આફ્રિકન દેશમાંથી આઘાતજનક સમાચાર આવ્યા છે. અહીંની ડેમોક્રેટીક રિપબ્લિક ઓફ કોંગો (Boat capisizes in congo ) નદીમાં એક બોટ પલટી ગઈ છે. આ ઘટનામાં 50થી વધુ લોકોના મોત (More Than 50 Dead) થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે, જ્યારે 60થી વધુ લોકો ગૂમ થયા હોવાની આશંકા છે. ક્ષમતા કરતા વધુ લોકો બોટમાં મુસાફરી કરી રહ્યાં હોય તે પલટી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.
- બોટ એક દિવસ પહેલાં કિનહાસા રાજ્યમાંથી મબનડકા જવા માટે નીકળી હતી. નોમડબે રાજ્યના લોંગગોલા ઈકોતી ગામની નજીક આ બોટ ડૂબી હતી.
ઉત્તર પશ્ચિમીના મોંગોલોના ગર્વનરના પ્રવક્તા નેસ્ટર મૈગબોડાના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 51 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ દુર્ઘટનામાં 39 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. દેશના કેન્દ્રીય મંત્રી સ્ટીવ મબિકાયીએ પણ એક નિવેદન આપ્યું છે. મબિકાયીએ કહ્યું કે, આ બોટમાં 700 લોકો બેઠાં હતાં. દેશના માઈ-નોમડબે રાજ્યની આ ઘટના છે. બોટ એક દિવસ પહેલાં કિનહાસા રાજ્યમાંથી મબનડકા જવા માટે નીકળી હતી. નોમડબે રાજ્યના લોંગગોલા ઈકોતી ગામની નજીક આ બોટ ડૂબી હતી. ક્ષમતા કરતાં વધુ લોકોને બોટમાં બેસાડવામાં આવ્યા હોવાથી વજન વધી જતા બોટ પલટી ગઈ હોવાનું પ્રાથમિક તારણ છે.
નોંધનીય છે કે, કોંગો નદીમાં અવારનવાર બોટ પલટી જવાની ઘટના બને છે. જાન્યુઆરી 2021માં પણ એક બોટ ઉંધી થઈ જતા 2 લોકોના મોત થયા હતા. જોકે, લાંબા અંતરની મુસાફરી માટે કોંગો નદીમાં બોટ રાઈડ સિવાય કોઈ વિકલ્પ જ નથી. કારણ કે દેશમાં રસ્તાઓની સ્થિતિ ખરાબ છે. તેથી લોકો બોટની મુસાફરી કરવાનું વધુ પસંદ કરે છે. બોટના ચાલકો ક્ષમતા કરતા વધુ મુસાફરોને બેસાડી જોખમને નોંતરી લેતા હોય છે.