લગ્ન નોંધણીના કૌભાંડમાં વિવાદમાં આવેલા કણજીપાણીના તલાટી અર્જુન મેઘવાલને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા ગોધરા:;પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાનું અંતરિયાળ કણજીપાણી ગામ હાલ...
શુક્રવારે હૈદરાબાદ હાઉસ ખાતે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની શિખર બેઠક દરમિયાન સંરક્ષણ, વેપાર, સહયોગ અને ઊર્જા...
સરકાર હવે સિગારેટ અને પાન મસાલા જેવા ઉત્પાદનો પર વધારાનો કર લાદશે. વધારાના કરમાંથી થતી આવકનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે કરવામાં આવશે....
પ્રતિનિધી ગોધરા તા.5 સોશિયલ મીડિયા પર શેર કર્યો ગાય દોહતો વીડિયો પંચમહાલ જિલ્લા પોલીસ વડા (SP) ડૉ.હરેશ દુધાત ગુનેગારો સામે પોતાની કડક...
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત વચ્ચે અમેરિકાએ તેની રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના જાહેર કરી છે. આ વ્યૂહરચના ભારત સાથે સંબંધો મજબૂત બનાવવા...
શુક્રવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે મલ્લિકાર્જુન ખડગે કે રાહુલ ગાંધી બંનેને...
ઇન્ડિગોએ મુસાફરોને નોંધપાત્ર રાહત આપી છે. તેણે તેમના પૈસા પરત કરવાનું વચન આપ્યું છે. એરલાઇને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી. તેમાં...
ઈજાગ્રસ્ત યુવાનને દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં ઓપરેશન પછી 15 દિવસ સુધી સારવાર બાદ વડોદરા સયાજી હોસ્પિટલમાં રીફર કરાયો:સારવાર દરમ્યાન યુવાનનું મોત નીપજ્યું* *અકસ્માત...
રિક્ષામાં મોટું નુકસાન,ચાલક ઈજાગ્રસ્ત વિસ્તારના લોકોએ તંત્ર સામે નારાજગી દર્શાવી ( પ્રતિનિધિ )વડોદરા,તા.5 વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો...
કાલોલ : કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગ ગામના દિવ્યરાજસિંહ ગણપતસિંહ સોલંકી આર્મી ટ્રેનીંગ પુરી કરી પોતાના વતનમાં આવતા કાલોલ બસ સ્ટેન્ડથી ભવ્ય સ્વાગત...
( પ્રતિનિધિ )વડોદરા,તા.5 કમલાનગર તળાવ નજીક આવેલા જાગતા હનુમાન ચાર રસ્તા પાસે છેલ્લા 15 દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું છે. લાંબા સમયથી...
પીએમ મોદીએ ભારત અને રશિયા વચ્ચેની મિત્રતાને ધ્રુવ તારા જેવી અડગ ગણાવી છે. તેમણે કહ્યું કે છેલ્લા આઠ દાયકામાં વિશ્વએ ઘણા ઉતાર-ચઢાવ...
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસ દરમિયાન આજે પીએમ નરેન્દ્ર મોદીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે રશિયન નાગરિકોને હવે...
ચલાવતા ન આવડતું હોવા છતાં યુવકે ચાવી નાખી સ્ટાર્ટર માર્યુંને સ્ટેરીંગ કંટ્રોલ ન થતા ટેમ્પો શ્રમજીવી પરિવાર પર ચડાવી દીધો, ગંભીર રીતે...
છેલ્લા બે દિવસથી ચાલી રહેલી ઇન્ડિગો કટોકટીનો અંત નજીક છે. DGCA દ્વારા પોતાનો રોસ્ટર ઓર્ડર પાછો ખેંચી લેવાયો છે. રામ મોહન નાયડુએ...
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે છે. તેઓ ગુરુવારે દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં પ્રધાનમંત્રી મોદીએ એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું....
છેલ્લાં ચાર દિવસથી ખાનગી એરલાઈન્સ ઈન્ડિગોની સંખ્યાબંધ ફ્લાઈટ્સ કેન્સલ થવાના કારણે હજારો મુસાફરો અટવાયા છે. આજે સતત ચોથા દિવસે દેશના વિવિધ એરપોર્ટ...
ભરૂચ વિસ્તારમાં હાઈસ્પીડમાં જતી કારે રાહદારીને ટક્કર મારી,ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો CCTV ફૂટેજમાં કાર ચાલકે રોંગ સાઈડ જઈને રાહદારીને અડફેટે લીધો....
સુરત: શહેરના સૌથી વ્યસ્ત ગણાતા રિંગ રોડ બ્રિજ પર તંત્ર દ્વારા કરવામાં આવેલા તાજેતરના કામને કારણે સુરતીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. કૃષિ...
સુરત: શહેરમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા તત્ત્વો સામે સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે...
