દાહોદ: દેવગઢ બારીઆ કોર્ટ માં મારમારી નાં બે અલગ અલગ કેસ માં બે આરોપી ને સજા ફટકારતા કોર્ટ સંકુલમાં માં પણ જાણે હડકંપ મચ્યો હોઈ તેમ અન્ય ગુનેગારો માં ફફડાટ. પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારિયા તાલુકા ના ચેનપુર ગામે રહેતાં ચંચી બેન સાથે આજ ગામનાં દિલીપ ભાઇ ચંદ્રા ભાઈ એ પાણી ભરવા તેમજ ખેતર માં ઢોર ઘાસચારો ખાવા બાબતે ઝગડો કરી છૂટા પથ્થરો મારી મારમારી હાથ માં ફેક્ચર કરતાં ચંચિ બેન ને આ બાબતે દેવગઢ બારીઆ પોલીસ મથકે તા ૧૮/૦૭/૨૦૧૧નાં રોજ દિલીપભાઈ ચંદ્રાભાઈ વિરૂદ્ધ ગુન્હો નોંધાવતા જે કેસ દેવગઢ બારીયા જુડીશીયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એ જે વાસુ ની કોર્ટ માં ચાલી જતાં સરકારી વકીલ જે એમ વસાવા ની ધારા દાર દલીલો ને ગ્રાહ્ય રાખી આરોપી તરફે પુરાવા પડતા જુડીશીયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એ જે વાસુ એ આ કેસ માં દસ વર્ષ પછી આરોપી દિલીપ ચંદ્રા ભાઈ ને ઈ પી કો કલમ ૩૨૩માં બે માસ ની સાદી કેદ તથા રૂપિયા ૧૦૦૦રોકડ દંડ તેમજ ઇ પી કો કલમ _ ૩૨૫ ત્રણ વર્ષ ની સાદી કેદ તેમજ ૩૦૦૦રૂપિયા નો દંડ ઈ પી કો કલમ ૩૩૭ માં ત્રણ માસ ની સાદી કેદ નો હુકમ કરી જેલ હવાલે કર્યો .
જયારે બીજા ગુનામાં દેવગઢ બારિયા તાલુકાના વિરોલ ગામના ફરિયાદી રવજીભાઈ નાનકા ભાઈને વિરોલ ગામના દિનેશ ભાઈ ભેમાભાઈ તેમજ શૈલેષ ભાઈ ભેમાભાઈ એમ બંને જણા મળી રાવજીભાઈ નાના ભાઈને લાકડી વડે માર મારી હાથ માં ફેક્ચર કરતાં રવજીભાઇએ તા ૧૫/૦૩/૧૪ નારો દેવગઢ બારીયા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો જે ગુન્હો કોર્ટમાં તબદીલ હતા અને આ કેસ જુડીશીયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એ જે વાસુ ની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ની દલીલોને ગ્રાહ્ય રાખી સાત વર્ષ જૂના કેસમાં આરોપી દિનેશ ભાઈ ભેમાભાઈ ને ઈ પી કો કલમ ૩૨૫ માં તકસીરવાન ઠેરવી બે વર્ષની સાદી કેદ અને રૂ ૨૦૦૦નો દંડ તેમજ અન્ય બીજા આરોપી શૈલેષ ભેમાભાઈ ને ઈ પી કો કલમ ૩૨૩ માં તકસીરવાન ઠરાવી છ માસ ની સાદી કેદ ની સજા ફટકારતા તેમજ આ બંન્ને ગુન્હામાં તપાસ અધિકારી દ્વારા નિષ્પક્ષ તપાસ કરેલ ન હોય અને બેદરકારી પૂર્વક તપાસ કરેલ હોય તે અધિકારીઓ સામે જજ શ્રી એ જે વાસુ એ બેદરકારી પૂર્વક તપાસ કરનાર અધિકારીઓ સામે ડિપાર્ટમેન્ટલી ઇન્કવાયરી કરવાનો આદેશ કરતા કોર્ટ સંકુલમાં પણ હડકંપ મચી ગયેલ હતો જ્યારે આ હુકમથી અન્ય ગુનેગારો તેમજ પોલીસ અધિકારીઓમાં પણ ખળભળાટ મચી જવા પામેલ છે.