Gujarat Main

પૂજા ખેડકર કાંડની અસરઃ ગુજરાતના 5 IAS અધિકારીઓના મેડિકલ ટેસ્ટ કરવા આદેશ

ગાંધીનગરઃ ચકચારી પૂજા ખેડકર કાંડ બાદ ગુજરાતનું વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. મહારાષ્ટ્રની પૂજા ખેડકરે આઈએએસ બનવા માટે ખોટું દિવ્યાંગતાનું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું, તે જ રીતે ગુજરાતમાં ફરજ બજાવતા 5 આઈએએસ અધિકારીઓએ ખોટા સર્ટિફિકેટ રજૂ કર્યા હોવાની આશંકાને પગલે તંત્રએ તપાસના આદેશ આપ્યા છે.

મળતા અહેવાલ પ્રમાણે ગુજરાતના પાંચ IAS અધિકારીઓના ફરીથી મેડિકલ ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. ખોટા દિવ્યાંગ સર્ટિફિકેટના આધારે સિવિલ સર્વિસમાં ભરતી થયાની રજૂઆતના પગલે ફરીથી તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પાંચ અધિકારીઓના પૈકી એક IAS અધિકારી રાજ્ય સરકારના વહીવટી તંત્રમાં ઉચ્ચસ્થાને બિરાજમાન છે. જો આ મેડિકલ તપાસમાં આ તમામ અધિકારીઓ અનફિટ જાહેર થાય તો નોકરી પણ જતી રહે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગુજરાતના પાંચ આઈએએસ અધિકારીઓના દિવ્યાંગ સર્ટિફિકેટ અંગે ગુજરાત સરકારની જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે શંકાઓ વ્યક્ત કરી હતી. એક વરિષ્ઠ અધિકારીએ દ્રષ્ટિહીનતા જ્યારે ત્રણ જુનિયર અધિકારીઓએ તેમના દિવ્યાંગ સર્ટિફિકેટમાં ‘લોકોમોટિવ ડિસેબિલિટી’ કારણો ટાંક્યા હતા.

ગુજરાતના વહીવટી તંત્ર માટે સૌથી મોટા સમાચાર બહાર આવ્યા છે. પૂજા ખેમકર કાંડ પછી ગુજરાતનું તંત્ર એક્શનમાં
આવ્યું છે. રાજ્યના 5 IAS અધિકારીઓના ફરીથી મેડિકલ ટેસ્ટ કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ અધિકારીઓ પણ પૂજા ખેડકરની જેમ ખોટા દિવ્યાંગ સર્ટિફિકેટના આધારે સિવિલ સર્વિસમાં ભરતી થયાની રજૂઆતના પગલે તપાસ શરૂ થઈ છે.

શું છે પૂજા ખેડકર કેસ?
નકલી OBC પ્રમાણપત્ર બતાવીને પૂજા ખેડકર IAS બની હતી. પૂજાએ ક્રીમી લેયર ઓબીસી હોવા છતાં યુપીએસસી ક્વોટામાં પ્રવેશ મેળવવા માટે ઓબીસી શ્રેણીનું નકલી પ્રમાણપત્ર બતાવ્યું હતું. આ મુજબ જે પરિવારોની વાર્ષિક આવક રૂ. 8 લાખથી વધુ છે તેમને ક્રીમી લેયર ઓબીસીની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે.

ક્રીમી લેયર ઓબીસી માટે યુપીએસસીમાં કોઈ ક્વોટા નથી. તાજેતરમાં, જ્યારે તેના પિતાએ લોકસભાની ચૂંટણી લડી હતી, ત્યારે તે પ્રકાશમાં આવ્યું હતું કે તેની વાસ્તવિક આવક 8 લાખ રૂપિયા કરતાં ઘણી વધુ હતી. ચૂંટણી દરમિયાન દિલીપ ખેડકરની આવકની વિગતો મળી ત્યારે જાણવા મળ્યું કે તેમનો આખો પરિવાર અબજોપતિ છે અને ક્રીમી લેયર ઓબીસીમાં આવે છે. આ પછી ખબર પડી કે પૂજા ખેડકર સામાન્ય નથી પરંતુ ક્રીમી લેયર ઓબીસી છે.

આ ઉપરાંત તપાસ કરતા એવી હકીકત બહાર આવી કે પૂજા ખેડકર દ્વારા રજૂ કરાયેલા તમામ પ્રમાણપત્ર નકલી છે. પૂજા ખેડકર IAS બન્યા બાદ જ્યારે તપાસ હાથ ધરવામાં આવી ત્યારે તેના વધુ જૂઠાણા બહાર આવ્યા. પૂજા ખેડકરે UPSCમાં માત્ર OBC જ નહીં પરંતુ શારીરિક રીતે વિકલાંગ હોવાનું ખોટું પ્રમાણપત્ર બતાવ્યું હતું. પૂજા ખેડકરે UPSCમાં કહ્યું હતું કે તેને માનસિક સમસ્યા છે અને આંખો નબળી છે. આ સિવાય ડાબા ઘૂંટણમાં લોકોમોટર ડિસેબિલિટી હોવાની પણ વાત થઈ હતી.

Most Popular

To Top