ભાજપ નેતા અને એક્સ-આર્મીમેન વિરુદ્ધ કલેક્ટર-કમિશનરને ફરિયાદ; ‘હું નેતા છું, તમારો કેસ નહીં લેવાશે’ તેવી ધમકી! વડોદરા શહેર નજીક રણોલી ખાતે આવેલી...
સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ સાત માળની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આજે 10 ડિસેમ્બર સવારે મોટી આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી....
આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ધુરંધર’ને લઈને જૂનાગઢમાં તીવ્ર વિરોધ ઉભો થયો છે. આ ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત...
લોકસભામાં ચૂંટણી સુધારા પર બે દિવસીય ચર્ચા યોજાઈ હતી. આજે બુધવારે ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, ડિમ્પલ યાદવ, રવિશંકર...
ગોવાના આર્પોરામાં આવેલા ‘બિર્ચ બાય રોમિયો લેન’ નાઇટ ક્લબમાં ગઈ તા. 6 ડિસેમ્બરે લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા બાદ ક્લબના...
રોયલ્ટી બંધ હોવા છતાં ગાડીઓ ક્યાંથી ભરાય છે? – લોકોમાં ચર્ચા પ્રતિનિધિ : બોડેલી છોટાઉદેપુરના ખાણ-ખનીજ વિભાગની નસવાડી નજીક આવેલી ધામસિયા ચેકપોસ્ટ...
સામાન્ય રીતે શનિ અને રવિવારે શેરબજાર બંધ રહેતું હોય છે, પરંતુ આવતા વર્ષે એક રવિવાર એવો હશે જ્યારે શેરબજાર ખુલશે અને વેપાર...
સાવલી, તા. 10: સાવલી તાલુકાના ઝુમખા ગામની સીમમાં આજે સવારે ખેતરમાં પાણી મૂક્તા યુવાન ખેડૂત જગદીશભાઈ પરમાર (34) ને વીજ કરંટ વાગતા...
ઈન્ડિગોનું સંકટ હજુ સંપૂર્ણપણે સમાપ્ત થયું નથી. આજે બુધવારે પણ 300થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ હતી. દરમિયાન દિલ્હી હાઈકોર્ટમાં પણ ઈન્ડિગો સંબંધિત...
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરને ‘વીર સાવરકર ઇન્ટરનેશનલ ઇમ્પેક્ટ એવોર્ડ 2025’થી સન્માનિત કરવાની જાહેરાત બાદ રાજકીય હલચલ મચી ગઈ...
શિનોર શિનોર : સોશિયલ મીડિયા પર મિત્રતા કરવી વડોદરાના 68 વર્ષીય વૃદ્ધને ભારે પડી ગઈ હતી. ફેસબુક પર ‘પિંકી પટેલ’ નામની યુવતી...
કવાંટ : કવાંટના પરેશભાઈ રાઠવા નામના યુવક દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ખૂંખાર નક્સલવાદી હિડમાના સમર્થનમાં રીલ પોસ્ટ કરતા પોલીસે તાત્કાલિક કાયદેસર...
ભારતે મંગળવારે કટક ટી20માં દક્ષિણ આફ્રિકાને 101 રનથી કચડી નાખ્યું. હાર્દિક પંડ્યાએ બેટ અને બોલ બંનેથી ધમાકેદાર પ્રદર્શન કર્યું. પંડ્યાએ શાનદાર પ્રદર્શન...
ગોરવા દશામાં મંદિર પાસે હાઉસિંગ બોર્ડની જમીન પર VMCનું મેગા ડિમોલિશન: 200થી વધુ ગેરકાયદે ઝૂંપડા તોડી પડાતા શ્રમજીવીઓના હાલ બેહાલ, પોલીસે પરિસ્થિતિ...
પ્રતિનિધી ગોધરા તા.10 ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીની રાજ્ય વિધાનસભાની સૌથી મહત્વપૂર્ણ નાણાકીય સમિતિ પૈકીની એક એવી જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્તિ...
આજે ICC (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ) ની નવી રેન્કિંગ જાહેર કરવામાં આવી હતી. 38 વર્ષીય રોહિત શર્મા અને 37 વર્ષીય વિરાટ કોહલી અનુક્રમે...
ગાંધીનગર : સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અંતર્ગત મર્યાદિત શાળા પસંદગીના કારણે શાળા ફાળવણી ના થયેલી હોય તેવા (List-A) મુજબ...
રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા આજે 10 ડિસેમ્બર 2025ના રોજ મહત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારે ગુજરાત...
અમદાવાદ: GLS યુનિવર્સિટીએ ઓસ્ટ્રેલિયાની SAE ઇન્સ્ટિટ્યૂટ સાથે મળીને ગ્લોબલ બી. ડિઝાઇન (ઓનર્સ) કોર્સ શરૂ કર્યો છે. આ ઈનોવેટીવ ચાર વર્ષનો અંડર ગ્રેજ્યુએટ...
ગાંધીનગર: કેન્દ્રના ચૂંટણી પંચ દ્વારા તા.27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR ઝુંબેશનો ગણતરીનો તબક્કો તા.11 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ રહ્યો...
ફરાર થઈ ગયેલા ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ પ્રતિનિધી ગોધરા તા.10 પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક દરૂણિયા ગામ બાયપાસ પર એક ટેન્કર પલટી ખાઈ...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના શતાબ્દી સમારોહ તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં RSS વડા મોહન ભાગવતે મુખ્ય અતિથિ તરીકે હાજરી...
અમદાવાદ: સુરતની કંપનીના માલિક દ્વારા બનાવટી દસ્તાવેજનો ઉપયોગ કરી ખોટી રીતે નિષ્ક્રિય બેંક ખાતામાં બંધ થયેલી ૩૬.૧૭ કરોડની જૂની નોટો બેંકમાં જમા...
પ્રખ્યાત બંગાળી લેખક બંકિમચંદ્ર ચેટર્જીએ 1875માં વંદે માતરમ લખ્યું હતું. પાછળથી, તેમણે આ ગીતને તેમની પ્રખ્યાત નવલકથા ‘આનંદ મઠ’માં શામેલ કર્યું. અંગ્રેજો...
ભારતના દિવાળીના તહેવારને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક નિર્ણય પર ખુશી વ્યક્ત કરતા...
એકલા ગુજરાતમાં ૩.૫ લાખથી વધુ સ્ટ્રીટ ડોગ હોવાનો અંદાજ છે. એકલા ગુજરાતમાં જ વર્ષે ૨૦૨૪માં કૂતરા કરડવાના ૪,૮૦,૪૨૭ કેસ નોંધાતા રાષ્ટ્રીય રોગ...
વડોદરામાં ગરીબોના મકાનનું સપનું તોડ્યું: હાઉસિંગ વિભાગના એક અધિકારીની ગેરહાજરીએ સેંકડો લાભાર્થીઓને રડાવ્યા! એક તરફ ઠંડી અને બીજી તરફ અધિકારીની મનમાની; જવાબદાર...
લગ્નની મોસમ પૂરબહારમાં ખીલી રહી છે. જે પરિવારમાં લગ્ન પ્રસંગ હોય એનો ઉત્સાહ જ અનેરો હોય છે. પરંપરાગત વિધિ દ્વારા લગ્ન પ્રસંગ...
હમણાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે એવું નિવેદન આપ્યું કે જવાહલાલ નહેરું સરકારી ખર્ચે બાબરી મિસ્જદ બનાવાવા માંગતા હતાં પણ સરદાર પટેલે અટકાવ્યા. ભાજપમાં...
કશ્મીર બે વાર જવાનું થયું. કશ્મીરની ઘણી બધી ઓળખમાં એક ઓળખ છે ચિનારના વૃક્ષો – જેનાં સુંદર પર્ણોની ઝલક કશ્મીરની કલાકારીગરીમાં અવશ્ય...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
ભાજપ નેતા અને એક્સ-આર્મીમેન વિરુદ્ધ કલેક્ટર-કમિશનરને ફરિયાદ; ‘હું નેતા છું, તમારો કેસ નહીં લેવાશે’ તેવી ધમકી!

વડોદરા શહેર નજીક રણોલી ખાતે આવેલી એક ખાનગી કંપનીના કર્મચારી પર એક દિવસનો પગાર જબરજસ્તી કપાવવાની અદાવતમાં જીવલેણ હુમલો થતાં ચકચાર મચી ગઈ છે. હુમલાખોરોમાં ભાજપના એક નેતા અને નિવૃત્ત આર્મીમેનનો સમાવેશ થતો હોવાથી મામલો ગરમાયો છે. ભોગ બનનાર કર્મચારીએ જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનર કચેરીએ લેખિતમાં ફરિયાદ નોંધાવીને કાર્યવાહી અને સુરક્ષાની માંગ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, રણોલી ગામના રહેવાસી પ્રજેશ પટેલ જવાહર નગર પોલીસ મથકની હદમાં આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આ કંપનીના કર્મચારીઓ વચ્ચે એક આંતરિક સમજૂતી છે કે, જો કોઈ કર્મચારીનું અકાળે મૃત્યુ થાય તો તેના પરિવારની સહાય માટે અન્ય કર્મચારીઓ સ્વેચ્છાએ એક દિવસનો પગાર જતો કરી શકે છે. આ માટે કર્મચારીએ પોતે અરજી કરવાની રહે છે.
થોડા દિવસો પહેલા કંપનીના એક કર્મચારીનું અકાળે મૃત્યુ થયું હતું. મૃતક કર્મચારીના પત્ની કે સંતાનો ન હોવાથી, કંપનીના આશરે 200 કર્મચારીઓમાંથી 160 જેટલા કર્મચારીઓએ તેમનું વેતન ન કાપવામાં આવે તેવી અરજી કંપની સત્તાધીશોને કરી હતી. આના કારણે મૃતક કર્મચારીના ભાઈ અને પિતાને વળતર પેટે ઓછી રકમ મળી હતી. આ વાતની અદાવત રાખીને તેઓએ પગાર નહિ કપાવનાર કર્મચારીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું.
પગાર નહિ આપનાર કર્મચારી પ્રજેશ પટેલ 8 તારીખે જ્યારે કંપનીમાંથી બહાર આવ્યા, ત્યારે તારક મહીડા, નરેન્દ્ર મહીડા, મનીષ રાજપૂત (નિવૃત્ત આર્મીમેન) તેમજ દીપક રબારી સહિતના ટોળાએ તેમને આંતર્યા હતા. પગાર નહિ કપાવવાની અદાવત રાખીને આ ટોળાએ હથિયારો વડે પ્રજેશ પટેલ પર જીવલેણ હુમલો કરીને માર માર્યો હતો. આ મામલો જવાહરનગર પોલીસ મથકે પહોંચ્યો છે.
હુમલો કરનાર પૈકીનો એક આરોપી દીપક રબારી વડોદરા તાલુકા ભાજપમાં મંત્રી તરીકેનો હોદ્દો ધરાવે છે. પીડિત પ્રજેશ પટેલે આક્ષેપ કર્યો છે કે દીપક રબારીએ જાહેરમાં ધમકી આપતા કહ્યું હતું કે, “હું ભાજપનો નેતા છું, તમારો કોઈ કેસ લેવાશે નહિ.” આ ઉપરાંત, નિવૃત્ત આર્મીમેન મનીષ રાજપૂતે પણ ગામ વચ્ચે કર્મચારીને મારીને ફટાકડી ફોડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ભાજપમાં હોવાના હોદ્દાનો દુરૂપયોગ કરીને કર્મચારીઓને ડરાવીને તેમનું વેતન કપાવવા માટે સહી કરવા દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું પણ ફરિયાદીનું કહેવું છે.
આ ઘટના બાદ કંપનીના કર્મચારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. આ ટોળકીએ કર્મચારીઓ અને ગામના રહીશોમાં ભયનું વાતાવરણ ઊભું કરી દીધું છે.
ભાજપના નામે અને એક્સ આર્મીના નામે કર્મચારીઓને ધમકાવીને માર મારતા તત્વો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની અને કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગણી સાથે પ્રજેશ પટેલ સહિત અન્ય કર્મચારીઓએ જિલ્લા કલેક્ટર તેમજ પોલીસ કમિશ્નર કચેરીએ લેખિતમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે.