Top News

More Posts

   The Latest

Most Popular

હાલમાં આસો સુદ શારદીય નવરાત્રિ ચાલી રહી છે. આજે આસો સુદ અષ્ટમી છે.મહા અષ્ટમી, દુર્ગાષ્ટમી નિમિત્તે વડોદરા શહેર જિલ્લાના વિવિધ માંઇ મંદિરોમાં હવન પૂજન દર્શન, શ્રીફળ હોમવામાં આવશે ત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણુ ગામ સ્થિત પૌરાણિક અને ઐતિહાસિક શ્રી તુળજાભવાની માતાનું મંદિર આવેલું છે. મહારાષ્ટ્રિયન સમાજના કુળદેવી માનવામાં આવે છે. અહીં નવરાત્રિ દરમિયાન દૂર દૂરથી માંઇ ભક્તો દર્શન અને પૂજન કરવાં માટે આવે છે માં ભક્તોની મનોકામના પૂર્ણ કરતાં હોવાની આસ્થા છે. આજે દુર્ગાષ્ટમી નિમિત્તે સવારે 6 કલાકે મા તુળજા ભવાનીની આરતી કરવામાં આવી હતી ત્યારબાદ 8 કલાકે માં ના જવારાની આરતી કરવામાં આવી હતી. 10 વાગ્યાથી મહા અષ્ટમીના હવનનો પ્રારંભ થશે જેની પૂર્ણાહૂતિ સાંજે 4 કલાકે કરવામાં આવશે. દિવસ અને રાત્રે પણ માંઇ ભક્તો માટે દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે.આજે અહીં મેળો યોજાશે રાત્રે માં સમક્ષ ભવાઇ અને ભજનના કાર્યક્રમ યોજાશે તથા તા.02 ઓક્ટોબર ના રોજ દશેરા ની ઉજવણી કરવામાં આવશે માંઇ ભક્તો માં ના સાનિધ્યમાં નવરાત્રિ ઉપવાસ,વ્રતની પૂર્ણાહુતિ કરશે એટલે ઉપવાસ ખોલશે.

To Top