Top News

More Posts

   The Latest

Most Popular

ગાંધીનગર: સીએમ ભૂપેન્દ્ર પટેલ, ડે.સીએમ હર્ષ સંઘવી, ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને ભાજપના પ્રદેશ સંગઠ્ઠન મહામંત્રી રત્નાકર પણ ગત મોડી રાતના ભાજપના દિલ્હી દરબારમાં પહોંચ્યા છે. આજે પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ સાથે મહત્ત્વની બેઠક થવાની છે. જેના પગલે ગુજરાત ભાજરના સંગઠ્ઠનની નવી ટીમને લઈને મોટી જાહેરાત થાય તેવી શક્યતા છે.

ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનને લઈને મહત્ત્વના સમાચાર આવી શકે છે. ટૂંક સમયમાં પ્રદેશ ભાજપનું સંગઠનની જાહેરાત થઈ શકે છે. આજ સપ્તાહમાં ભાજપ સંગઠનનું પ્રદેશ માળખું જાહેર થાય તેવી પ્રબળ શક્યતા દેખાઈ રહી છે. ભાજપ સંગઠનની પ્રદેશ માળખાની નિયુક્તિઓમાં 4 પ્રદેશ મહામંત્રી, 6થી 8 પ્રદેશ ઉપાધ્યક્ષ, 8થી 10 પ્રદેશ મંત્રી, 1 ખજાનચી સહિત 20થી 25 હોદેદારની પ્રદેશ ટીમની જાહેરાત થઈ શકે છે. પ્રદેશ ભાજપના 7 મોરચાના પ્રદેશ પ્રમુખોના નામો પણ જાહેર થશે.

To Top