ઓવરલોડ ડમ્પર સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે સાવલી તાલુકામાં ખાણખનીજ વિભાગની મોટી કાર્યવાહી સાવલી: સાવલી તાલુકાના રાણીયા પંથકમાં આવેલા ભાદરવા–મોક્સી રોડ પર...
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ખતરનાક ગણાવ્યા છે. ગુરુવારે કૃષ્ણનગરમાં એક રેલીમાં મમતાએ કહ્યું, “શાહની આંખોમાં આતંક છે....
દબાણ હટાવવા ગયેલી ટીમ સામે ભારે હોબાળો: પોલીસની સમજાવટથી મામલો માંડ થાળે પડ્યો પથારાવાળાઓનો આક્ષેપ: પાલિકા દર મહિને રૂ. 500 લે છે,...
ગુરુવારે ગોવાના બિર્ચ નાઈટક્લબમાં આગ લાગ્યાના પાંચમા દિવસે ક્લબના માલિકો સૌરભ લુથરા અને ગૌરવ લુથરા થાઈલેન્ડમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા. થાઈ પોલીસે...
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને નવા વર્ષમાં સામાન્ય પગાર વધારા સાથે સંતોષ માનવો પડી શકે છે. જાન્યુઆરી 2026 થી અમલમાં આવતા મોંઘવારી...
ડભોઇ; ડભોઈ તાલુકામાં ભ્રષ્ટાચારની બોલબાલા વચ્ચે એક વધુ ગંભીર ગેરરીતિ બહાર આવી છે. થુવાવી ગ્રામ પંચાયતના અંબાવ ગામમાં બનેલા ત્રણ લાખના સ્મશાનના...
ભારતીય ચૂંટણી પંચ (ECI) એ ખાસ મતદાર યાદી સુધારણા અભિયાન (SIR) 2026 માટે દસ્તાવેજો સબમિટ કરવાની અંતિમ તારીખ એક અઠવાડિયા સુધી લંબાવી...
ગાંધીનગરમાં યોજાયેલી રિજનલ એ.આઈ. ઇમ્પેક્ટ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એમ.ઓ.યુ. થયા———-મહાત્મા મંદિરમાં વન ટુ વન બેઠક યોજાઈ:———પ્રોજેક્ટમાં રૂપિયા 1317 કરોડનું સંભવિત રોકાણ થશે...
મુખ્ય વિભાગો મુજબ જ જવાબ લખવાના રહેશે વડોદરા:સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ 2025ની ધોરણ 10ની પરીક્ષાઓ માટે વિજ્ઞાન અને સામાજિક...
વડોદરાના રસ્તાઓ બિસમાર, નાગરિકો હેરાન—અને ભાજપના નેતાઓ પાર્ટીના કાર્યક્રમોમાં રચ્યા પચ્યાઅમી રાવતનો મેયરને કડક પત્ર—“ખાતમુહૂર્તના બહાને કામો અટકાવવાનું બંધ કરો, નહીં તો...
જોખમી કેસોમાં પણ ટીમે બતાવી કુશળતા એક મહિનામાં કુલ ૩૩ ડિલિવરી પૂર્ણ કરનાર ટીમને જનતાએ બિરદાવીજેતપુર પાવી: છોટાઉદેપુર જિલ્લાના નવા રચાયેલા કદવાલ...
સર્કલ ન હોવાથી વાહનચાલકો બેફામ, ગાડીને ભારે નુકસાન; લોકોમાં ભયનું વાતાવરણ, તંત્ર સામે આક્રોશ વડોદરા: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતોની સંખ્યામાં...
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો દ્વારા સતત ત્રણ દિવસ ચાલેલા ફ્લાઇટ રદ પ્રકરણ બાદ મુસાફરો માટે મોટી રાહત જાહેર કરવામાં આવી છે....
વિકાસ કામોની ચર્ચામાં વિખવાદ: વાવડી ખુર્દમાં સરપંચ અને ગ્રામજન વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા વાવડી ખુર્દ પંચાયતમાં હોબાળો, સામાન્ય સભામાં મારામારી થતાં મામલો...
NCCRP પોર્ટલ પર બેંક ઓફ મહારાષ્ટ્રના એક એકાઉન્ટ ધારક સામે 23 ફરિયાદ, બેન્ક એકાઉન્ટમાંથી રૂ. 2.31 કરોડના અનઓથોરાઇઝ્ડ ટ્રાન્ઝેક્શન થયા કમિશન ખાવા...
VMCની ઉપેક્ષા: એક તરફ સિદ્ધનાથ તળાવમાં પાણી ભરવાની માંગ, બીજી તરફ સરસિયા તળાવની જાળવણીના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારનો આરોપતળાવોની દશા જોઈ કહી શકાય: પાલિકાના...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે જાહેરાત કરી હતી કે “ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ” માટે અરજી પ્રક્રિયા આજથી શરૂ થશે. અરજદારો આજથી અરજી કરી...
સામાન્ય ધક્કામુક્કી મોટી મારામારીમાં પરિવર્તિત બહારથી બોલાવેલા મિત્રો દ્વારા પરિસ્થિતિ વધુ બગડી વડોદરા : ઉંડેરા વિસ્તારમાં એક નામાંકિત ગુજરાત રિફાઇનરી અંગ્રેજી માધ્યમની...
સંસદનું શિયાળુ સત્ર ગુરુવારે નવમા દિવસે શરૂ થયું. ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે સ્પીકર ઓમ બિરલાને ફરિયાદ કરી, આરોપ લગાવ્યો કે ટીએમસી સાંસદો...
