમ સામે અવાજ ઉઠાવી શકે તેવો કોઇ જ વર્ગ બચ્યો નથી. ગરીબોનો અવાજ કોઇ સાંભળતું નથી. મધ્યમ વર્ગ તો તેનું ગુજરાન ચલાવવામાંથી બહાર નીકળી શકતો નથી એટલે તે અવાજ ઉઠાવતો નથી જ્યારે તવંગર વર્ગને અવાજ ઉઠાવવાની જરૂરિયાત નથી.