પાદરા: પાદરા નગર પાલિકા દ્વારા લારી ગલ્લા અને પથારાધારકો પર વહીવટી ચાર્જ વસુલાત કરવાની શરૂઆત કરાતા વેન્ડિંગ કમિટી સભ્યો તેમજ તમામ લારી ગલ્લા અને પથારા ધારકો એ તેનાં વિરોધ માં પાદરા ના તમામ વિસ્તારમાં આવેલ લારી ગલ્લા અને કેબીનો જડબેસલાક બંધ પાડીને વિરોધ દર્શાવ્યો હતો. ૧૫૦૦ ઉપરાંત ના લારી ધારકો એ બંધ પાડી પાલિકા દ્વારા ઈજારો આપી શરુ કરાયેલ વહીવટી ચાર્જ સામે સખત વિરોધ નોંધાવ્યો છે.
તે સાથે તમામ લોકો મોટી સંખ્યામાં પાદરા ફૂલબાગ જકાતનાકા પાસે આવેલ મોરારબગ ખાતે એકત્રિત થતા પોલીસે લારી ગલ્લા આગેવાનો તેમજ કોંગી કાર્યકરો સાથે ૧ મહિલા સહિત કુલ ૬ ની અટકાયત કરી હતી. ત્યારબાદ જામીનપર છુટકારો મેળવીને નગર પાલિકામાં ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં સામ સામે આક્ષેપ પ્રતિઆક્ષેપ થયા પામ્યા હતા એક સમયે ઉતેજના ભર્યો માહોલ સર્જાયો હતો.પાદરા નગર પાલિકા દ્વારા પાદરા નગર માં લારી અને ગલ્લા અને પથારાધારકો પર પાલીકા ની સામાન્ય સભા મા ઠરાવ કરી લારી ગલ્લા અને પથારાવાળા માટે વહીવટી ચાર્જ વસુલ કરવા માટે ઇજારો આપતા અને તેની શરૂઆત થતા પાદરા ના તમામ લારી-ગલ્લા વાળાઓ એ વિરોધ દર્શાવી પાદરા ના તમામ લારી ગલ્લા વાળાઓએ આજે સોમવારે સજ્જડ બંધ પાડી ને વિરોધ નોંધાવ્યો હતો. જેમાં 6×6 લારી ની જગ્યાના ૨૦/- કેબીન ના ૫૦/- અને તેથી વધુ પથારા ના ૬૦/- રૂપિયા અને તેથી વધુ સ્કે.ફૂટ પ્રમાણે દૈનિક વહીવટી ચાર્જ નક્કી કર્યા નો પાલિકાની સભામાં ઠરાવ મંજુર કરવામાં આવ્યો હતો.
સાથે લારી ગલ્લા એશિસીએશન ના આગેવાનોએ આવેદનપત્ર આપવા માટે તેમજ વિરોધ દર્શાવવા માટે પાદરા માં આવેલ ફૂલબાગ મોરારબાગ માં મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા જ્યાં તેઓ પાસે પરવાનગી નહિ હોવાથી આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી લારી ગલ્લા ધારકોને આગેવાનો અને કોંગ્રેસ આગેવાનો સહિત પાદરા પોલીસે ૧ મહિલા સહીત ૬ લોકો ની અટકાયત કરી હતી અને મોરારબાગ માં એકત્રિત થયેલ ભીડને પોલોસે વિખેરી બાગ ખાલી કરાવ્યુ હતું. જ્યાં રોષ ભરાયેલા લારિ ધારકો નું ટોળું પાદરા પોલીસ મથકે ઘસી આવ્યું હતું અને ભારે ઉતેજના ભર્યો માહોલ સર્જાયો હતો. બાદ માં સમજાવટ બાદ ટોળું રવાના થયું હતું.