Charchapatra

પાણીના મીટરનો વિરોધ જરૂરી છે

બે-પાંચ વર્ષથી સુ.મ.પા. આડેધડ આયોજન વગરના ખર્ચા કરીને તિજોરી ખાલી કરી ચુકી છે. અને ખર્ચાને પહોંચી વળવા ત્થા મળતિયાઓની કંપનીને બખ્ખા કરાવવા પાણીના મીટરો લોકોના માથે મારી રહી છે. તા.18-3 ગુજરાતમિત્રના સમાચાર મુજબ પાલ વિસ્તારના લોકોને 1 વર્ષના બાકી મુજબ 50/50 હજારના બીલો મળ્યા છે. એટલે કે મહીનાના 4થી 5 હજાર રૂપિયા આટલી તો મહિને 10/20 હજાર કમાનાર સામાન્ય માનવીની બચત નથી હોતી. મોટા ભાગની પ્રજા જેમ તેમ ઘર ચલાવે છે. જે લોકો સરકારી આવાસોમાં વસે છે.

એમાંના 50% તો આવાસનો 800/1000 હપ્તો ભરવામાયે ફાંફા મારે છે. 70% પ્રજા આરોગ્ય વિમા વગર ભગવાન ભરોસે જીવે છે એ પ્રજા પાસે સત્તાધારીઓ કુદરત પાસેથી ‘મફત’મળતા પાણીનાયે મીટર પ્રમાણે રૂપિયા વસુલવા બેઠા છે. પાલ વિસ્તારમાં જે લોકોને ત્યાં 12 મહિનાના પાણીના 50/50 હજાર બીલો આવ્યા છે એમાંના મોટા ભાગના લોકોના વિજળી કે ગેસના વાર્ષિક વપરાશ બીલોયે 12 થી 18 હજાર હશે તો પાણીનો વપરાશ 50 હજારે કઈ રીતે પહોંચ્યો? આ સામાન્ય માનવીનું લોહી પિવાનો ધંધો છે. પાણીના બીલ આવે એટલે એમાં GST-CST-VAT બધુ વસુલાસે પ્રજાએ વિરોધ કરવો જરૂરી છે. 5/10 વર્ષમાં ખત્મ કરી નાંખશે.
સુરત     – જીતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

પાણી બચાવો
દરેકના અનુભવની વાત છે કે દિવસે દિવસે પાણીની તંગી વર્તાતી જાય છે. હાલમાં બેંગ્લોરમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેની માહિતી વર્તમાનપત્રો દ્વારા મળતી રહે છે. બેંગલોર જેવી પરિસ્થિતિ ભવિષ્યમાં આખા દેશમાં ઊભી થાય તો નવાઇ પામવા જેવું નહીં હોય કારણ કે પ્રજા અકારણ પાણીનો જે બગાડ કરે છે તે પણ તેને માટે કારણભૂત બની શકે. ક્યાં કેવો બગાડ થાય છે તેની દરેકને જાણ છે જ, ( ઘરેલું અને બાહ્ય ). જરૂર છે એ જે જાણકારી છે તેને સમજીને પાણીનો બગાડ ન થાય તે દિશામાં દરેક વ્યક્તિએ કાર્યરત થવાની.

દરેકે સમજવું જરૂરી છે કે પાણી અમૂલ્ય છે , અત્યંત કિંમતી છે તે વાત સમજીને  તેનો નિરર્થક બગાડ કરવો જોઇએ નહીં. જો દેશનો દરેક નાગરિક પાણીનો બગાડ ન કરવાની પ્રતિજ્ઞા લે અને તે પ્રતિજ્ઞાનો કડકાઇથી અમલ કરે તો કંઇક પરિણામ આવે. તો ચાલો, અત્યારે આ ઘડીએ દરેક વ્યક્તિ સંકલ્પ કરે કે હવેથી હું કોઇ પણ સંજોગમાં પાણીના એક ટીપાનો પણ બગાડ કરીશ નહીં. પાણીનો બગાડ અટકાવવા આવો સંક્લ્પ દરેક વ્યક્તિ કરે તે જરૂરી છે. આખા દેશમાં પાણી બચાવો ઝુંબેશ ચાલુ કરી એક એક ટીપું પાણી બચાવવા  માટે અભિયાન ચાલુ કરી પ્રજાને જાગ્રત અને તૈયાર કરવી જોઈએ.
સુરત     – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top