Top News

More Posts

   The Latest

Most Popular

( પ્રતિનિધિ )વડોદરા,તા.18

વડોદરા શહેરમાં ઠંડીની જમાવટ થઈ રહી છે. લઘુત્તમ તાપમાનનો પારો 13.2 ડિગ્રી રહ્યો હતો. ઉત્તર દિશામાંથી ઠંડા પવનો ફૂંકાતા રાત્રીના સમય દરમિયાન લોકોએ ગરમ વસ્ત્રો પહેરવાની નોબત આવી હતી.

વડોદરા શહેરમાં ઠંડીના તાપમાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. ગત તારીખ 16 મી ડિસેમ્બરના રોજ 11.8° સાથે લઘુતમ તાપમાનનો પારો સીઝનનો કોલ્ડેસ્ટ ડે તરીકે નોંધાયો હતો. સિઝનમાં પહેલીવાર ઠંડી 12 ડીગ્રી નીચે ગઈ હતી. આમ તો ગયા વર્ષે 14 ડિસેમ્બરે 10 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી પરંતુ આ વર્ષે ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં આવી ગાત્રો થીજાવી દે તેવી ઠંડીનો અનુભવ થયો નથી. શહેરમાં ફૂલ ગુલાબી ઠંડી પડી રહી છે. જેનો અહેસાસ નગરજનોને વહેલી સવારે અને મોડી રાત્રે થઈ રહ્યો છે. ગુરુવારે ઠંડીના તાપમાનમાં સામાન્ય વધારા સાથે લઘુતમ તાપમાન 13.2 ડિગ્રી મહત્તમ તાપમાન 31.2 ડિગ્રી સાથે સવારે હવામાં ભેજનું પ્રમાણ 85 ટકા અને સાંજે 36 ટકા નોંધાયું હતું. જ્યારે આગામી 23 મી ડિસેમ્બર સુધીના સમયગાળા દરમિયાન લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીથી 15 ડિગ્રી વચ્ચે રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

To Top