સંગઠનો પોતાના હેતુ ગુમાવી રહ્યા છે

કોઈપણ સંગઠનની રચના પછી તે ધાર્મિક,સામાજિક કે રાજકીય સંગઠન હોય તેની સ્થાપના સમયે એક કે એક થી વધુ વ્યકિતની સ્પષ્ટ વિચારધારા,ચોક્કસ હેતુ તેમજ સૌથી અગત્યની વાત તેમની નિતી અને નિયત હોય છે.પહેલાના સમયમા એ જોવા મળતું હતું કે ઘણીવાર સત્ય નો સાથ આપવાથી સંગઠનને નુકસાન થતું તો પણ એ નુકસાન સહન કરી ને પણ સંગઠન સત્યની સાથે જ રહેતા. જયારે આજના સમયમાં આ હાસ્યાસ્પદ વાત લાગે છે.આજે તો મારો પરિવાર, મારો સમાજ,મારો ધર્મ, મારો પક્ષ, મારી સંસ્થા,મારું સંગઠન કયારેય ખોટું હોય જ ન શકે.આવી વિચારસરણી લગભગ તમામ લોકોમા જોવા મળી રહી છે. જો કોઈ વ્યક્તિ સત્યનો સાથ આપવાનો પ્રયત્ન કરે તો તેને વિદ્રોહી કહીને જે-તે સંસ્થા કે સંગઠન માથી બરતરફ કરવામાં આવે છે. આજે તમામ સંગઠનોને કે પક્ષો ને કોઇ પણ ભોગે પ્રગતિ કરવી છે.કોઈ વિચારધારા,કોઈ નિતી-નિયમ જેવુ કંઈ જ રહ્યું નથી.કોઈ પૈસા ના જોરથી તો કોઈ પોતાની સંખ્યા ના જોરથી આવા સંગઠનો કે પક્ષોમાં ઉચ્ચ હોદ્દા પર સ્થિત થઈને આવા સંગઠનો ના મૂળ હેતુ ભુલાવી દે છે. આશા રાખું છું સંગઠનોના આગેવાનો અને સભ્યો આ લેખના ભાવાર્થને સમજી પોતાના સંગઠનને સત્યના માર્ગ પર દોરી જવા પ્રયત્ન કરે.
સુરત       – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top