આકાશમાંના ઘણાં તારાઓનાં નામ ઋષિઓના નામ ઉપરથી રાખ્યા છે. તેમની સતત આપણાં ઉપર દ્રષ્ટિ રહે જેથી આપણે જીવન-વિકાસ સાધીએ-એવી એમાં ભાવના છે, પણ આપણને ઋષિઓના નામ જ ખબર નથી, તો પછી એમની દ્રષ્ટિ આપણા ઉપર છે એ ભાન જ ક્યાંથી હોય? આપણે કોઈ દિવસ હરામખોરી કરીએ તો એમ લાગે છે કે, આ મારાથી ન થાય! કારણકે વસિષ્ઠનો તારો મને જુએ છે. અગસ્તિની દ્રષ્ટિ મારા તરફ મંડાયેલી છે. આકાશના આ બધા તારાએ તેમને અપાયેલાં ઋષિઓનાં નામો આપણને કંઈ જ ખબર નથી? પરિણામે આપનું જીવન બેલગામ, સ્વછંદી થયું છે?
વિજલપોર – ડાહ્યાભાઈ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
બેરીસ્ટર તરીકે મુ.બાપુ અને શ્રી નહેરુએ ભગતસિંહની જિંદગી બચાવવાં શું કર્યું?
તા. 17-10-2022ના રોજનાં ગુજરાતમિત્રમાં શ્રી ડાહ્યાભાઈ હરિભાઈ પટેલ વિજલપોરનું મુ.બાપુ અને શ્રી નહેરુની ભગતસિંહને પ્રથમ શ્રધ્ધાંજલિ આવ્યાનું થયેલ ચર્ચાપત્ર વાંચ્યુ. તો સવાલ એ થયો કે મુ.બાપુ અને શ્રીનહેરુ બંને ત્યારે બેરીસ્ટર તરીકે હયાત હતા. ભગતસિંહનો કોર્ટમાં કેસ ચાલ્યો હશે અને પછી જ એને ફાંસીની સજા થઈ હશે. તો બેરીસ્ટર તરીકે મુ.બાપુ અને શ્રી નેહરુએ ભગતસિંહની જિંદગી બચાવવા કોઈ પ્રયત્ન કર્યા હશે કે નહીં? જો કર્યા હોય છતાં એને બચાવી ના શક્યા હોય તો એ બંનેને બિનઅસરકારક બેરીસ્ટર ગણી શકાય કે નહીં?
સુરત – અતુલ મજમુદાર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.