Gujarat

રાજ્યમાં કોરોનાના નવા 24 કેસમાંથી 13 દક્ષિણ ગુજરાતમાં

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 24 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 9 જ્યારે દક્ષિણ ગુજરાતમાં 13 કેસ નોંધાવા પામ્યા છે.દક્ષિણ ગુજરાતમાં નોંધાયાયેલા 13 કેસમાં વલસાડમાં 5, સુરત મનપામાં 4, નવસારી અને સુરત ગ્રામ્યમાં 2-2 કેસનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત અમદાવાદમાં 9, જૂનાગઢ, ખેડામાં 1-1 કેસ નોંધાયો છે. રાજ્યમાં આજે કોરોનાના વધુ 21 દર્દીઓ સાજા થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 8,16,147 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 168 થઈ છે. 05 દર્દી વેન્ટિલેટર પર, જ્યારે 163 દર્દીઓ સ્ટેબલ છે.

શનિવાર સાંજે ચાર વાગ્યા સુધીમાં 3,01,026 વ્યકિતઓને રસી આપવામાં આવી છે
રાજ્યમાં આજે 18-45 વર્ષ સુધીના 56,150ને પ્રથમ ડોઝ અને 1,65,868 બીજો ડોઝ તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 15,870ને પ્રથમ અને 61, 274ને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 8 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ અને 1856ને મળીને બીજો મળી આજે કુલ 3,01,026 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 6,86,23,024 વ્યકિતઓને રસી આપવામાં આવી છે.

Most Popular

To Top