Top News

More Posts

   The Latest

Most Popular

સંજેલી નગરમાં હિટ એન્ડ રજની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સંજેલી નગરમાં બેકાબુ બનેલી ઇકો કારના ચાલકે અકસ્માત.સર્જ્યો હતો. Gj 07 bn 5290 નંબરની ઇકો કારે પુરઝડપે આવી અને બાઈક સહિત થેલા ગાડીને અડફેટે લીધી હતી. બેફામ રીતે હંકારીને લાવનાર ઇકો ચાલક દ્વારા પોલીસ સ્ટેશનથી નજીક દુકાનો પાસે જ ઇકો ભટકાતા લોકોમાં નાસભાગ મચી હતી. ગફલત ભરી રીતે હંકારનાર ઇકો ચાલકે અકસ્માત કરી ટોળા જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

થોડા સમય માટે તો નગરમાં ઇકો ની હિટ એન્ડ રનની ઘટનાથી લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા અને રાહદારીઓના જીવ તાળવે ચોટયા હતા.

ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચી હતી તેમજ ગફલત ભરી રીતે હકારનાર ઇકો ચાલક સહિતના લોકોને પકડી પાડવાની કામગીરી હાથ ધરી હતી .

To Top