આપણા દેશના ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે સમગ્ર ભારતવાસીઓને જોડતી રાષ્ટ્રભાષા હિન્દી છે. જે આબાલવૃધ્ધ સમગ્ર ભારતવાસીઓ બોલતાં આવ્યાં છે. ભારતના દરેક રાજયમાં વસ્તી પ્રજાની પોતાની માતૃભાષા અનેક છે. તે ઉપરાંત સમગ્ર ભારતને એક તાંતણે વ્યવહાર કરવા માટે અને સર્વ જનતા સમજી શકે એવી સરળ ભાષા હોવી જરૂરી છે તે છે આપણે રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારેલી હિન્દી. જે અપનાવવી એ આપણા સૌની ફરજ પણ છે. આઝાદીની લડત વખતે એકતા અર્થે એકત્ર થવા ગાંધીજીએ પણ દેવનાગરી હિન્દી ભાષાનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખ્યો હતો.
આમ જોતાં આપણે રાષ્ટ્રભાષા તરીકે હિન્દીનો વેપાર અને વ્યવહારમાં સરળતા રહે આથી દરેક ભારતવાસીઓ અપનાવતા આવ્યા છે, તેમ તે ભાષાનો ઉપયોગ બોલચાલમાં પણ રાખવો જરૂરી છે. સામાન્ય રીતે કહેવાય છે કે ભારતનાં અમુક રાજયનાં લોકો હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે અપનાવવા અંગે વિરોધ કરતાં આવ્યાં છે. જો કે અન્ય ભાષામાંથી ચલચિત્રોને હિન્દીમાં ડબીંગ કરી આમજનતા સમક્ષ રજૂઆત કરાવીને અઢળક નાણાં કમાય છે, તો તે લોકોનો વિરોધ શાને માટે? હિન્દી ભાષા સરળતાથી શિક્ષિત અને અશિક્ષિત પ્રજા બધા જ વેપાર તેમ જ વ્યવહારમાં ઉપયોગ કરતા આવ્યા છે.
સુરત – ભૂપેન્દ્ર સી. મારફતિયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.