Vadodara

તબીબો પર થઇ રહેલા હુમલાઓનો વિરોધ

વડોદરા: રાજ્યભરમાં ડોકટરો પર હુમલાઓની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે.જેના કારણે સમગ્ર તબીબી આલમમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આ મામલે કાયદા હોવા છતાં યોગ્ય કાર્યવાહી નહીં થતા 18 મી જૂન ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સમગ્ર રાજ્યમાં સેવ ધી સેવીયર અંતર્ગત દેખાવ કરવાના આહવાનને પગલે વડોદરા વિભાગના તબીબોએ બેનરો પોસ્ટરો સાથે દેખાવો કર્યા હતા.

કોરોના મહામારી દરમિયાન દર્દીઓના સગા સંબંધીઓ દ્વારા તબીબો પર હુમલો થયો હોવાના અનેક બનાવો બન્યાં હતા. એક તરફ તબીબો જીવના જોખમે કોવિડ દર્દીઓની સારવાર કરી રહ્યા છે. બીજી તરફ તબીબો પર હુમલાઓ થવાની ઘટનાને ઈન્ડિયન મેડિકલ એસોસિએશને વખોડી છે. શુક્રવારે સમગ્ર દેશમાં આરોગ્ય કર્મીઓ પર થતા હુમલાઓ સામે સેવ ધી સેવીયરના નારાઓ સાથે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વડોદરા આઈએમએના તબીબોએ પણ એકત્ર થઈ બેનરો પોસ્ટરો સાથે દેખાવો કર્યા હતા.સાથે સાથે આરોગ્ય કર્મીઓની સલામતી સુનિશ્ચિત કરવા અને તબીબો તથા નર્સિંગ સ્ટાફ ઉપર હુમલાઓ કરનાર આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગણી કરી હતી.

આ અંગે વડોદરાના તબીબ ડો.ચેતના અગ્રવાલે જણાવ્યું હતું કે લોકોની ધીરજ ખૂટી ગઈ છે કેમકે આ કોવિડમાં જોવામાં આવ્યું છે કે ઘણા બધા દર્દીઓ એક સાથે હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. એટલે તે હોસ્પિટલમાં નર્સ છે ડોક્ટર છે તે ઓછા પડી રહ્યા છે. દર્દીઓની સારવાર માટે લોકો આવે છે તેમને જે દવાઓ મળવી જોઈએ ઇન્જેક્શન,ઓક્સિજન, બેડ મળવા જોઈએ તે ઓછા પડે છે.પરંતુ ડોક્ટર, સ્ટાફ આ બાબતે સંપૂર્ણપણે મહેનત કરે છે. સારવાર માટે પરંતુ મહામારીના કારણે દર્દીના પરિવારજનો એમ વિચારી રહ્યા છે કે અમારા દર્દીને પૂરતી સારવાર નથી આપતા. માટે તેઓએ પણ સમજવું જોઈએ.

Most Popular

To Top