Top News

More Posts

   The Latest

Most Popular

( પ્રતિનિધિ )વડોદરા,તા.9

ઈન્ડિગો એરલાઇનની સેવાઓ મંગળવારે પણ પૂર્વવત થઈ શકી ન હતી. દિલ્હી વડોદરા દિલ્હીની બે ફ્લાઈટ ઓપરેશનલ કારણસર રદ થઈ હતી. જેના કારણે મુસાફરોને ફરી એક વખત મુશ્કેલી વેઠવી પડી હતી.

ઈન્ડિગોના પાયલેટ ક્રુ મેમ્બરની ઉપલબ્ધિનો પ્રશ્ન જારી રહેતા છેલ્લા એક સપ્તાહથી ડોમેસ્ટિક રૂટની ફ્લાઈટનો કેન્સલેશનનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. જેને લઇ મંગળવારે પણ ઈન્ડિગોની બે ફ્લાઈટ રદ કરતા અનેક પેસેન્જર હેરાન પરેશાન થયા હતા. સોમવારે મુંબઈ વડોદરા રૂટની અને દિલ્હી વડોદરા રૂટની ફ્લાઈટ પણ રદ કરવામાં આવી હતી. જેના કારણે પેસેન્જર મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે આજે મંગળવારે એર ઇન્ડિયા દ્વારા એક્સ્ટ્રા ફ્લાઇટનું શિડયુલ ગોઠવવામાં આવ્યું હતું. જે ફ્લાઇટ દિલ્હીથી વડોદરા એરપોર્ટ પર બપોરે 2:30 કલાકે આવી હતી અને પુનઃ દિલ્હી જવા માટે 3.10 કલાકે ઉડાન ભરી હતી. જોકે ડોમેસ્ટિક રૂટની સંખ્યાબંધ ફ્લાઇટ્સ કેન્સલ કરાતા મુસાફરો સમય સર તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી શક્યા ન હતા. મંગળવારે પણ આ જ પરિસ્થિતિ જોવા મળી હતી. ઈન્ડિગોની દિલ્હી-વડોદરા-દિલ્હી 6E-6624/6625 અને ફ્લાઇટ 6E- 5131/5164 દિલ્હી-વડોદરા-દિલ્હી ની ઓપરેશનલ કારણોસર રદ કરવામાં આવી હતી.

To Top