હાલમાં ઝેરી કફ સિરપ પીવાના લીધે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 12 જેટલા બાળકોના થયેલા મૃત્યુ બાદ તમિલનાડુ સરકારે “કોલ્ડ્રિફ” નામની કફ સિરપના વેચાણ...
હવે દર વર્ષે વિશ્વમાં ક્યાંકને ક્યાંક ક્રિકેટની રમત રમાતી જ હોય છે. તે 20-20, વન-ડે કે પછી ટેસ્ટ મેચોની સિરીઝ હોય શકે....
પૂજ્ય બાપુ, આઝાદીનાં મીઠાં ફળો મળ્યાં જ નથી! જે કમનસીબી લેખાય! ખેર, આઝાદ હિંદ ફોજ : ભારતની આઝાદી મેળવવા બ્રિટિશ સૈન્ય સામે...
રવિવારે બાદ થયેલા એશિયા કપના ફાઇનલ મુકાબલાના અત્યંત રસાકસી બાદ ભારતે પાકિસ્તાનની સામે પાંચ વિકેટે શાનદાર વિજય મેળવી એશિયા કપમાં 9મી વાર...
જ્યાં સુધી ચૂંટણીઓ પ્રામાણિકપણે યોજાશે નહીં અને વોટચોરી ચાલુ રહેશે ત્યાં સુધી યુવાનોને નોકરીઓ મળશે નહીં અને ભ્રષ્ટાચાર વધતો રહેશે એવું ખોંખારીને...
દેશભરનાં તમામ રાજ્યોનું દેવું ચિંતાજનક હદે વધી ગયું છે. આ ચિંતાજનક આંકડા કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા કેગના રિપોર્ટમાં સામે આવ્યા...
શ્રી માતા વૈષ્ણો દેવી યાત્રા તાત્કાલિક અસરથી ત્રણ દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. તા. 5 થી 7 ઓક્ટોબર 2025 દરમિયાન...
રોહન અને તેના પાર્ટનર વચ્ચે મોટો ઝઘડો થયો. રોહને ના પાડી હોવા છતાં પાર્ટનરે તેની જાણ બહાર મોટો સોદો કર્યો અને તેમાં...
પ્રખ્યાત ગાયક ઝુબીન ગર્ગના રહસ્યમય મોતના કેસમાં નવો વળાંક આવ્યો છે. તેમના મિત્ર બેન્ડમેટ શેખર જ્યોતિ ગોસ્વામીએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે...
બિહાર વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દર ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં પણ બધાની નજર નીતીશકુમાર ઉપર છે. આ વખતે વડા...
સંશોધક-પર્યાવરણવાદી સોનમ વાંગચુક શ્રેણીબદ્ધ વિરોધ પ્રદર્શનો, લાંબી કૂચ અને અનિશ્ચિત ભૂખ હડતાળ છતાં કંઈ પ્રાપ્ત કરી શક્યા નથી, તે કઠોર રાષ્ટ્રીય સુરક્ષા...
અત્યારે તો ચર્ચા બિહારની ચૂંટણીની છે પણ આવતા વર્ષે આસામની ચૂંટણી પણ થવાની છે. ઇશાન ભારતનું આ નાનું રાજ્ય છે અને ઇશાન...
છેલ્લા બે વર્ષથી તેની ભારે ચર્ચા ચાલતી હતી તેવા ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે આખરે ભાજપે મંત્રી જગદીશ પંચાલ એટલે કે વિશ્વકર્મા પર...
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને શાંતિ પ્રસ્તાવ સ્વીકારવા માટે સમયમર્યાદા આપી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે હમાસને રવિવાર (5 ઓક્ટોબર, 2025) સાંજે...
સ્થાયી સમિતિ બેઠકમાં વધારાની એક દરખાસ્ત સાથે 10 કામોને મંજૂર VSPF સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તથા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું હાલ સંચાલન કરે છે...
