ભારત દેશનો ઈતિહાસ જોઈએ તો મધ્ય એશિયામાંથી ભારત આવેલા મુઘલ કેટલાં હતાં? થોડાં હજાર, છતાં તેઓએ સદીઓ સુધી ભારત પર શાસન કર્યું.
ભારત પર જ્યારે અંગ્રેજોએ શાસન કર્યું ત્યારે અંગ્રેજો કદાચ દશ હજાર હતાં, જ્યારે ભારતીઓ 30 કરોડ જેટલાં હતાં. તો પછી ભારતની જનતા પર અત્યાચાર કોણે કર્યા? જલિયાવાળા બાગમાં આદેશ આપ્યો ત્યારે બંદૂકનું સ્ટ્રીગર કોણે દબાવ્યું? તે ભારતીય સૈનિકો હતા, ત્યારે આ જ ભારતીય સૈનિકોએ જનરલ ડાયર પર બંદૂક કેમ ન ચલાવી? આઝાદીના લડવૈયા ક્યાં છુપાયા છે તેની બાતમી અંગ્રેજોને કોણે આપી? આ જ પરંપરા હજુ પણ આઝાદ ભારતમાં ચાલી રહી છે. આઝાદીના લડવૈયા આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરનાર એક પોતડી, એક લાકડીથી આઝાદી અપાવનાર બાબતે આજના વૈભવી નેતા પ્રજાને શીખ આપી રહ્યા છે. આપણે ઉત્સાહથી લાઈનમાં ઊભા રહી આપણી પ્રિય પાર્ટીને મત આપી જીતાડવાના અરમાન લઈને આવીએ ત્યારે આપણા જ ચૂંટાયેલ આપણો સેવક કરોડોમાં વેચાય છે. આ છે આપણા પવિત્ર અને કિંમતી મતની કિંમત. હવે તો પક્ષપલટા વિરોધી કાયદાને પણ દફનાવી દેવામાં આવ્યો છે. એ તો એમ જ ચાલે… આપણા એકલાથી શું થવાનું? ખજાના ભરે છે. માગનાર માલામાલ… આપના બેહાલ આપણી વફાદારી હવે દેશ પ્રત્યે નહીં પણ આપણા પેટ પ્રત્યેની ચિંતા પ્રત્યે છે અને આપણા સેવક એ જ સુપેરે કરી રહ્યા છે.
સુરત- બળવંત ટેલર