ક્રિકેટર બનવાનું સ્વપ્ન સાચું બનશે કે નહીં તે તેને ખબર નહોતી. એના પિતા એક સ્પોર્ટસ માટે ઉત્સાહી હતા. ને દિકરીનાં ક્રિકેટ પ્રેમને...
ગુજરાતના કચ્છ જિલ્લામાં ભારતીય જળસીમામાં ઘૂસખોરી કરતા પાકિસ્તાનની ‘અલવલી’ નામની બોટને ભારતીય કોસ્ટગાર્ડે ઝડપી પાડી છે. બોટમાં 11 પાકિસ્તાની માછીમારો પણ સવાર...
બંકિમચંન્દ્ર ચટ્ટોપાધ્યાયે ૧૫૦ વર્ષ પહેલાં ૧૮૭૦માં પોતાની ધારાવાહિક નવલકથા ‘આનંદમઠ’માં વંદેમાતરમ્ ગીતની રચના લખી હતી. વંદેમાતરમ્ એક ગીત નથી, પરંતુ ભારતીય સ્વાતંત્ર્ય...
યુનેસ્કોનો ઐતિહાસિક નિર્ણય : દિવાળી હવે વિશ્વ ધરોહરની યાદીમાં પાવાગઢમાં દીપ પ્રજ્વલિત કરી આનંદોત્સવ હાલોલ | ભારતના પ્રકાશના પર્વ દિવાળીને યુનેસ્કોએ વિશ્વની...
સુરત શહેરના જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે, અમે ટ્રાફિક વિભાગ, RTO અને શહેરના સંબંધિત સત્તાવાળાઓનું ધ્યાન એક ગંભીર મુદ્દા તરફ દોરવા માંગીએ...
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત અનેક દેશો પર ટેરિફ લગાવવાની કાર્યવાહી ચાલુ છે. ત્યારે બીજી તરફ અમેરિકાની જ દિગ્ગજ કંપનીઓ...
ચાંદી હાલમાં ઇતિહાસમાં સૌથી ઝડપી તેજીનો અનુભવ કરી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તે ૬૦ ડૉલર પ્રતિ ઔંસના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરની આસપાસ ફરે...
વૈશ્વિક વેપાર દુનિયામાં ફરીથી ટેરિફ યુદ્ધના સંકેત દેખાઈ રહ્યા છે. અમેરિકા બાદ હવે મેક્સિકોએ પણ કડક નીતિ અપનાવી છે. મેક્સિકન સેનેટે ચીન...
ગુપ્ત બાતમીના આધારે કાલોલ પોલીસની ઝડપી કાર્યવાહી સર્વેલન્સ સ્ટાફની ટીમે સ્થળ પરથી આરોપી પકડી પાડ્યો કાલોલ : પંચમહાલ–ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક તથા...
કાલોલ તા. 11/12/25 કાલોલ પોલીસે સ્થાનિક વિસ્તારમાં પ્રાંતીય ઈસમોને મકાન ભાડે આપી જરૂરી પોલીસ નોંધણી ન કરાવનાર બે મકાન માલિકો સામે જાહેરનામા...
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વીજ નિયમન પંચ-GERCના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયેલા પૂર્વ મુખ્ય સચિવ પંકજ જોષીને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
ઓવરલોડ ડમ્પર સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે
સાવલી તાલુકામાં ખાણખનીજ વિભાગની મોટી કાર્યવાહી
સાવલી: સાવલી તાલુકાના રાણીયા પંથકમાં આવેલા ભાદરવા–મોક્સી રોડ પર ખાણખનીજ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિભાગની ટીમે બેરોકટોક રીતે રેતી ખનન કરી ઓવરલોડ રેતી સાથે પસાર થતા ચાર ડમ્પરોને રોકી કબ્જે કર્યા હતા. લાખો રૂપિયાના મૂલ્યાંકનનો મુદ્દામાલ કબ્જે કર્યા બાદ તમામ ડમ્પરોને ભાદરવા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. વિભાગ દ્વારા ઓવરલોડ રેતીની સચોટ ગણતરી કર્યા બાદ દંડ સહિતની આગળની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે. આ કાર્યવાહી પછી ખનન માફિયા અને ઓવરલોડ ખનીજ વહન કરતા તત્વોમાં હડકંપ મચી ગયો છે.

રાણીયા પંથકમાં ગેરકાયદેસર રેતી ખનન સામે નારાજગી
સ્થાનિકોમાંથી મળતી માહિતી મુજબ રાણીયા, ભાદરવા, ખાંડી, જાલમપુરા અને પરથમપુરા ગામોમાં ગેરકાયદેસર રેતી ખનનનો ધમાધમ ધંધો લાંબા સમયથી ચાલી રહ્યો છે. મહીસાગર નદી ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ ધરાવે છે અને આ વિસ્તારની પ્રજા નદીને ‘માં મહી’ તરીકે પૂજે છે. સ્થાનિક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા ‘માં મહી બચાવો અભિયાન’ અંતર્ગત અનેક રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી સુધી નોંધ લેવામાં આવી હતી.
આ તાજેતરની કાર્યવાહી બાદ ફરી એકવાર સ્થાનિકોમાંથી માંગ ઉઠી છે કે રાણીયા પંથકમાં ચાલતા બેરોકટોક અને ગેરકાયદેસર રેતી ખનન પર કડક રોક મૂકવામાં આવે અને જવાબદાર તત્વો સામે કડક પગલાં લેવામાં આવે.