ગુરુવારે રામલીલાના કલાકારો પલળ્યા, આખરે શુક્રવારે ગ્રાઉન્ડમાંથી પાણી નિકાલ કરી ઉત્સાહભેર કાર્યક્રમ સંપન્ન કરાયો વડોદરામાં ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા દર વર્ષની...
લક્ષ્મી વિલાસ પેલેસ ગરબા મુદ્દે વડોદરા શહેર ભાજપમાં જ મતભેદ અકોટા ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સાથે ભાજપ કાઉન્સિલરોની પણ હાજરી વડોદરા શહેરના લક્ષ્મી...
સાંજના તમામ ઝોનમાં પાણી કાપ અને હળવા દબાણથી ઉપલબ્ધ થશે વડોદરા શહેરમાં રવિવારે પાણી પુરવઠામાં ફેરફાર કરવામાં આવ્યો છે. તા. 05/10/2025ના રોજ...
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નવા કાર્યક્રમ અનુસાર ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓની પ્રથમ સત્રાંત પરીક્ષા આજથી રાજ્યભરમાં શરૂ...
મામલતદાર, જનસેવા કેન્દ્ર સહિત ઝોનલ કચેરી નં. 1,2,4 હવે નવા સરનામે વડોદરા :;શહેરમાં નર્મદા ભવનનું રિનોવેશન કાર્ય શરૂ થતાં હવે કેટલીક મહત્વની...
મદ્રાસ હાઈકોર્ટે કરુર ભાગદોડ કેસમાં ટીવીકે નેતાને કડક ઠપકો આપ્યો છે. કોર્ટે કહ્યું કે પાર્ટીના વડા વિજય ભાગદોડ પછી ઘટનાસ્થળેથી ભાગી ગયા...
દબાણ શાખાની ટીમ આવતા જ વેપારી રોડ પર સૂઈ જઈ ઉગ્ર વિરોધ કરતા મામલો ભીચક્યો, અધિકારીએ કહ્યું- માત્ર ગંદકી ન કરવાની સૂચના...
બિલ્ડર સંજય પટેલે તેની ઓફિસમાં અન્ય બિલ્ડરોને જુગાર રમવા બોલાવ્યાં, તાલુકા પોલીસે રેડ કરી, રોકડ રકમ અને 12 મોબાઇલ મળી રૂ. 3.30...
પાકિસ્તાને ગાઝા યુદ્ધને સમાપ્ત કરવા માટે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રજૂ કરાયેલ 20-મુદ્દાની બ્લુપ્રિન્ટને મુસ્લિમ દેશો દ્વારા રજૂ કરાયેલા ડ્રાફ્ટ પ્લાનથી...
કોર્પોરેશનની બેદરકારી સામે કાઉન્સિલરની તીવ્ર નારાજગી, વિસ્તારમાં અફરાતફરીનો માહોલ શાળાઓ-હોસ્પિટલ નજીક મોટી દુર્ઘટના ટળી, નાગરિકોમાં અસંતોષ વધ્યો વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં...
ભારત પર ઊંચા ટેરિફ લાદનાર ડોનાલ્ડ ટ્રમ્પને તેમના દેશમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો છે. આ કટોકટીને કારણે અમેરિકાની મુખ્ય અવકાશ...
પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) માં વિરોધ પ્રદર્શન ચાલુ છે. પાકિસ્તાની સેનાએ સ્વતંત્રતાની માંગ કરી રહેલા લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો છે...
દશેરાના દિવસે જુનાગઢમાં એક આશ્ચર્યજનક અને અનોખી ઘટના બની. અહીંના ખોડિયાર મંદિરમાં વિજ્યા દશમી નિમિત્તે હવન પૂજાનું આયોજન કરાયું હતું. રાત્રિના સમયે...
વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત અને ખૂબ જ અપેક્ષિત નોબેલ પુરસ્કારોની જાહેરાત આવતા અઠવાડિયે કરવામાં આવશે. આ પુરસ્કારો દવા, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, સાહિત્ય, અર્થશાસ્ત્ર અને...