સુરત: સુરત જિલ્લા વકીલ મંડળની 2026 ના વર્ષની પ્રમુખ, ઉપપ્રમુખ, જનરલ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી (મહિલા પ્રતિનિધિ) તથા 11 કારોબારી સભ્યોની ચૂંટણીનું...
સુરતઃ મહિધરપુરાના જાણીતા યાર્ન ડીલર અને સાંસદના પુત્રને ઓળખીતા વેપારીનો રેફરન્સ આપી 15થી 30 દિવસની ઉધારીમાં દામોડિયા દંપતીએ 55.13 લાખનું યાર્ન ઉધારીમાં...
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હાલમાં બે દિવસની ભારત મુલાકાતે છે. તેમની મુલાકાતનો સૌથી ભાવુક ક્ષણ આજે તા. 5 ડિસેમ્બરની સવારે જોવા મળી....
સુરત: શહેરમાં દબાણોનો મુદ્દો દિવસે ને દિવસે વધુ ગરમાતો જાય છે. વરાછામાં મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશનરે જાતે હાજર રહી વરાછા...
સુરત: અમરોલીમાં એક યુવતીની ગોપનીયતા ભંગ થવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.ગેલેક્સી હોટેલમાં વ્યક્તિગત પળોમાં બનાવવામાં આવેલ છુપો વીડિયો તેણીના જાણીતાઓ, પરિવારજનો...
સુરતઃ ધાસ્તીપુરામાં રખડતા કૂતરાએ 4 વર્ષની બાળકી પર જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. જેથી બાળકીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ...
ગાર્ડનની જગ્યાએ ‘વુમન્સ હોસ્ટેલ’ બનશે તો ‘લવ જેહાદ’ વધશે! સ્થાનિકોનો ઉગ્ર વિરોધ, ‘શ્વાસ ન છીનવો’ની લાગણીસભર અપીલ વડોદરા એક તરફ વધતા હવા...
પંજાબમાં ખેડૂતોનો વિરોધ ફરી તેજ થયો છે. કિસાન મજૂર મોરચા (KMM)ના આહ્વાન પર આજે 5 ડિસેમ્બર 2025એ રાજ્યના 19 જિલ્લાઓમાં કુલ 26...
દેશનાં ૧૨ રાજ્યોમાં SIR (સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન) ની પ્રક્રિયા ચાલી રહી છે. ૪ નવેમ્બરથી શરૂ થયેલી આ પ્રક્રિયા એક મહિનામાં પૂર્ણ થવાની...
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ આજે તા. 5 ડિસેમ્બર શુક્રવારે લાખો લોનધારકોને મોટી ભેટ આપી છે. નાણાકીય નીતિ સમિતિ (MPC)ની ત્રણ દિવસીય બેઠક...
સંગઠનનો વિશ્વાસ મારા માટે પ્રેરણારૂપ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી નીતિન નબીનનું નિવેદન
ખરાબ હવામાનને કારણે એઆઈની દિલ્હીની ફ્લાઈટ રદ : ઈન્ડિગોની 4 કલાક લેટ
વડોદરા સ્માર્ટ સિટી: ચોમાસા વગર જ ‘જળભરાવ’!
નિરુ સ્વામી યોગ સેન્ટર ખાતે રિતુ ગુપ્તા દ્વારા ડાન્સ પ્રોગ્રામનું આયોજન
તારાપુરમાં કારમાં ‘પોલીસ’ લખેલું બોર્ડ લગાવી ફરતો યુવક ઝડપાયો
પાલિકાના ખોદકામને લીધે લાખો ગેલન પાણી રોડ પર વહી ગયું; હરી નગર પાસે ‘પૂર’નાં દ્રશ્યો સર્જાયા
હત્યાના આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર
બિનજરૂરી લાઇન બદલવાના વહીવટી ખેલમાં કુંભારવાડા તરસ્યું: 4 દિવસથી પાણી નહીં!
પહેલગામ હુમલાનું આયોજન પાકિસ્તાનમાં થયું હતું: NIAએ 1300 પાનાની ચાર્જશીટમાં કર્યો ખુલાસો
વડોદરા જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટનું ‘વેચાણ’! વિપક્ષના ગંભીર આક્ષેપો
આગામી ત્રણ દિવસ બાદ ઠંડી ઘટાડાની શક્યતા
જય શાહે લિયોનેલ મેસ્સીને T20 વર્લ્ડ કપ ટિકિટ અને જર્સી ભેટમાં આપી, મેસ્સી વનતારાની મુલાકાત લેશે
ગોધરાની સિદ્ધિવિનાયક સોસાયટીમાં ૧૫ વર્ષથી રસ્તાની સુવિધાનો અભાવ
નવા બુસ્ટર બન્યાના પાંચ વર્ષ છતાં દબાણ હટાવવામાં વડોદરા પાલિકાની ઉદાસીનતા
‘નલ સે જલ’ અભિયાન વચ્ચે ગોધરાના પઢીયાર ગામમાં પાણી માટે વલખાં મારતી મહિલાઓએ માટલા ફોડ્યા
વિદ્યાર્થીઓને હાર્ડ કોપીમાં આઈડી કાર્ડ ન મળતા એનએસયુઆઈનો વિરોધ
દરભંગાના MLA સંજય સરાવગી બિહાર ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા
SMCના કોમ્યુનિટી હોલ બન્યા નશેડીઓના અડ્ડા, આ બે હોલની હાલત બદથી બદતર
SMCના વાંકે કતારગામમાં બન્યો ’કચરા પાર્ક’, લોકોના સ્વાસ્થય પર જોખમ ઉભું થયું
ટ્રમ્પના ટેરિફની ગેમ મોદીએ બદલી નાંખીઃ ભારત કોઈના પર નિર્ભર નથી!
