Charchapatra

આપણા અને તાપણાં

આપણા અને તાપણાંની વધુ નજીક ન રહેવું અને વધુ દૂર પણ ન રહેવું. આપણા સંતાનને વધુ લાડ લડાવવા ન જોઇએ તેમ કરવાથી એ બગડે છે. એની દરેક જીદ પૂરી કરતા રહો તો એ જિદ્દીલા બની જાય છે. આપણે એનાથી વધુ દૂર જઇશું તો એ આપણા પ્રેમથી વંચિત થતાં એના મનમાં આપણા પ્રત્યે નફરત થશે અને દુનિયાના અન્ય ામનવીઓ પર પણ એનામાં વિશ્વાસ ભરોસો થશે નહીં.

એ હતાશ થશે અને તે એકલો અટુલો બની જશે. તાપણું પણ એવું છે કે તેની એકદમ નજીક જઇશું તો એ આપણને દઝાડશે અને તેનાથી દૂર જશું તો એ આપણને ઉષ્મા આપશે નહીં. કેટલીક વખતે આપણા જ આપણને વધુ દઝાડે છે તે વધુ ટાઢક આપે છે. ઉપયોગી થાય છે. આપણે આપણી મર્યાદામાં રહીને બધું પ્રમાણસર કાર્ય કરવું રહયું.

નવસારી           – મહેશ નાયક      – લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top