Vadodara

આઉટ સોર્સિંગના કર્મચારીઓનો કચરા પેટીમાં આવેદન નાંખી વિરોધ

વડોદરા: આઉટસોર્સિંગ એજન્સીઓ દ્વારા કર્મચારીઓના પગારમાં કરવામાં આવી રહેલી ઉચાપત સામે તંત્ર ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યું છે.ગુજરાતના આરોગ્ય વિભાગ હસ્તકના દવાખાનાઓમાં છેલ્લા કેટલાક સમયથી આરડીડીની એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી દઈ કર્મચારીઓનું શોષણ અને કોન્ટ્રાક્ટરને ફાયદો કરી છાવરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ થયા છે.જેના વિરોધમાં અધિકારીઓને આવેદનપત્ર આપીને કંટાળી ગયેલા કર્મચારીઓએ વેક્સિન ઈન્સ્ટિટયૂટ આરોગ્ય અને તબીબી સેવાઓ ની કચેરી ખાતેની કચરા પેટીમાં આવેદનપત્ર નાખીને અનોખી રીતે વિરોધ કર્યો હતો.

ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગમાં ખદબદતો ભ્રષ્ટચાર હોવા છતાં જીલ્લા કક્ષાના અધિકારીઓ કોઇ કાર્યવાહી કરવા માગતા ન હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.જેથી ભ્રષ્ટ્રતંત્ર અને અધિકારીને વારંવાર રજૂઆતો કરી થાકેલા આઉટ સોર્સના કર્મચારીઓએ મંગળવારે વેક્સિન ઈન્સ્ટિટયૂટ ખાતે આરોગ્ય અને તબીબી સેવાઓની કચેરી ખાતે પહોંચી પોતાની રજૂઆત કચેરી પેટીમાં નાખી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.સરકાર હોસ્પિટલમાં આઉટસોર્સ એજન્સી ડી.જીનાકરાણી અને એમ.જે સોલંકી દ્વારા કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે.જોકે સરકારના નિયમ મૂજબ આ કર્મચારીઓને પૂરતો પગાર,પી.એફ તેમજ અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી.જોકે એજન્સી દ્વારા પી.એફના નામે કર્મચારીઓના પગારમાંથી રૂપિયા કાપી લેવામાં આવે છે.

પરંતુ તેનો લાભ મળતો ન હોવાની અગાઉ અનેક વખત બુમો ઉઠી છે.છતાંય સરકારી બાબુઓની માનીતી ગણાતી એજન્સી ડી. જી.નાકરાણી અને એમ.જે.સોલંકી સામે કોઇ પગલા લેવામાં આવ્યાં નથી.કોરોનાકાળ દરમિયાન પણ આ બન્ને એજન્સીઓની નિષ્કાળજી સામે આવતે તેઓને ઓ.એ.ડી વિનોદ રાવ દ્વારા નોટીસ ફટકારવામાં આવી હતી.જોકે માત્ર નોટીસ ફટકારી તંત્રએ સંતોષ માની લીધો અને રાબેતા મૂજબ કામ ચાલવા લાગ્યું હતું.તેવામાં વધુ એક વખત આ બન્ને એજન્સી સામે આઉટસોર્સના કર્મચારીઓ અને ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.ગુજરાત જનતા જાગૃતી મંચના અગ્રણી રજનીકાંત ભારતીયએ આક્ષેપ કર્યો હતો કે પૂર્વ ઝોનમાં આવતા 7 જીલ્લાઓના આરોગ્ય કેન્દ્રોમાં મેનપાવર આઉટસોર્સ મારફતે પૂરો પાડવામાં જીઈએમ પોર્ટલ ઉપરથી ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવે છે.

આરોગ્ય કેન્દ્રો પર છેલ્લાં 6 વર્ષથી આઉટસોર્સ એજન્સીઓ મેસર્સ ડી.જી નાકરાણી અને એમ.જે સોલંકીનો કોન્ટ્રાક્ટ મંજુર થયેલો છે.આ બન્ને એજન્સીઓ ગાલમાં કાર્યરત છે.પરંતુ 6 વર્ષની કામગીરીમાં એજન્સીઓ દ્વારા કર્મચારીઓના પગાર,બોનસ, લીવ ઓન કેશ,ડ્રેસ વોશિંગ એલાઉન્સ તેમજ એરિર્યસના નાણાંમાં મોટા પાયે ગેરરીતી આચરવામાં આવે છે.કર્મચારીઓ આ બાબતે ફરીયાદ ન કરી શકે એ માટે ક્યારે તેમને સેલરી સ્લીપ અપાતી નથી.આઉટસોર્સ એજન્સીઓ ડી.જી નાકરાણી અને એમ.જે સોલંકી દ્વારા કર્મચારીઓના પગાર,બોનસ અને અન્ય ચુકવણામાં અચાપત કરવામાં આવી છે.

જે બાબતે અગાઉ 19 માર્ચ 2020ના રોજ લેખિત ફરીયાદ કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.ત્યારબાદ આ મામલે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં આ એજન્સી સામે કોઇ યોગ્ય પગલા લેવામાં આવ્યાં નથી.તથા આ બન્ને એજન્સીઓને રોજગાર અને તાલીમ ગાંધીનગર દ્વારા બ્લેકલીસ્ટ કરવામાં આવી છે.છતાં તેમની કામગીરી હજી ચાલુ છે.નાણાંકીય ઉચાપતની અનેક ફરિયાદો છતાં એજન્સીઓ વિરુદ્ધ નથી થઈ કોઈ કાર્યવાહી થઈ નથી.આઉટસોર્સ એજન્સીઓ ડી.જી.નાકરાણી અને એમ.જે.સોલંકીએ પગારમાં ઉચાપત કરી છે.6 વર્ષમાં એજન્સીઓએ બોનસ,લીવ,ઓન કેસ,એરિયર્સ અને યુનિફોર્મ એલાઉન્સમાં ઉચાપત કરી છે.પ્રતિ કર્મચારી દીઠ એક લાખ કરતા વધુ રકમની એજન્સીઓએ ઉચાપત કરી છે.આરોગ્ય વિભાગના અધિકારીઓ એજન્સીઓને બચાવવાની કામગીરી કરી રહ્યા છે.

Most Popular

To Top