Top News

More Posts

   The Latest

Most Popular

ભાયલી વિસ્તારમાં વાહન પાર્કિંગ કરવા મુદ્દે આરોપીએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો

(પ્રતિનિધિ) વડોદરા, તા. 15
વડોદરાના ભાયલી વિસ્તારમાં વાહન પાર્કિંગના મુદ્દે થયેલી યુવકની હત્યાના કેસમાં આરોપીની રેગ્યુલર જામીન અરજી મેજિસ્ટ્રેટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે. આરોપી છેલ્લા ચાર મહિનાથી વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યો છે.
ભાયલી વિસ્તારમાં આવેલા ‘ધ એરોઝ ઇન્ફ્રા’ ફ્લેટમાં રહેતો અક્ષય તેના મિત્ર સાથે ઘરે આવ્યો હતો. તે દરમિયાન એ જ ફ્લેટમાં રહેતા સુશીલકુમાર રાજેન્દ્રપ્રસાદ સિંઘે 3 ઓગસ્ટ 2025ના રોજ ફ્લેટના પાર્કિંગમાં વાહન મુકવા મુદ્દે અક્ષય સાથે ઝઘડો કર્યો હતો. લોકો ભેગા થતાં બંનેને છૂટા પાડવામાં આવ્યા હતા. જોકે, અદાવત રાખીને આરોપી સુશીલકુમાર સિંઘે બાદમાં ફરી પાર્કિંગમાં અક્ષય સાથે ઝઘડો કર્યો હતો અને ચાકુના ઉપરાછાપરી ઘા ઝીંકીને અક્ષયને મોતને ઘાટ ઉતાર્યો હતો.
આ ઘટનાને પગલે અક્ષયના નાના ભાઈએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા હત્યાના ગુનામાં આરોપી સુશીલકુમાર સિંઘની ધરપકડ કરીને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો.
આરોપીએ જેલમાંથી બહાર આવવા માટે પોતાના વકીલ મારફતે રેગ્યુલર જામીન અરજી રજૂ કરી હતી, જેની સુનાવણી 12 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. સુનાવણી દરમિયાન આરોપીના વકીલ તેમજ સરકારી વકીલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. મામલો 8મા એડિશનલ સેશન્સ જજ ડી. કે. સોનીની કોર્ટમાં ચાલી ગયો હતો. બંને પક્ષોની દલીલોને ધ્યાનમાં રાખીને મેજિસ્ટ્રેટે આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો

To Top