Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: અગાઉના ઝઘડાની અદાવત રાખીને શ્રમજીવીને એકટીવાની ટક્કર મારીને હુમલાખોર  ત્રિપુટીએ લાકડાના દંડાથી ફટકારીને માથુ ફોડી નાખ્યુ હતુ. વારસીયા મેલડી માતાના મંદિર પાસે ખારી તલાવડી નજીક રહેતા બકાજી મહેશચંદ્ર ગુપ્તા પ્લમ્બીંગ કામની છુટક મજૂરી કરીને ૪ સંતાન સાથે પરીવારનો જીવન નિર્વાહ ચલાવે છે. તેમના મહોલ્લામાં જ રહેતા નિલેશ ગુલશન પાટણવાડીયા અને અર્જુન દલપત ઠાકોર આજે એકટીવા લઇને નિકળ્યા હતા. વાહન ચાલકે બકાજીને એકટીવાની ટક્કર મારતા જોઇને વાહન ચલાવવા ટકોર કરી હતી. ભૂતકાળમાં પણ બન્ને ઇસમો સાથે તકરાર થઇ હોવાનો રોષ રાખીને માથાભારે ઇસમોએ બેફામ ગાળાગાળી કરીને મારઝુડ કરતા બકાજી દોડીને પોતાના ઘરમાં આવી ગયા હતા.

બન્ને ઇસમો રાકેશ પાટણવાડીયા સાથે બળજબરીથી ઘરમાં ઘુસી ગયા હતા અને નિલેશ લાકડાના દંડાણી ફટકાર્યા હતાો બકાજીના ઘરમાં પડેલ ત્રિકમના દંડા વડે અર્જુન પણ હુમલો કર્યો હતો. માથામાં દંડાના ફટકાથી માથુ ફૂટી જતા બકાજીએ શોરબકોર મચાવી મુકયો હતો. બચાવ અર્થે દોડી આવેલા પડોશીઓનુ ટોળુ જોઇને હુમલાખોરો તુરંત નાસી છૂટયા હતા. ઇજાગ્રસ્ત બકાજી તેમના પત્ની અનીતા સાથે વારશીયા પોલીસ મથકે જતાપોલીસે હોસ્પિટલની યાદી આપી હતી. લોહી નીકળતી હાલતમાં બકાજીએ જમનાબાઇમાં સારવાર કરાવતા માથામાં ૩ ટાંકા આવ્યા હતા. પોલીસે ત્રિપુટી વિરુદ્ધ ગુનો નોધ્યો હતો.

To Top