દાહોદ: દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવું દાહોદ શહેર સ્માર્ટ સીટી તરફ પ્રયાણ કરી રહ્યું છે ત્યારે દાહોદ શહેરવાસીઓ માટે ખાસ માથાના દુઃખાવા સમાન એમ રખડતા પશુ બની રહ્યાં છે ત્યારે દાહોદ પાલિકા દ્વારા કેટલાંક સમય પુર્વે આ રખડતાં પશુઓનોનો જાપ્તો મેળવવા માટે ટેન્ડર પ્રક્રિયા પણ બહાર પાડવામાં આવી હતી અને લગભગ આ કામગીરી માટે ટેન્ડર અપાઈ પણ ચુંક્યાં છે પરંતુ હાલ સુધી રખડતા પશઓને પાંજરે પુરી તે તરફની યોગ્ય કામગીરી હાલ સુધી શરૂં કરવામાં આવી નથી ત્યારે બીન સત્તાવાર મળતી માહિતી પ્રમાણે, દાહોદ શહેરની બહાર એટલે કે,
કચરા ડેપોમાં ગૌવંશ સહીત રખડતા ઢોરો માટે નિર્માણધીન શેડની તસ્વીર ઈન્દૌર – અમદાવાદ નેશનલ હાઈવેની બાજુમાં આવેલ ડમ્પીંગ યાર્ડ ફર ચર્ચાની એરણે ચઢેલ છે. આ ડમ્પીંગ યાર્ડ (કચરાના ઢગલા) માં રખડતા પશુઓ અને ખાસ કરીને ગાયો જેવા ગૌવંશને પકડી લાવી આ ડમ્પીંગ યાર્ડમાં કોઈક જગ્યાએ રાખવા હોવાની ચર્ચાઓ વચ્ચે ગૌવંશોમાં ભારે આક્રોશ ફેલાયો છે. કારણ કે, આવી ગંદકીમાં ગાય જેવા ગૌવંશનો બાંધી રાખવા કેટલા યોગ્ય છે? તે એક વિચાર માંગી લેતો પ્રશ્ન છે પરંતુ પાલિકા સત્તાધિશોના એકબે મળતીયાઓના ઈશારે અને મનમાનીના કારણે આ નિર્ણય લેવામાં આવી રહ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે ત્યારે ખાસ કરીને ગૌ રક્ષકો અને પશુ પ્રેમીઓ આ મામલે ભારે આક્રોશ વચ્ચે અંદરો અંદર રોષ પણ જાેવા મળી રહ્યો છે.