Top News

More Posts

   The Latest

Most Popular


કવાંટ : કવાંટના પરેશભાઈ રાઠવા નામના યુવક દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ખૂંખાર નક્સલવાદી હિડમાના સમર્થનમાં રીલ પોસ્ટ કરતા પોલીસે તાત્કાલિક કાયદેસર પગલાં લીધા હતા. પોસ્ટમાં હિંસક નક્સલ તત્વને સમર્થન આપતા સંદેશો દેખાતા, છોટાઉદેપુર જિલ્લા SOGની ટીમે તેની સામે ગુનો નોંધ્યો અને તેને ઝડપી પાડ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, આવા પ્રકારની સોશિયલ મીડિયા પોસ્ટથી સુલેહ-શાંતિનો ભંગ, દેશની સાર્વભૌમત્વ અને સુરક્ષાને જોખમ, તેમજ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા પર અસર થવાની શક્યતા રહે છે. એ કારણે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

જિલ્લા SOG દ્વારા પરેશ રાઠવાના સોશિયલ મીડિયા પર સતત નજર રાખવામાં આવતી હતી. શંકાસ્પદ રીલ ધ્યાનમાં આવતા તેને તરત જ કાનૂની જાળમાં લીધો હતો.

છોટાઉદેપુર પોલીસ વડા દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે કે લાઇક અને ફોલોવર વધારવાના ચક્કરમાં હિંસા અથવા દેશવિરોધી તತ್ವોના સમર્થનમાં કોઈપણ પ્રકારની પોસ્ટ ન કરવી.
સોશિયલ મીડિયા પર કોઈપણ માહિતી અથવા વીડિયો શેર કરતા પહેલાં તેની સત્યતા અને કાનૂની અસર તપાસવી જરૂરી છે.

To Top