નવી દિલ્હી: બાવન બુટી કલાને (Fifty-two booty art) આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવનાર પદ્મશ્રી (Padmashri) કપિલ દેવ પ્રસાદનું (Kapil Dev Prasad) આજે નિધન (Passed Away) થયું છે. નાલંદાના (Nalanda) બસવન બીઘાના રહેવાસી કપિલ પ્રસાદ હૃદયની બીમારીથી પીડિત હતા. તેમજ તેમણે પટનાની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
તેમના નિધનના સમાચાર સાંભળીને માત્ર નાલંદામાં જ નહીં પરંતુ સમગ્ર બિહારમાં શોકની લહેર છવાઈ ગઈ હતી. કપિલ દેવ પ્રસાદના અંતિમ સંસ્કાર પટનાના ફતુહામાં ત્રિવેણી ઘાટ ખાતે કરવામાં આવશે. કપિલ દેવ પ્રસાદનો જન્મ 5 ઓગસ્ટ 1955ના રોજ થયો હતો. કપિલ દેવ પ્રસાદે તેમના દાદા અને પિતા પાસેથી બાવન બુટીની કળા શીખી હતી.
ગયા વર્ષે રાષ્ટ્રપતિએ સન્માન કર્યું હતું
કપિલ દેવ પ્રસાદe દેશ-વિદેશમાં આ કળાને ઓળખ અપાવી હતી. કપિલ દેવ પ્રસાદને એપ્રિલ 2023 માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. જે સુતરાઉ અથવા ટસરના કપડા પર હાથ વડે 52 સમાન બુટીસ અથવા મોટિફ્સથી સિલાઇ કરવા બદલ આપવામાં આવ્યો હતો.
52 અનોખા બુટી/ટાંકાઓની કળા
મુખ્યમંત્રી નીતિશ કુમારના ગૃહ જિલ્લા નાલંદાના એક ગામનું નામ કપિલ દેવ પ્રસાદના નામ પરથી રાખવામાં આવ્યું છે. જિલ્લા મુખ્યાલય બિહારશરીફના બસવન બીઘા ગામના રહેવાસી કપિલ દેવ પ્રસાદે તેમના પિતા અને દાદા પાસેથી શીખેલ કૌશલ્યોને લોકોમાં વહેંચીને રોજગારનું માધ્યમ વિકસાવ્યું હતું. બાવન બુટી એ મૂળભૂત રીતે વણાટની એક પ્રકારની કળા છે. તેને બાવન બૂટી કહેવામાં આવે છે કારણ કે કપાસ અથવા ટસર કાપડ ઉપર હાથ વડે 52 સમાન મોટિફ ટાંકવામાં આવે છે.
બુટ કે બુટીમાં બૌદ્ધ ધર્મ અને સંસ્કૃતિના પ્રતીકો ઉપર ખૂબ જ સુંદર કારીગરી કરવામાં આવે છે. જેમાં કમળનું ફૂલ, બોધિ વૃક્ષ, બળદ, ત્રિશૂળ, સોનેરી માછલી, ધર્મનું ચક્ર, ખજાનો, ફૂલદાની, છત્ર અને શંખ જેવા ચિહ્નો મોટે ભાગે બાવન બૂટીમાં જોવા મળે છે. હાલ વૈશ્વિક બજારમાં બાવન બુટીની સાડીઓની સૌથી વધુ માંગ છે. જો કે આ કળાથી પહેલાથી જ પરિચિત લોકો બાવન બુટીની બેડશીટ્સ અને પડદા પણ શોધે છે. તેની શરૂઆત કપિલ દેવ પ્રસાદના દાદા શનિચર તંતી દ્વારા કરવામાં આવી હતી. પછી પિતા હરિ તંતીએ આ શ્રેણીને આગળ ધપાવી હતી. તેમજ જ્યારે કપિલ દેવ પ્રસાદ 15 વર્ષના હતો ત્યારે તેમણે આ કળાને વ્યવસાય તરીકે અપનાવ્યો હતો.