Trending

માનવીની જેમ આ પ્રાણી પાસે પણ પોતાનો શબ્દ ભંડોળ છે, આ રીતે લાગણી શબ્દોમાં વ્યક્ત કરે છે

સુમાત્રા: માનવી પાસે તેમની જુદી જુદી લાગણીઓને (Emotions) જુદી જુદી રીતે બહાર લાવવા માટે અનેક શબ્દો (Words) છે. તેમજ ઓરંગુટાન નામની એક વાનર પ્રજાતિને પોતાની એક અલગ ભાષા (Language) છે. કોઈ વ્યક્તિ નવી જગ્યાએ જાય કે તરત જ કોઈ નવો શબ્દ કે વસ્તુ શીખીને આવે છે. માણસની જેમ જ તેઓ પણ તેમના શબ્દો બદલી શકે છે. ઓરંગુટાન્સ (Orangutans) વિશે આ રસપ્રદ ખુલાસો તાજેતરમાં કરવામાં આવેલી ભાષાની ઉત્પત્તિને લઈને કરવામાં આવેલા સંશોધનમાં (Research) સામે આવ્યો છે.

ઓરંગુટાનની ભાષા અને શબ્દભંડોળ પરનો તાજેતરનો અભ્યાસ નેચર ઇકોલોજી એન્ડ ઇવોલ્યુશન જર્નલમાં પ્રકાશિત થયો છે. આ અભ્યાસ દક્ષિણપૂર્વ એશિયામાં બોર્નિયો અને સુમાત્રાના 70 ઓરંગુટાન્સ પર કરવામાં આવ્યો હતો. તેમની વાતચીત રેકોર્ડ કરવામાં આવી હતી અને પછી તેને ઘણી વાર સાંભળવામાં આવી હતી. ત્યારબાદ આ પરિણામ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ અભ્યાસ ડૉ. એડ્રિયાનો આર. લેમિરા અને તેના સાથીદારોએ મળીને કર્યો હતો. આ અભ્યાસમાં ઘણા અવાજના નમૂના લેવામાં આવ્યા હતા. ઓરંગુટાન્સના અવાજોની વિશાળ પ્લેલિસ્ટ અને તેમની અંદરના વિવિધ પ્રકારના અવાજો દર્શાવે છે કે તેઓ કયા સમયે કયા પ્રકારના અવાજો કરે છે. તેમની તીવ્રતા, મધુરતા, તરંગ વગેરે કેવી હોય છે તેના વિશે વાત કરીયે તો ઘણી વખત તેઓ તેમના મૂળ અવાજમાં નવા પ્રકારનું મિશ્રણ કરે છે. જેથી તેમની ભાષા અન્ય કોઈ સમજી ન શકે. જે સમજવા જેવું હોય એ જ સમજી શકે બીજું વધારાનું ન સમજી શકે.

કેટલીક વાર ઓરંગુટન્સ સંપૂર્ણ શબ્દો બોલતા નથી. જ્યારે સાંભળનાર ઓરંગુટન જુએ છે, ત્યારે તેઓ ઇશારા કરે છે અથવા નવા શબ્દો બોલે છે. જેથી કરીને કોઈ તેમની વાત સાંભળી શકે નહી. આ રીતે તેઓ બીજા કોઇની જાણ વગર તેમનો સંદેશ પૂર્ણ કરી દે છે. તેમના શબ્દભંડોળની મોટી અસર ઓરંગુટાનની વસ્તી પર પણ આધારિત છે. જો વસ્તી ઓછી હોય અને તેઓ મોટા વિસ્તારમાં ફેલાયેલા હોય, તો તેમનુ શબ્દભંડોળ નાની અને મર્યાદિત હશે. જો ઓરંગુટાન્સ વધુ ગીચ વસ્તીવાળા હોય, તો તેમનુ શબ્દભંડોળ વધુ વૈવિધ્યસભર હશે. પરંતુ કેટલીકવાર એક ઓરંગુટાન વધુ વસ્તી ધરાવતા જૂથના શબ્દભંડોળમાંથી વધુ શબ્દો શીખે અને બોલે છે. તેમજ તેમને નવા અવાજો પસંદ કરવા અને સંભાળવા ગમે છે. તેથી જ તમે કેટલીક વાર કેટલાક ઓરંગુટન્સને તેમના જુથથી થોડે દૂર એકલા બેઠેલા જોશો. પરંતુ કેટલીક વાર અન્ય ઓરંગુટન્સ કરતાં તેઓ વધુ બુદ્ધિશાળી અને વધુ બોલવાવાળા હોય છે.

ખરેખર વિજ્ઞાનીઓનો આ અભ્યાસ એ શોધી રહ્યો છે કે આખરે ભાષણ, ભાષા અને શબ્દોની શરૂઆત કેવી રીતે થઈ. વસ્તુના કે કોઈ પણ લાગણીના નામ કેવી રીતે આપવામાં આવ્યા? તેની શરૂઆત આપણા પૂર્વજોએ એટલે કે વાનરોએ જ કરી હતી. ઓરંગુટાન્સ અને ચિમ્પાન્ઝીમાંથી ઓરંગુટન્સ ખૂબ જ વાચાળ એટલે કે વધુ બોલનાર જીવ છે. તેઓ પોતાની લાગણીઓ બોલીને વ્યક્ત કરે છે. ડો.એડ્રિયાનોએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે મનુષ્યની જેમ ઓરંગુટાન્સ પણ તેમની લાગણીઓને શબ્દોનું સ્વરૂપ આપે છે. પ્રેમ, ક્રોધ, લદ્દકાર અને દુઃખનું પણ શબ્દોમાં વર્ણન કરે છે. મુશ્કેલીમાં હોય ત્યારે બૂમો પાડો પછી તે જંગલી વાનર હોય કે પછી પ્રાણીસંગ્રહાલય કેદ વાનર. તેઓ તેમની સમસ્યાઓ ઉકેલવા માટે શબ્દોનો ઉપયોગ કરે છે. નવા શબ્દોની રચના કરે છે તેમજ નવા શબ્દો શીખે છે અને ફેરફાર કરે છે.

ડૉ.એડ્રિયાનોના કહ્યા મુજબ, હવે તેઓ એ તબક્કે પહોંચી ગયા છે કે જ્યાં એ ખબર પડી જશે કે વાનરોએ ક્યારે બોલવાનું શરૂ કર્યું હતું. ચહેરાના હાવભાવથી શબ્દોનો ઉપયોગ કેવી રીતે શરૂ થયો હશે? વાનરોએ કેવી રીતે સમજશક્તિમાં વધારો કર્યો હશે? આનુવંશિક જેકપોટ કેવી રીતે થયો અને આપણે માણસોએ વાત કરવાનું શરૂ કર્યું? તે બધાની ખબર પડી જશે. ઓરંગુટાનની શબ્દભંડોળનો અભ્યાસ કરવાથી આપણા પૂર્વજોને બચાવવા માટે આપણે ક્યાં જરૂરી પગલાં લેવાની જરૂર છે તેનો ખ્યાલ આવશે. કારણ કે જો આ જીવોને પૃથ્વી પરથી ખતમ કરી દેવામાં આવશે તો તેમની ભાષા અને શબ્દભંડોળને બચાવવા મુશ્કેલ બની જશે. આ આપણી વચ્ચેનો આ જીવંત ઇતિહાસ છે.

Most Popular

To Top