Trending

OpenAIએ Ghibliના નિયમ બદલ્યા, હવે વાસ્તિવક ફોટાનો ઉપયોગ કરી શકાશે નહીં

હાલમાં સોશિયલ મીડિયા પર ગિબલી (Ghibli) સ્ટાઇલની તસવીરો ખૂબ જોવા મળી રહી છે. એવું કહી શકાય કે સોશિયલ મીડિયા યુઝર્સ હવે આ તસવીરો દ્વારા પોતાને જોવાનો વધુ આનંદ માણવા લાગ્યા છે. દરમિયાન OpenAI ના ChatGPT એ સ્ટુડિયો ગિબલી શૈલીની ફોટાઓ અંગેની તેની પોલિસીમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે. યુઝર્સ હવે ગિબલી સ્ટાઈલની ઈમેજ બનાવવા માટે વાસ્તવિક દુનિયાના ફોટાનો ઉપયોગ કરી શકશે નહીં.

આનો સીધો અર્થ એ છે કે તમે હવે OpenAI ના ChatGPT નો ઉપયોગ કરીને વાસ્તવિક વ્યક્તિ અથવા છબી જોઈને ગિબલી શૈલીનું પોટ્રેટ બનાવી શકશે નહીં.

ઈમેજ ક્રિએટ કરવા માટે યુઝર્સે સર્જનાત્મક વસ્તુઓ પૂરી પાડવી પડશે. જ્યારે પણ યુઝર્સ ChatGPT દ્વારા ઈમેજ બનાવવાનો પ્રયાસ કરે છો ત્યારે ChatGPT ઇમેજ જનરેટર એક નવો સંદેશ બતાવશે, જેમાં કહેવામાં આવ્યું છે કે તે હવે વાસ્તવિક વ્યક્તિના ફોટામાંથી ગિબલી સ્ટાઈલની ઈમેજ બનાવી શકશે નહીં.

તમને જણાવી દઈએ કે આ ફેરફાર એટલા માટે થયો છે કારણ કે હવે તેમની નવી ગાઈડલાઈન હેઠળ વાસ્તવિક લોકોની સમાન ઈમેજ બનાવવા પર પ્રતિબંધ છે.

જોકે, તેઓ હજુ પણ ગિબલી સ્ટાઈલના ફોટો બનાવી શકે છે પરંતુ તે માટે યુઝર્સે વધુ સર્જનાત્મક ઇનપુટ આપવા પડશે. ઉદાહરણ તરીકે તેમને હેરસ્ટાઇલ, કપડાં, બેકગ્રાઉન્ડ, મૂડ અથવા અન્ય ચોક્કસ વિગતો આપવી પડશે. જેથી તે તેના આધારે ગિબલી સ્ટાઈલની ઈમેજ બનાવી શકાય.

OpenAIના પ્રવક્તાએ શું કહ્યું?
વધુમાં આ બાબત અંગેના એક નિવેદનમાં ઓપનએઆઈના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની હવે ઘણા કિસ્સાઓમાં સાવચેતી રાખી રહી છે. ખાસ કરીને જ્યારે વાસ્તવિક કલાકારની સ્ટાઈલમાં ઈમેજ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જોકે, એવી પણ દલીલ છે કે ઓપનએઆઈના આ પગલાને એઆઈ ટૂલ્સ દ્વારા કોપીરાઈટ ઉલ્લંઘન ટાળવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.

ફ્રી સર્વિસ માટે યુઝર્સે રાહ જોવી પડશે
ઓપનએઆઈએ તેની ઇમેજ જનરેટર સર્વિસની વધુ માંગને કારણે મફત યુઝર્સ માટે તેના રોલઆઉટમાં વિલંબની જાહેરાત કરી છે. ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને ટ્વિટર પર જણાવ્યું હતું કે સર્વિસની લોકપ્રિયતા અપેક્ષાઓ કરતાં વધી ગઈ છે, જેના કારણે મફત યુઝર્સ માટે કેટલાક કામચલાઉ વિલંબ થયા છે.

Most Popular

To Top