મહારાષ્ટ્રમાં BMCની ચૂંટણી જાહેર, 15 જાન્યુઆરીએ મતદાન થશે
સિડનીમાં જીવ લેનાર “સાજીદ”, જીવ બચાવનાર “અહેમદ”: કહ્યું- પરિવારને કહેજો લોકોને બચાવતા..
કૂતરા કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો, દર્દીઓના ધસારાને પહોંચી વળવા એસએસજી હોસ્પિટલમાં સુવિધા વધારાઈ
સિડની આતંકી હુમલામાં પાકિસ્તાન કનેક્શનની આશંકા, કારમાંથી આતંકવાદી સંગઠનનો ધ્વજ મળી આવ્યો
શરમજનક! શિક્ષણના મંદિર પાસે ગંદકી અને નશો, નંદઘરના બાળકો દોજખમાં ભણવા મજબૂર
ચોરની હિંમત તો જુઓ! ધોળા દિવસે ઘર પાસે પાર્ક કરેલી બાઈક ચાલુ કરી ચોરી ગયો
ગાંધીનગરમાં CID ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા રામ વિલાસ વેદાંતીનું નિધન, પાર્થિવ શરીર MPથી અયોધ્યા લવાશે
હવે મનરેગા યોજનાનું સ્થાન G RAM G લેશે, કેન્દ્ર સરકાર લાવી રહી છે નવો રોજગાર કાયદો
સિડની હુમલા બાદ ઓસ્ટ્રેલિયામાં બંદૂક રાખવાના નિયમો કડક બનાવાશે, PM અલ્બેનીઝે જાહેરાત કરી
લગ્ન નોંધણીના કૌભાંડમાં વિવાદમાં આવેલા કણજીપાણીના તલાટી અર્જુન મેઘવાલને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા
ગોધરા:;પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાનું અંતરિયાળ કણજીપાણી ગામ હાલ સમગ્ર રાજ્યમાં ચર્ચાના ચકડોળે ચઢ્યું છે. અહીં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી અર્જુન મેઘવાલનો એક વિવાદાસ્પદ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું, જેને પગલે પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલિક અસરથી તલાટીને ફરજ પરથી મોકૂફ કરી દેવાનો આદેશ કર્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ચોંકાવનારા વિડીયોમાં તલાટી અર્જુન મેઘવાલ ખુલ્લેઆમ સ્વીકારતા નજરે પડ્યા હતા કે તેમણે માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં ૨૦૦૦ જેટલા લગ્નની નોંધણી કરી છે. આ વિડીયોમાં તેઓ એવો દાવો કરતા સંભળાયા હતા કે તેઓ એક લગ્ન નોંધણી દીઠ ૨૫૦૦ રૂપિયા વસૂલતા હતા અને આ પ્રકારે તેમણે કુલ ૫૦ લાખ રૂપિયાની જંગી કમાણી કરી લીધી છે. એટલું જ નહીં આ ગેરકાયદેસર કમાણીમાંથી તેમણે રાજસ્થાનમાં જમીન ખરીદી હોવાની બડાશ પણ આ વિડીયોમાં મારી હતી.
આ સમગ્ર પ્રકરણ ત્યારે વધુ ગંભીર બન્યું જ્યારે સરદાર પટેલ ગ્રુપ (SPG) ના અધ્યક્ષ લાલજી પટેલે મીડિયા સમક્ષ આવીને આ અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા. લાલજી પટેલે જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાંથી યુવક-યુવતીઓ ભાગીને લગ્ન કરવા માટે ખાસ પંચમહાલના આ કણજીપાણી ગામે આવે છે. તેમના આક્ષેપ મુજબ, અહીંના તલાટી દ્વારા નિયમો નેવે મૂકીને અને પૈસા લઈને આડેધડ ખોટી રીતે લગ્ન નોંધણી કરી આપવામાં આવતી હતી, જેને કારણે સામાજિક પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા.
મીડિયા અહેવાલો અને તલાટીની કબૂલાતવાળા વાયરલ વિડીયોને અત્યંત ગંભીરતાથી લઈ પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી (DDO) એ ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ તલાટી અર્જુન મેઘવાલની ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચાર જણાતા તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સમગ્ર મામલે ઝીણવટભરી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ ઘટનાએ પંચમહાલ જિલ્લાના વહીવટી આલમમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે.