લોકસભાની ચૂંટણી આડે એકાદ વર્ષ રહ્યું છે અને અત્યારથી ભાજપની તૈયારી અન્ય રાષ્ટ્રીય પક્ષો કરતાં વધુ મજબૂત છે. કોંગ્રેસ પર હુમલા થઈ રહ્યા છે. ભ્રષ્ટાચાર એમાં મુખ્ય મુદો છે. વિપક્ષો સરકારી એજન્સીઓના દૂરપયોગ મુદે સુપ્રીમ કોર્ટમાં ગયા પણ ત્યાં પછડાટ મળી છે અને ભાજપે કોંગ્રેસ અને વિપક્ષો પર હુમળ વધારી દીધા છે. અદાણી મુદો અસરકારક હતો પણ હવે એ ઢીલો પડી રહ્યો હપી એમ લાગે છે. આ સ્થતિમાં વિપક્ષમાં ઘણા બધા નેતાઓ એવા છે જેમને રાષ્ટ્રીય રાજકારણમાં જવાન અભરખા છે. એમાં એબીસીડી મુજબ જઈએ તો અરવિંદ કેજરીવાલથી માંડી કેટીઆરથી માંડી નિતીશકુમાર છે. યુવરાજ રાહુલ ગાંધી તો છે જ. પણ સમસ્યા એ છે કે, આ નેતાને કોઈ વિપક્ષ પોતાના નેતા માને એવી કોઈ શક્યતા નથી.
નીતિશ કુમાર હવે બિહાર ફરી સત્તા પર આવે એ શક્યતા ઘટતી જાય છે અને એટલે કદાચ એ રાષ્ટ્રીય રાજકારણમાં આવવા માંગે છે. બીજા આવા જ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભીંસમાં છે. સત્યનેદર જૈનથી માંડી મનીષ સિસોદિયા જેલમાં છે. અને ત્રીજા મુખ્યમંત્રી મમતા બેનરજી પર પણ ભાજપના હુમલા વધતાં જ જાય છે. અને ચોથા મુખ્યમંત્રી છે કે ચંદ્રશેખર રાવ. તેલગણાના નીચા કદના, ધોતીધારી આ મુખ્યમંત્રી રાષ્ટ્રીય રાજકારણમાં આવવાના સપના જુએ છે. પણ આ ઉઘાડી આંખના સપના છે જે સાચા પડતાં નથી હોતા.
કેસીઆર આમ તો કોંગ્રેસમાથી જ છૂટા પડેલા પણ આજે તેલગણામાં એમનો દબદબો છે. કોંગ્રેસથી એ રાજ્યમાં ક્યાંય આગળ નીકળો ગયો છે અને ભાજપ અહી પગ જમાવવાની કોશિશ કરે છે પણ સફળ થયો નથી. અને એમાં કેટીઆરણી પુત્રી ક્લવાકુન્તલા કવિતાની દિલ્હી શરાબ નીતિમાં સીબીઆઇ અને ઇડી દ્વારા પૂછપરછ મહત્વની ઘટના બની ગઈ છે અને એના પડઘા તેલગણામાં પડ્યા છે. રાવ સરકારે તેલગણા ભાજપના પ્રમુખ બંદી સંજયકુમારની ધરપકડ કરી અને એ ય ધોરણ ૧૦ના પેપર ફૂટવાના કેસમાં. એમને જામીન તો મળી ગયા છે પણ ભાજપે આ વાતને મુદો બનાવ્યો છે.
કેન્દ્રમાં કે રાજ્યમાં બધે બદલાની રાજનીતિ ચાલી રહી છે . પણ રાવણી મહાત્વાકાંક્ષા વધતી જાય છે. એમણે એટલે જ પોતાની પાર્ટીનું નામ ટીઆરએસમાંથી બીઆરએસ કર્યું છે. અને પુત્રને પક્ષનો કાર્યકારી અધ્યક્ષ બનાવ્યો છે. અને એક અહેવાલ એવો છે કે, રાવ બધા પક્ષોને એકત્ર કરી રહ્યા છે અને એમણે એવી ઓફર કરી છે કે, એમને વિપક્ષી મોરચાના નેતા બનાવાય તો એ ચૂંટણી ખર્ચ ઉઠાવવા તૈયાર છે. આ માટે ઓછામાં ઓછા ૨૦,૦૦૦ કરોડ જોઈએ. આ અહેવાલમાં કેટલો દમ છે એ કહેવું મુશ્કેલ છે. બીજી બાજુ ભાજપ અહી સક્રિય બની ગયો છે. અમિત શાહ અને મોદીના અહી પ્રવાસ વધતાં જાય છે કારણ કે, વર્ષના અંતે રાજ્યની ચૂંટણી થવાની છે.
