ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ વધી જવા પામ્યું છે. રાજયમાં કોરોનાના કેસો વધીને ૬ લાખને પાર કરી ગયા છે. જયારે ૭ હજારથી વધુ મોતને ભેંટયા છે ત્યારે અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પાલનપુર પાસે રસ્તા પર ફાળો ઉધરાવવાનું શરૂ કર્યુ છે.
મેવાણીએ કહ્યું હતું કે, વડગામમાં ઓક્સીજન પ્લાન્ટ સ્થાપવાની જરૂરત છે. તેમણે કહ્યું હતું કે, સરકારે ૧૮૨ ધારાસભ્યોની ગ્રાન્ટ રોકી રાખી છે. મેં તો ગુજરાત હાઈકોર્ટના દ્વાર પણ ખટખટાવ્યા છે. ધારાસભ્ય તરીકેના વિકાસ ફંડમાંથી મને ઓક્સીજન પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપો, તેવી સરકાર સમક્ષ મારી માંગ છે.