Top News

More Posts

   The Latest

Most Popular

ગાંધીનગર: સીબીઆઈ, પોલીસ અધિકારી, ટ્રાઈના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી વોટ્સઅપ વિડીયો કોલ મારફતે ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયા પડાવતી ગેંગના વધુ એક સાગરિતની સ્ટેટ સીઆઇડી ક્રાઇમએ ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

સ્ટેટ સીઆઈડી ક્રાઈમના નાયબ પોલીસ મહાનિરીક્ષક ક્રાઇમ-2 પરીક્ષિતતા રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી. મકવાણાએ તપાસ હાથ ધરતા ફરિયાદીને વોટ્સઅપ વિડીયો કોલ કરી પોલીસ અધિકારીની ખોટી ઓળખ આપીને ડરાવી ધમકાવી તમારા જીવનું જોખમ છે, તેમ કહી આજીવન કેદના ખોટા ગુનામાં ફસાવી દેવાનો ડર આપી, ગોંધી રાખી જુદી જુદી બેંકના ખાતાઓમાંથી કુલ 11.42 કરોડ રૂપિયાની છેતરપિંડી કરતી ગેંગના વધુ એક સાગરીત આરોપી અશોક નરસીભાઈ સાંખલાની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

To Top