આણંદ, તા. ૫ આણંદ નજીકના હાઇવે પર થોડા સમય પહેલાં મોટાપાયે બેનંબરી કેમીકલ અને ઓઇલ ની. હેરાફેરી થતી હતી જેમાં વડોદરાથી લઈ આણંદ વિસ્તાર ના શખ્સો તથા તંત્રની સાઠગાઠ હતી પરંતુ બાદમાં તંત્રની ચાંપતી નજર બનતા અને બેનંબરી વેપલા કરનારા કાનૂન ના સકંજામાં આવતા રોક લાગવા પામી હતી. પરંતુ કુતરાની પુંછ વાકી તેમ બે નંબરી વેપલા કરનારાના ડોળા આણંદ ના છેવાડાના વિસ્તાર પર મંડરાતા દશ દિવસ પૂર્વ ખંભાતમાંથી બે નંબરી ખાતર ઝડપાયુ હતું.
જેનું ભીનુ સંકેલવા અમદાવાદ રેન્જ ના આરઆર સેલના એએસ આઇ દ્વારા પચાસ લાખની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઇ ગયો હતો. પરંતુ પોણા ત્રણ લાખના બેનંબરી ખાતરના પકડાયેલ વેપલામાં મસમોટી રકમની લાંચ પર કુછ તો ગરબડ હૈ ના સંદેહ ઉઠવા પામ્યા છે. ત્યારે મસમોટી લાચ પાછળ કરોડોના બેનંબરી કેમીકલ કે કેમીકલ યુકત દૂધ ની હેરાફેરી કારણભૂત હોવાનું જાણવા મળેલ છે.
મળતી માહિતી અનુસાર દશ દિવસ પૂર્વ ખંભાત નજીકથી અમદાવાદ રેન્જ ના આરઆર સેલ દ્વારા બેનંબરી ખાતરના વેપલા સ્થળે દરોડો પાડવામાં આવ્યા હતા. જેની નોંધ ખંભાત પોલીસ મથકે કરવામાં આવી હતી પરંતુ ફરિયાદ નોધવામાં આવી ન હતી જેની પાછળ ભીનુ સંકેલવાના ખેલ રચાયા હોય તેમ ગત ૩૧મીની રાતના આર આરસેલ ના એએસ આઇ પ્રકાશસિંહ રાઓલ દ્વારા રુપિયા સાઠ લાખની લાંચ રકમની માંગ કરાયા બાદ પચાસ લાખ લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
જે રકમ વિદ્યાનગર માર્ગ પરની હોટેલ પર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ આ મુદ્દે એસીબીમાં ફરિયાદ કરવામાં આવતા એસીબીએ છટકું ગોઠવી એ એસ આઇ પ્રકાશસિહ ને રંગેહાથ ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી હતી.
એસીબીએ ગુનો નોંધી પ્રકાશસિંહને કોર્ટ માં રજૂ કરતા કોર્ટ દ્વારા ત્રણ દિવસ ના રિમાન્ડ મંજૂર કરવામાં આવતા રિમાન્ડ દરમ્યાન ચોકાવનારી વિગત સાથે મોટા માથાઓની સંડોવણી છે કે કેમ તે બહાર કે કેમ કે સંડોવણી હશે તો આખ મિચોલીના ખેલ રચાશે તેવી આશંકાઓ પણ વ્યક્ત થવા પામી રહી છે.
આ મુદ્દે તપાસ હાથ ધરતા સુત્રોના જણાવ્યા અનુસાર બેનંબરી પકડાયેલ ખાતર માત્ર પોણા ત્રણ લાખ જેટલાનું હતું તેની પાછળ ભીનુ સંકેલવા પચાસ લાખની લાંચની માગ સાથે જ કુછ તો ગરબડ હૈ ના સંદેહ ઉઠવા પામ્યો છે.
થોડા સમય પૂર્વ વડોદરા આણંદ હાઇવે માગે પર મોટાપાયે બેનંબરી કેમીકલ તથા ઓઇલની ચોરી સાથે હેરાફેરી થતી હતી તે સમયે મોટા બેનંબરી માથા તેમજ તંત્રની સાઠગાઠ ના કારણે વેપલા થતા હતા.
બાદમાં તંત્રની ધોસ વધતા બેનંબરી વેપલા કરનારાઓએ પંથકના છેવાડાના વિસ્તાર માં પગ પ્રસરાવતા બેનંબરી ખાતરની આડમાં મોટાપાયે બેનંબરી કેમીકલનો વેપલો કારણકે આ વિસ્તારમાં કેમીકલ ઉદ્યોગ હોય ના ખેલ કે કેમીકલયુકત દૂધની હેરાફેરી થતી હોવાની મળેલ બાતમીના આધારે સત્ય મળતા મસમોટી લાંચ માગી કહીપે નિગાહે કહીપે નિશાના ના ખેલ રચાયા હોવાની શકયતા ઉભી થવા પામી હોવાનું જાણવા મળેલ છે.
જોકે ઉલ્લેખનીય છે કે વહિવટદાર પ્રકાશસિંહ છેલ્લા સતર વર્ષ થી તંત્ર તથા બેનંબરીયાઓ વચ્ચે વહિવટી ખેલની સાંકળ હોવાનું માનવામાં આવે છે ત્યારે પચાસ લાખની લાચ પ્રકરણમાં એસીબી દ્વારા પકડાવવામાં કોણે ઘડો લાડવા કાઢવાનો ખેલ રચ્યો તેની ચર્ચા ઉઠવા પામી હોવાનું જાણવા મળેલ છે