શનિવારે પંજાબના મલોટમાં ભાજપના ધારાસભ્ય ( BJP MLA) અરૂણ નારંગ ( ARUN NARANG) સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. તેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને તે દરમિયાન, વિરોધીઓ દ્વારા તેમને નિહવસ્ત્ર પણ કર્યા હતા. આ ઘટના અંગે ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટિકૈત ( RAKESH TIKAIT)નું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપના ધારાસભ્ય સાથેની આ ઘટનામાં અમારા લોકો સામેલ નથી. અમારા લોકોએ કાળા ધ્વજ બતાવ્યાં હતાં પરંતુ આ ઘટનામાં સામેલ થયા નથી. ટિકૈતે વધુમાં કહ્યું કે, તેના લોકો દ્વારા માત્ર ખેડૂતોને બદનામ કરવા માટે કરવામાં આવ્યું હતું.
ભાજપે પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરી હતી
દરમિયાન, ભાજપના ધારાસભ્ય અરૂણ નારંગ પર થયેલા હુમલા અને અમાનવીય વર્તનને લઈને પઠાણકોટ ભાજપે વાલ્મિકી ચોક ખાતે ધરણા કર્યા હતા. અગાઉ ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખ વિજય શર્માના ( VIJAY SHARMA) નેતૃત્વ હેઠળ શહેરમાં રેલી કાઢવામાં આવી હતી. આ દરમિયાન કેપ્ટન સરકાર અને કોંગ્રેસ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ કેબીનેટ પ્રધાન મોહન લાલ ( MOHANLAL) ધરણામાં પહોંચ્યા હતા.
ભાજપના નેતાઓએ પંજાબમાં કથળતી કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિને ટાંકીને રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી હતી. માસ્ટર મોહન લાલએ કહ્યું કે, પંજાબમાં કાયદો અને વ્યવસ્થા બગડવા માટે જવાબદાર મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંઘ ( AMARNINDAR SINGH) અને ડીજીપી દિનકર ગુપ્તા ( DINKAR GUPTA) છે. તેઓ પંજાબમાં કાયદો અને વ્યવસ્થાને સંભાળી રહ્યા નથી. માસ્ટરનો આરોપ છે કે ધારાસભ્યને ખેડૂતોના વેશમાં ગુંડાઓ બોલાવીને પોલીસે માર માર્યો હતો. તે કોંગ્રેસના ખેડુતો નહીં પણ કોંગ્રેસના ગુંડાઓ હતા.
શું છે આખો મામલો
શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ માટે મલોટ પહોંચેલા અબોહરના ભાજપના ધારાસભ્ય અરૂણ નારંગને ખેડુતો અને સમર્થકોના જબરદસ્ત વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પોલીસની હાજરીમાં વિરોધીઓએ ધારાસભ્યને બાનમાં લઇ તેના કપડાં ફાડી નાખ્યા હતા અને તેમના ચહેરા પર કાળો રંગ લગાવવાનો પ્રયત્ન કર્યો હતો. ઘણી કોશિશ બાદ પોલીસ પ્રશાસને ઘેરાબંધી કરી ધારાસભ્યને એક દુકાનમાં લઈ ગયા હતા અને શટર બંધ કરી દીધું હતું . આ પછી પણ વિરોધીઓ શાંત થયા નહીં. તેમણે ધારાસભ્યની ગાડી પર કાળો રંગ લગાવીને ભાજપ કાર્યાલયમાં પ્રવેશ કર્યો અને તોડફોડ કરી હતી. તેણે ત્યાં લગાવેલા ધ્વજ અને ઝંડા પણ બાળી દીધા હતા. તેનાથી વાતાવરણ તંગ બન્યું હતું.
આ કેસમાં મલોટ પોલીસ મથકમાં લખનપાલ સિંહ , અમલવાલા, સુખદેવસિંહ બુડા ગુર્જર, નિર્મલસિંહ જાસેવાલા, નાનકસિંહ ફકરસર, કુલવિંદરસિંહ દાનેવાલા, રાજવિંદરસિંહ જાંડવાલા, અવતારસિંહ ફકરસર અને 300 અજાણ્યા લોકો સામે ગુના નોધાયો છે.