Top News

More Posts

   The Latest

Most Popular

જન્મ દાખલો કાકાના નામે નોંધાવ્યાનો પણ દાવો

દાહોદ તા. 11

ઝાલોદ તાલુકાની રીછુમરા ગ્રામ પંચાયત રાજકીય ઘમસાણના કેન્દ્રમાં આવી છે. નવનિયુક્ત સરપંચ કમલેશભાઈ નરસિંગભાઈ હઠીલા સામે ગામના જ રહેવાસી હિતેશભાઈ બચુભાઈ નીનામા દ્વારા તાલુકા વિકાસ અધિકારીને અરજી કરી કેટલાક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
અરજીમાં જણાવ્યા મુજબ સરપંચ હઠીલાના ત્રણ પુત્રો—યુવરાજ, દિલરાજ અને દિલબર હોવા છતા તેમણે ગ્રામ પંચાયતની ચૂંટણી દરમ્યાન ઉમેદવારી ફોર્મમાં માત્ર બે સંતાનો હોવાનું જાહેર કર્યું હતું.

આ ત્રણેય બાળકોની નોંધ આંગણવાડી મોજણી રજીસ્ટર તેમજ આધાર કાર્ડમાં હોવા છતાં ત્રીજા પુત્રની વિગતો છુપાવી ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 30(1)(ત) તથા વર્ષ 2005 પછીની બે બાળકોની જોગવાઈનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ છે.

ત્રીજા સંતાનનો જન્મ દાખલો કાકાના નામે નોંધાવ્યાનો આરોપ, ડીએનએ ટેસ્ટની માંગ

અરજદારે વધુમાં ગંભીર દાવો કર્યો છે કે સરપંચે પોતાના ત્રીજા પુત્ર દિલબર (જન્મ 14-06-2010) નો સાચો જન્મ દાખલો છુપાવવા માટે 28-03-2025ના રોજ ઝાલોદ મામલતદાર કચેરીમાં એકતરફી અરજી કરી બાળકનો જન્મ દાખલો કાકા રાજુભાઈ દલસિંગભાઈ હઠીલાના પુત્ર તરીકે નોંધાવ્યો હતો.
જન્મ તારીખ પણ 05-01-2011 દર્શાવવામાં આવી હોવાનું કહેવાય છે. આ સમગ્ર પ્રકરણની સત્યતા તપાસવા માટે અરજદારે સરપંચ, તેની પત્ની અને બાળક દિલબરનો તાત્કાલિક ડીએનએ ટેસ્ટ કરાવવાની માંગ સાથે ફોજદારી કાર્યવાહી કરવાની પણ રજૂઆત કરી છે.

ગામમાં રાજકીય ભૂકંપ — હાઈકોર્ટમાં રીટની ચીમકી

અરજદારે વધુ ચેતવણી આપી છે કે જો 45 દિવસમાં આ અરજી પર નિર્ણય નહીં લેવાય તો તેઓ ગુજરાત હાઈકોર્ટમાં આર્ટિકલ 226 અને 227 હેઠળ રીટ પિટિશન દાખલ કરશે.
આ ঘটনায় રીછુમરા ગ્રામ પંચાયતમાં ભારે ચર્ચા, રાજકીય દબાણ અને ઉથલપાથલનું માહોલ સર્જાયો છે.

To Top