છત્તીસગઢના બકરકટ્ટામાં આજે 8 ડિસેમ્બરે મોટી સફળતા મળી છે. કુખ્યાત નક્સલી કમાન્ડર રામધર મજ્જીએ તેના 11 સાથીઓ સાથે આત્મસમર્પણ કર્યું છે. રામધર...
ખુલ્લા હથિયાર સાથે રીક્ષા પર ચડી બનાવ્યો વીડિયો ગુંડાગીરીનો વીડિયો થયો વાયરલ પુષ્પા ફિલ્મના બહુચર્ચિત ડાયલોગ બોલીને બનાવ્યો વિડિઓ પોતાની રિક્ષા પર...
( પ્રતિનિધિ )વડોદરા,તા.8 અંકોડિયા ગામમાં ખુલ્લા ખેતરમાં બનાવેલા ફરાસખાનાના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. બનાવને પગલે ફાયર બ્રિગેડની 3 સ્ટેશનની...
પોલીસે ₹7.56 લાખની ફરિયાદ નોંધી, ઘડિયાળી પોળ વિસ્તારમાં સઘન તપાસ શરૂ વડોદરા: મહારાષ્ટ્રના થાણે પશ્ચિમમાં રૂમવાલ ફ્લેટમાં રહેતા અને યુકેમાં કેરટેકર તરીકે...
સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. ગૃહમાં બિલો પર ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન SIR અને BLO મૃત્યુ, ઈન્ડિગો કટોકટી અને...
વિપક્ષના એક નેતાએ પૂર્વ વિસ્તારમાં ગાડી પકડી; કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની પાલિકામાં રજૂઆત વડોદરા : શહેરની સ્વચ્છતા જાળવવા માટે મહાનગરપાલિકા દ્વારા...
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના અવસાનને આજે 14 દિવસ થયા છે. ગત તા.24 નવેમ્બરે ધર્મેન્દ્રએ દુનિયાને અલવિદા કહ્યું હતું. તેમના અંતિમ સંસ્કાર પરિવાર...
અમદાવાદ : ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમીત શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ.૧૫૦૭ કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસના...
ગાંધીનગર : 2027ની વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને મજબૂત થતી અટકાવવા માટે હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેજ ગતિએ રાજકીય કવાયત...
ભારતના કેટલાક કટ્ટર હિન્દુઓ આજે પણ બાબરી મસ્જિદનું નામ સાંભળીને ભડકી જાય છે, પણ કદાચ તેમને ખબર નથી કે બાબરી મસ્જિદના બદલામાં...
ગાંધીનગર : બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વડા તરીકે પ્રમુખસ્વામી મહારાજની વરણીને ૭૫ વર્ષ પૂરા થવા નિમિત્તે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર પ્રમુખ વરણી અમૃત...
એક સુંદર દૃષ્ટાંત કથા છે.એક દિવસ એક નાનકડો છોકરો તેની મા સાથે મેળામાં ફરવા ગયો અને માની આંગળી પકડીને તે મેળામાં ફરી...
હોતા હૈ, ચલતા હૈ ! એ કલ્ચરને ભારત સરકાર સુધારી શકી નથી, બલ્કે વધુ વણસ્યું તેનું બોલકું ઉદાહરણ જોયું. હજી હમણા તો...
તાજેતરમાં ક્રિશ્ચિયન ઉપર હુમલાઓ અને સામુહિક કતલના બનાવોને લઈને નાઇજિરિયા સમાચારોમાં ચમક્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાઇજિરિયામાં ક્રિશ્ચિયન સમુદાય પર થતા...
ધન્નીપુર ગામ અયોધ્યાથી લગભગ 20 કિલોમીટર દૂર છે. આ ગામ છેલ્લાં કેટલાંક વર્ષોથી ચર્ચામાં છે, કેમકે, સરકારે અહીં મસ્જિદ બનાવવા માટે જમીન...
દેશમાં ઇન્ડિગો એરલાઇન્સની કટોકટી સતત સાતમા દિવસે પણ જોવા મળી છે. સ્ટાફની અછત અને ઓપરેશનલ ગડબડને કારણે આજે 8 ડિસેમ્બર સોમવારે પણ...
વંદે માતરમ્ આ બે શબ્દો જ નથી કે કોઇ સામાન્ય ગીત નથી. ભારતીય જનતાના અવાજમાં એને ગાતા જ દેશ પ્રત્યેનો પ્રેમ ઉભરી...
પુરપાટ દોડતી ગાડીઓમાંથી જીપ્સમ ઢોળાતા લોકોના સ્વાસ્થ્ય પર અસર છેલ્લા 40 વર્ષથી અહીંયા રોડ નથી બન્યો,રજુઆતની અવગણના ( પ્રતિનિધિ )વડોદરા,તા.8 વડોદરા શહેર...
જયારે લતાજી અને આશાજીએ ગુજરાતી ગીતોમાં પદાર્પણ કરવાનું શરૂ કર્યું હતું, લગભગ એ જ સમયગાળામાં શરૂમાં ગીતા રોયના નામથી ગુજરાતી ગીતો અને...
એક તરફ ભારતને વિશ્વની મહાસત્તા બનાવવાની વાતો કરવામાં આવે છે અને બીજી તરફ સરકાર દ્વારા કામગીરી જ એવી કરવામાં આવે છે કે...
ભારતભૂમિ પ્રાચીન સંસ્કૃતિની એક ભૂમિ છે. સંસ્કૃતિની મિસાલ છે. પ્રાચીન સમયમાં પણ એનો ડંકો વાગતો અને વિશ્વગુરુ બની પૂજાતો દેશ હતો. સાડા...
થોડા દિવસથી ગુજરાતમાં મુખ્ય સમાચારમાં કોઈ પટ્ટાઓ ઉતારી દેવાની તો કોઈ સંસ્કારની વાતો ચાલે છે. સામાન્ય રીતે સવાલ સત્તા પક્ષને કરવાના હોય....
કલર્સ ટીવીના લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ 19’ નો ગ્રાન્ડ ફિનાલે ગઈ કાલે 7 ડિસેમ્બરે યોજાયો અને અંતે ગૌરવ ખન્નાને વિજેતા જાહેર...
હવે શિયાળો શરૂ થઇ ગયો છે. માટે શિયાળામાં શરીરની ખાસ કાળજી લેવી જરૂરી છે, જે નીચે પ્રમાણે છે. (1) ગરમ કપડાં પહેરો....
કોલસાની આગથી ચાલતી ગાડી પ્રારંભકાળમાં ‘‘આગગાડી’ કહેવાઈ પણ તે પછી વીજશક્તિ કામે લગાડાઈ. ભારતમાં ચારે દિશામાં રોજ દોડતી એ ગાડીનો લાભ રોજનાં...
સબકી પરવાહ કરનેવાલા ચલા ગયા. જાણીતી અભિનેત્રી આશા પારેખના ધર્મેન્દ્રના અવસાન સમયના આ શબ્દો એકદમ સાચા છે. એક વાર જાણીતી ફિલ્મ ‘ફૂલ...
એક વિદ્વાન તત્ત્વચિંતકે કહ્યું છે કે, વિશ્વની સમગ્ર ભાષાઓમાં અઘરામાં અઘરો શબ્દ કે વાક્ય હોય તો એ મારી ભૂલ થઇ છે. ઘણા...
હાલોલ: હાલોલ નગરના ઔધોગિક વિસ્તારમાં આવેલી રૂબામીન કંપનીમાં આજે મોડી સાંજે કંપની માં ફર્નેશ ઓઈલની ટેન્ક ધડાકાભેર ફાટતા આગ લાગી હતી. બનાવને...
જાંબુવા અને તરસાલી બાદ હવે અલકાપુરી: છેલ્લા કેટલાક દિવસોમાં 3 કામદારોના મૃત્યુએ સેફ્ટી કાયદાઓના અમલ સામે ગંભીર પ્રશ્નાર્થ મૂક્યો વડોદરા શહેરની કન્સ્ટ્રક્શન...
મહારાષ્ટ્રના નાસિકમાં એક મોટો અકસ્માત થયો છે. એક ઇનોવા કાર કોતરમાં પડી ગઈ જેમાં 5 લોકોના મોત થયા. સપ્તશ્રૃંગી દેવી મંદિરથી પરત...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
છત્તીસગઢના બકરકટ્ટામાં આજે 8 ડિસેમ્બરે મોટી સફળતા મળી છે. કુખ્યાત નક્સલી કમાન્ડર રામધર મજ્જીએ તેના 11 સાથીઓ સાથે આત્મસમર્પણ કર્યું છે. રામધર મજ્જી નક્સલવાદના સૌથી મોટા નામોમાંનું એક માનવામાં આવે છે અને તેને નક્સલવાદનો સૌથી ખતરનાક કમાન્ડર ગણાતો હતો. તેના પર સરકાર દ્વારા 1 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરાયું હતું. આ આત્મસમર્પણ બાદ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢનો ઝોન અધિકૃત રીતે નક્સલમુક્ત જાહેર થયો છે.
ઉચ્ચ રેન્કના નક્સલીઓનું આત્મસમર્પણ
આત્મસમર્પણ કરનારાઓમાં રામધર મજ્જી સાથે ત્રણ ડિવિઝનલ વાઇસ કમાન્ડર, એરિયા કમિટી મેમ્બર્સ અને અન્ય મુખ્ય કાર્યકરોનો સમાવેશ થાય છે. તેમની પાસેથી AK-47, INSAS અને SLR જેવી ઘાતક રાઇફલ્સ જપ્ત થઈ છે.
અહેવાલો મુજબ રામધર મજ્જી ઉત્તર બસ્તર ડિવિઝનમાં સક્રિય હતો. તેણે ખૈરાગઢના કુમ્હી ગામે બરકટ્ટા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ આપવાનો નિર્ણય કર્યો છે. તેની સાથે DVCM રેન્કના ચંદુ ઉસેન્ડી, લલિતા, જાનકી, પ્રેમ, તેમજ ACM રેન્કના રામસિંહ દાદા અને સુકેશ પોટ્ટમે પણ હાજર હતા. સાથે જ કેટલીક મહિલા સભ્યો સહિત કુલ 12 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું.
પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે જેથી નક્સલ નેટવર્ક, છુપાયેલા કેમ્પ્સ અને તેમની અંદરની કામગીરી અંગે વધુ માહિતી મળી શકે.
કેન્દ્ર સરકારનો લક્ષ્ય: 31 માર્ચ 2026 સુધી નક્સલવાદનો અંત
કેન્દ્ર સરકારે નક્સલવાદને પૂર્ણ રીતે નાબૂદ કરવા માટે 31 માર્ચ 2026ની સમયમર્યાદા નક્કી કરી છે. તેને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળોએ છેલ્લા મહિનાઓમાં ઓપરેશન વધુ કડક બનાવ્યા છે.
તાજેતરમાં 3 ડિસેમ્બરના રોજ બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 18 નક્સલીઓ માર્યા ગયા. જ્યારે DRGના ત્રણ સૈનિકો શહીદ થયા હતા. બે અધિકારીઓ ઘાયલ થયા હતા.
આ વર્ષે 281 નક્સલીઓ ઢેર
અધિકારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે અત્યાર સુધી છત્તીસગઢમાં 281 નક્સલીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે.
જ્યારે 2 મોહલા-માનપુર-અંબાગઢ ચોકી જિલ્લામાં માર્યા ગયા છે. તેમજ રાજ્યમાં અત્યાર સુધીની હિંસામાં 23 સુરક્ષા કર્મચારીઓએ પણ પ્રાણ ગુમાવ્યા છે.