Warning: file_put_contents(): Only -1 of 1338 bytes written, possibly out of free disk space in /home/gujaratmitraco/public_html/wp-content/plugins/wp-optimize/minify/class-wp-optimize-minify-cache-functions.php on line 417

Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: મોદી સરકારના નાણામંત્રી નિર્મલા સીતારામને આજે પોતાનું ચોથું બજેટ રજૂ કર્યું હતું ત્યારે દેશનું બજેટ વડોદરાની આશા અપેક્ષાઓ પર કેટલું ખરું ઉતર્યું તેને લઈને પણ અનેક ચર્ચાઓ સાથે ટોક ઓફ ટાઉન રહ્યું હતું જોકે ઉદ્યોગો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિત અનેકવિધ સંસ્થાઓએ બજેટને દૂરદર્શી અને આગામી ૨૫ વર્ષના વિકાસનો પાયો નાખનાર ગણાવ્યું હતું અનેક સંસ્થાઓએ બજેટને લાઈવ જોવા માટે ખાસ કાર્યક્રમનું પણ આયોજન કર્યું હતું નાણામંત્રીના બજેટમાં ફરી એકવાર મધ્યમવર્ગના ફાળે માત્ર ને માત્ર નિરાશા આવી હતી નાણામંત્રીએ ટેક્સ સ્લેબમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યો ન હતો. આજે સંસદમાં દેશના નાણા મંત્રી નિર્મલા સીતારામને પોતાનું ચોથું બજેટ રજૂ કર્યું હતું કોરોના કાળમાં બજેટ કેવું હશે તેને લઈ અનેક અટકળો અને તર્ક વિતર્કો હતા દેશના બજેટ પર વડોદરાને પણ અનેક આશાઓ અપેક્ષાઓ હતી.

વડોદરાના ઉદ્યોગકારો અને બુદ્ધિજીવીઓની નજર નિર્મલા સીતારમણના બજેટ પર બજેટ પર હતી અનેક સંસ્થાઓએ બજેટને નિહાળવા લાઈવ કાર્યક્રમનું પણ આયોજન કર્યું હતું મકરપુરા અૌધોગિક વસાહતમાં VCCIની કચેરી ખાતે હોદ્દેદારો અને કમિટીના સભ્યોએ બજેટ નિહાળ્યું હતું અને બજેટ પર ચર્ચા કરી દેશના બજેટને આવકાર્યું હતું બજેટ દૂરદર્શી અને આત્મનિર્ભર ભારતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું  હોવાનું જણાવ્યું હતું બીજી તરફ વડોદરા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ICAI સંસ્થાએ પણ બજેટ કાર્યક્રમ નિહાળ્યો હતો અને મોદી સરકારના બજેટને બિરદાવ્યું હતું બજેટથી આવનાર દિવસોમાં રોજગારીની તકો ઉભી થશે તેમજ એગ્રીકલ્ચર ક્ષેત્રે ક્રાંતિ આવશે તેમ જણાવી બજેટમાં આગામી 25 વર્ષનું વિઝન હોવાનું કહ્યું હતું જોકે નિર્મલા સીતારામનનું બજેટે મધ્યમ વર્ગને નિરાશ કર્યા, મોંઘવારીમાં પીસાતા મધ્યમ વર્ગને ટેક્સ સ્લેબમાં કોઈ પણ પ્રકારની રાહત મળી ન હતી.

To Top