Business

AI ના લીધે આ વ્યક્તિ બની ગયો દુનિયાનો ચોથા નંબરનો સૌથી અમીર

નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIની આજકાલ ખૂબ જ ચર્ચા થાય છે. આ કારણે કેટલીક જગ્યાએ નોકરીઓ છીનવાઈ જવાનો ભય દર્શાવવામાં આવી રહ્યો છે તો બીજી જગ્યાએ ખોટી માહિતી અને અફવાઓ ફેલાવવાનો ભય હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

જો કે કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે જે રીતે કોમ્પ્યુટરના આગમન પહેલા નોકરીની કટોકટી સંબંધિત અફવાઓ સામાન્ય હતી, તે જ રીતે AI વિશે કેટલીક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે તેમની વાસ્તવિકતા સામે આવતા થોડો સમય લાગી શકે છે. પરંતુ હાલમાં AIના બિઝનેસ સાથે જોડાયેલી કંપનીઓની કિસ્મત બદલાવા લાગી છે.

AI બિઝનેસ સાથે સંબંધિત કંપનીઓના શેરમાં સોમવારે યુએસ શેરબજાર વધીને 52 સપ્તાહની ટોચે પહોંચી ગયું હતું. આનો સૌથી વધુ ફાયદો ઓરેકલના (Orecal) સ્થાપક લેરી એલિસનને (Larry Ellison) મળ્યો, જેઓ પહેલીવાર વિશ્વના અમીરોની યાદીમાં બિલ ગેટ્સથી આગળ નીકળી ગયા.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ (Blumberg Billoners) ઈન્ડેક્સ અનુસાર, એલિસન AIની મદદથી બિલ ગેટ્સને (Bill Gates) પાછળ છોડી દીધા છે. ગુરુવારે, એલિસન વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં ચોથા નંબર પર પહોંચી ગયા છે અને તેમની કુલ સંપત્તિ $5.92 બિલિયન વધીને $135 બિલિયન થઈ ગઈ છે. જ્યારે બિલ ગેટ્સ આ લિસ્ટમાં 131 બિલિયન ડોલરની નેટવર્થ સાથે 5માં નંબરે આવી ગયા છે.

આ વર્ષે, એલિસનની નેટવર્થમાં $43.5 બિલિયન અને બિલ ગેટ્સની નેટવર્થમાં $21.9 બિલિયનનો વધારો થયો છે. એલિસને 2014માં ઓરેકલના સીઈઓનું પદ છોડી દીધું હતું. પરંતુ તેણે કંપની છોડી ન હતી. જે બાદ તે ઓરેકલના ચેરમેન અને ચીફ ટેકનોલોજી ઓફિસર બન્યા. તેમની પાસે ઓરેકલમાં 42.9 ટકા હિસ્સો છે.

આ વર્ષે ઓરેકલના શેરમાં 42 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે, કંપનીએ $50 બિલિયનની આવક હાંસલ કરી હતી. ઓરેકલને AI માં રોકાણ કરવાનો લાભ મળ્યો છે. તેણે ઓપનએઆઈના (OpenAI) હરીફ કોહેરેમાં રોકાણ કર્યું છે. એલિસનની નેટવર્થ રોકેટ ઝડપે વધી કારણ કે AI શેરોમાં તેજી આવી છે.

Most Popular

To Top