વડોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગાંધીનગરમાં રોડ શો યોજાયો હતો. જેમાં શહેર ભાજપ દ્વારા ૧૦ હજાર જેટલા ભાજપના કાર્યકર્તાઓ બસ અને ખાનગી વાહનોમાં ગાંધીનગર ખાતે રવાના થયા હતા .જેમાં પાંચ હજાર જેટલા ભાજપના કાર્યકર્તાઓ ટ્રાફિકમાં અટવાતા સમયસર રોડ સો પર પહોંચી શક્યા ન હતા. જેના કારણે ભાજપના કાર્યકર્તાઓ ની ખુશી નારાજગી ના ફેરવાઈ ગઈ હતી.
૫ રાજ્યના વિધાનસભાનો ચૂંટણીમાં ચાર રાજ્યમાં ભાજપે ભગવો લહેરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે આજે ગાંધીનગર ખાતે તેમનો આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભવ્ય ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં શહેર ભાજપના 10,000 જેટલા કાર્યકર્તાઓ ગાંધીનગર ખાતે રોડ શોમાં ભાગ લેવા ખાતે પહોંચ્યા હતા. જેમાં ભાજપના પ્રમુખ મહામંત્રી, કોર્પોરેટર, સંગઠનની ટીમ, બક્ષીપંચ મોરચો, મહિલા મોરચો , આરોગ્ય કર્મી, ડોકટર સેલ,વગેરે ગાંધીનગર ખાતે રવાના થયા હતા. શહેરમાંથી 156 જેટલી બસ ઉપાડવામાં આવી હતી અને સો જેટલા ખાનગી વાહનોમાં કાર્યકર્તાઓ ગાંધીનગર ખાતે રવાના થયા હતા 50% બસો ટ્રાફિકમાં અટવાઇ જતાં રોડ શો બાદ ગાંધીનગર ખાતે પહોંચતા ભાજપના કાર્યકર્તાઓ નારાજ થઇ ગયા હતા. વહેલી સવારે બસોનો પ્રસ્થાન થયું હતું .શહેર માંથી મોટા ઉપાડે કાર્યકર્તાઓ નીકળ્યા તે જ રીતે આણંદ, અને નડિયાદ થી પણ કાર્ય કરતાં વાહનો જોડાયા હતા. પરંતુ એક્સપ્રેસ હાઈવે પર બસો ટ્રાફિકમાં અટવાઇ ગઇ હતી.
ભાજપના પ્રમુખ ડો વિજય શાહે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાંથી 156 બસો , 100 ખાનગી વાહનો માં આશરે 10 હજાર ભાજપના કાર્યકર્તાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો જવા માટે નીકળ્યા હતા. ૫૦૦૦ જેટલા ભાજપના કાર્યકર્તાઓ રોડ શો પહેલા પહોંચી ગયા હતા. જ્યારે પાંચ હજાર જેટલા કાર્યકર્તાઓ ટ્રાફિકના કારણે રોડ શો બાદ પહોંચ્યા હતા. ડોક્ટરોના વર્ગ, આરોગ્ય કર્મચારીઓ અને યુક્રેન થી જે વિદ્યાર્થીઓ ભારત પરત ફર્યા છે તેવા વડોદરાના 40 વિદ્યાર્થીઓ પણ રોડ શોમાં આવ્યા હતા.