પણ બીઆરએસ તેલગણામાં મજબૂત છે. છેલ્લી ચૂંટણીમાં આ પક્ષે ૧૧૯માંથી ૧૦૩ બેઠક મેળવી હતી. કોંગ્રેસ સાફ થઈ ગઈ અને ભાજપને માત્ર ત્રણ બેઠક મળી હતી. અલબત લોકસભાની ચૂંટણીમાં આ પક્ષનો દેખાવ બહુ સારો રહ્યો નથી. ૨૦૧૪માં ૧૧ બેઠક મળેલી અને ૨૦૧૯માં એ ઘટી ૯ થઈ ગઈ અને રાજ્યસભામાં સાત બેઠક છે. અને લોકસભામાં એ વધુમાં વધુ ૧૦ બેઠક મેળવી શકે એવો આંદાજ છે એ સામે ટીએમસી ૩૦ -૩૫ અને ડીએમકે ૪૦ બેઠક મેળવી શકે એમ છે આ સ્થિતિમાં રાવને કોઈ એમના નેતા તરીકે કઈ રીતે સ્વીકારી શકે. એટલે એમના સપના મૂંગેરીલાલ કે હસીન સપને જેવા છે.
# સિધ્ધુ હવે શું કરશે ?
પંજાબમાં આપ સરકાર સામે અનેક પડકારો સર્જાય છે અને એમાં ખાલિસ્તાન આંદોલનને ફરી જીવતું કરનાર અમૃતપાલના કારણે આપ સરકાર પર ભીંસ વધી છે અને એવામાં પૂર્વ ક્રિકેટર ને રાજનેતા નવજોત સિંહ સિધ્ધુનું જેલમાંથી બહાર આવવું એક ઘટના ગણાય ખરી? ભાજપમાંથી કોંગ્રેસમાં અને કોંગરવેસ સરકારમાં મંત્રી બનવું અને પંજાબ કોંગ્રેસના પ્રમુખ બનવું અને એ પછી રોડ રેજ કેસમાં જેલમાં જવું .. સિધ્ધુની જિંદગીમાં એક સાથે ઘણું બધુ બન્યું . ૧૯૮૮ના કેસમાં કે જેમાં ગુરુણાં સિંહનું મોત થયું હતું એમાં સિધ્ધુને એક વર્ષની કેદ થઈ અને એણે જેલમાં જવું પડ્યું. એક દિવસની પણ રજા ના લીધી એ કારણે એને જેલમાંથી વહેલી મુક્તિ મળી.
અમરીન્દ્ર સિહ સાથે મતભેદોના કારણે નવજોતને તો નુકસાન થયું જ પણ કોંગ્રેસને ભારે નુકસાન થયું. કેપ્ટન અમરીન્દ્રએ પણ કોંગ્રેસ છોડવી પડી અને નવો પક્ષ રચ્યો , ભાજપ સાથે હાથ મિલાવ્યા પણ કોઈને ફાયદો ના થયો. કોંગ્રેસ સત્તાવિહોણી થઈ પણ હવે સવાલ એ છે કે, સિધ્ધુ કોંગ્રેસમાં ફરી સક્રિય થશે કે નહીં? અને એની ભૂમિકા કેવી હશે? જેલ બહાર નીકળ્યા ત્યારે એના ટેકેદારો ઘણા અહતા અને સિધ્ધુએ રાહુલ ગાંધીને એક ક્રાંતિ ગણાવ્યા પણ અમૃતપાલ વિષે કઈ કહેવાનું ટાળ્યું. શું સિધ્ધુના જેલ બહારથી આવવાથી કોંગ્રેસને કોઈ ફાયદો થશે? સિધ્ધુએ જેલમાં ૩૪ કિલો વજન ઘટાડ્યું છે શું રાજકારણમાં ગુમાવેલું વજન એ પાછું મેળવી શકશે? આમ તો એ ફૂટેલી ટોપ છે પણ રાજકારણમાં ક્યારે શું થાય એ હવે કોઈ કહી શકતું નથી.
# ત્રિપુરામાં ભાજપ શર્મસાર
ત્રિપુરામાં ભાજપ સત્તા પર તો આવ્યો પણ પણ વ્યવસાયો વર્ષ પૂરું થાય એ પહેલા એવી ઘટના બની કે ભાજપ માટે નીચાજોણું થયું છે. ચાલુ ધારાસભામાં ભાજપના ૫૫ વર્ષીય નેતા જદબ લાલ દેબનાથ મોબાઈલમાં કોઈ પોર્ન સાઇટ જોતાં જડપાયા હતા. અને મજાની વાત એ છે કે, આવો વિડીયો એમની પાછળ બેઠેલા કોઈ ભાજપના જ ધારાસભ્યે ઉતાર્યો હતો. આ મુદે બબાલ થાય એ સ્વાભાવિક છે. ગુજરાત વિધાનસભામાં પણ આવી ઘટના બની હતી અને કર્ણાટકમાં પણ. વિપક્ષે આ મામલે ભાજપ પર હલ્લા બોલ કર્યું અને ધારાસભ્યનું રાજીનામું માંગ્યું છે. જો કે ભાજપે માત્ર આ સભ્ય પાસે ખુલાસો માંગ્યો છે. પોતે કરે એ લીલા , બીજા કરે એ છીનાળવું. બધા પક્ષની આ જ નીતિ હોય છે.
કૌશિક મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.