વડોદરા : ભારતીય જનતા પાર્ટી ના બક્ષીપંચ યુવા મોરચાની ઉપપ્રમુખ મંત્રી અને કારોબારી સભ્યોની નિમણૂંક કરાઇ છે. જેમાં ગુનાઈત ભૂતકાળ ધરાવતા અને જે લોકો કાર્યકર્તા નથી દેવાની નિમણૂક થતા યુવા કાર્યકરોમાં છૂપો રોષ જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ મોરચાની જવાબદારી કાર્યકર્તાને સોંપવામાં આવી છે. જેમાં આજે યુવા મોરચાની નિમણૂક કરવામાં આવી હતી જેમાં ઉપપ્રમુખ મંત્રી અને કારોબારી સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં જે ભાજપના કાર્યકર્તા પણ નથી અને જેઓ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે તેવા લોકોની નિમણૂક કરતા યુવા કાર્યકર્તાઓ માં નારાજગી જોવા મળી હતી.
એમાં એક યુવા કાર્યકર નામ નહિ આપવા ના શરતે જણાવ્યું હતું કે બક્ષીપંચ યુવા મોરચામાં માનીતા ચહેરાઓને લેવામાં આવ્યા છે જે લોકો ભાજપના કાર્યકર્તા પણ નથી જે લોકોને અમે જોયા પણ નથી તેવા કાર્યકર્તાઓને નિમણૂક કરવામાં આવી છે. જ્યારે એક બક્ષીપંચ ના મંત્રી તરીકે અનુપ ગઢવી ની નિમણૂક કરવામાં આવી છે. તે અગાઉ પારુલ યુનિવર્સિટી ના ડોક્ટર પારુલ પાસે ખંડણી માગવાના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે તેને ધરપકડ પણ કરી હતી આવા ગુનાહિત ભૂતકાળ ધરાતા યુવા બક્ષીપંચ મોરચા માં નિમણૂક કરવામાં આવી છે તેવા ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો હતો.