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારત મજબૂત સ્થિતિમાં પહોંચ્યું છે. આજે એક જ દિવસમાં...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
હાલમાં ઝેરી કફ સિરપ પીવાના લીધે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 12 જેટલા બાળકોના થયેલા મૃત્યુ બાદ તમિલનાડુ સરકારે “કોલ્ડ્રિફ” નામની કફ સિરપના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. ચેન્નાઈ સ્થિત કંપની દ્વારા ઉત્પાદિત આ સિરપને બજારમાંથી તરત જ દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ રાજસ્થાન સરકારે દવાઓની ગેરરીતિને ગંભીરતાથી લઈ ડ્રગ કંટ્રોલરને સસ્પેન્ડ કરી દીધા છે અને જયપુર સ્થિત કેસોન્સ ફાર્માની તમામ દવાઓના વેચાણ પર રોક લગાવી છે.
તમિલનાડુ સરકારની કાર્યવાહી
તમિલનાડુ સરકારે ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ મારફતે જાહેરાત કરી છે કે તા.1 ઓક્ટોબરથી “કોલ્ડ્રિફ” કફ સિરપનું ઉત્પાદન અને વેચાણ બંને રાજ્યમાં સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે. કાંચીપુરમ જિલ્લાના સુંગુવરાચત્રમમાં આવેલા ઉત્પાદન પ્લાન્ટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને નમૂનાઓ એકત્રિત કરાયા છે. સરકારી લેબમાંથી રિપોર્ટ ન મળે ત્યાં સુધી કંપનીને કફ સિરપનું ઉત્પાદન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
આ કંપની રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પુડુચેરી સહિતના રાજ્યોમાં દવાઓ સપ્લાય કરતી હતી. પરંતુ બાળકોના મૃત્યુ બાદ હવે કેન્દ્ર સરકાર પણ સતર્ક થઈ છે.
રાજસ્થાનમાં ડ્રગ કંટ્રોલર સસ્પેન્ડ
રાજસ્થાન સરકારે તાત્કાલિક પગલાં લેતા ડ્રગ કંટ્રોલરને સસ્પેન્ડ કરી દીધા છે. આરોગ્ય વિભાગે જયપુર સ્થિત કેસોન્સ ફાર્માની તમામ 19 દવાઓના પુરવઠા પર પ્રતિબંધ મૂક્યો છે. સાથે સાથે ડેક્સ્ટ્રોમેથોર્ફન ધરાવતા અન્ય કફ સિરપના વેચાણને પણ રોકી દેવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારનો નિર્દેશ
કેન્દ્ર આરોગ્ય મંત્રાલયે આ ઘટનાને ગંભીરતાથી લઈને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચના આપી છે કે બે વર્ષથી ઓછા બાળકોને ઉધરસ અને શરદીની દવાઓ આપવી ન જોઈએ. આ નિર્દેશ આરોગ્ય સેવા મહાનિર્દેશાલય દ્વારા જારી કરવામાં આવ્યો છે.
ઝેરી પદાર્થ ભેળવવાનો આરોપ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે આરોપ મૂક્યો છે કે છિંદવાડા જિલ્લામાં જે બાળકોના મૃત્યુ થયા છે તેમાં કફ સિરપમાં “બ્રેક ઓઈલ સોલવન્ટ” ભેળવવામાં આવ્યો હતો. આ જ કારણથી બાળકોની કિડની પર અસર થઈ અને તેઓનું મૃત્યુ થયું.
આગળની કાર્યવાહી
હાલમાં કેન્દ્ર આરોગ્ય મંત્રાલયે કંપનીને આદેશ આપ્યો છે કે લેબ રિપોર્ટ ન આવે ત્યાં સુધી કફ સિરપનું ઉત્પાદન બંધ રાખવું પડશે. સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે અને દોષિતો સામે કડક પગલાં ભરવામાં આવશે.
આ રીતે બાળકોના મૃત્યુ બાદ સરકારે તાત્કાલિક પગલાં લઈ ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવવાની દિશામાં કડક નિયમો અમલમાં મૂકવાનું શરૂ કર્યું છે.